Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૯૪]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું હત, તેજ હું તમારા નગરને લુંટનાર રોહિણેય ચોર છું. પરંતુ આ પ્રભુનું એક વચન સાંભળવાથી તેના આધારવડે વહાણવડે નદીની જેમ હું અભયકુમારની દુલથી બુદ્ધિનું પણ ઉલંધન કરી ગયું છું. હે રાજ રવિ! તમારા બધા નગરને મેંજ લુંટેલું છે, તેથી તમારે હવે કઈ બીજે ચાર શે નહીં. અત્યારે મારી સાથે કોઈને મેકલે કે જેથી તેને હું ચારીનો માલ બતાવું અને પછી દીક્ષા લઈને મારા જન્મને સફળ કરૂં.”
પછી શ્રેણિકરાજાની આજ્ઞાથી અભયકુમાર અને બીજા લોકો કૌતુકથી તે ચારની સાથે ચાલ્યા. રોહિણીએ પર્વત, નદી, કુંજ અને સ્મશાન વિગેરેમાં દાટેલું રીનું ધન અભયકુમારને બતાવ્યું. અભયકુમારે જે જેનું હતું, તે તેને સોંપી દીધું. “નીતિ અને નિર્લોભી મંત્રીઓની બીજી મર્યાદા હોય નહીં.” પછી પોતાના માણસોને જે વાત હતી તે બધી સમજાવીને શ્રદ્ધાળુ રૌહિણેય પ્રભુની પાસે આવ્યા. અને શ્રેણિકરાજાએ જેનો નિક્રમણ મહોત્સવ કરે છે, એવા તે રૌહિણેયે શ્રી વીરપ્રભુની પાસે દીક્ષા લીધી. પછી તેણે અનુક્રમે કમનું ઉન્મેલન કરવાને માટે ચતુર્થ (એક ઉપવાસ)થી માંડીને છમાસી ઉપવાસ સુધીનું ઉજવળ તપ આચર્યું. પ્રાંતે તપસ્યાથી કૃશ થઈ ભાવસંલેખના કરી, શ્રી વિરપ્રભુની રજા લઈને તેણે વૈભારપર્વત ઉપર પાદપપગમ અનશન કર્યું. શુભ ધ્યાનપૂર્વક પંચ પરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરતાં રોહિણેય મહામુનિ મનુષ્ય દેહને ત્યજી દઈને સ્વર્ગે ગયા.
ભગવંત શ્રી વિરપ્રભુ જઘન્યથી પણ કેટી દેવતાઓથી પરવરેલા તીર્થકૃત નામકમની નિજર કરવાને માટે વિહાર કરવા લાગ્યા. ધર્મદેશના વડે કેટલાક રાજા મંત્રી વિગેરેને શ્રાવક કર્યા અને કેટલાકને યતિ કર્યા. અહીં શ્રેણિકરાજા રાજગૃહ નગરમાં સમકિતને ધારણ કરતો નીતિથી રાજ્યનું પાલન કરતો હતો, તેવામાં એક વખતે ચડપ્રદ્યોત રાજ ઉજજયિની નગરીથી સર્વ સામગ્રી સહિત રાજગૃહી નગરીને રૂંધવા માટે ચાલ્યા. ચંડપ્રદ્યોત રાજા અને તેની સાથેના બીજા મુગટધારી ચૌદ રાજાઓને જાણે પંદર પરમાધાર્મિક હોય તેવી નજરે જોકે એ જોયા. સુંદર ગતિવડે ચાલતા અથી જાણે પૃથ્વીને ફડતો હોય તેવી રીતે આવતા ચંડપ્રોત રાજાના ખબર બાતમીદારે એ શ્રેણિકરાજાને આપ્યા. એટલે શ્રેણિકરાજાને ચિંતા થઈ કે, “ક્રૂર ગ્રહની જેમ ક્રોધ કરીને અહીં આવતા પ્રદ્યોત રાજાને મારે કેવી રીતે હઠાડ?” ઔત્પાતિકી વિગેરે બુદ્ધિના ભંડાર રૂપ અભયકુમારના મુખ સામું શ્રેણિકરાજાએ અમૃત જેવી દૃષ્ટિથી જોયું. એટલે યથાર્થ નામવાળા અભયકુમારે કહ્યું કે, ઉજજયિની નગરીનો પ્રદ્યોત ભલે મારા યુદ્ધનો અતિથિ થાય, તેમાં શી ચિંતા છે? વળી જે કદિ તેને પરાસ્ત કરવાનું કામ બુદ્ધિસાધ્ય લાગશે તો હું શસ્ત્રશસ્ત્રની કથા સાથે તેમાં મારી બુદ્ધિને પણ યોજીશ, કારણ કે “બુદ્ધિ શત્રુને વિજય કરવામાં કામધેનુ જેવી છે.”
પછી અભયકુમારે શત્રુના સૈન્યને નિવાસ કરવા યોગ્ય ભૂમિમાં લોઢાના સંપુટમાં સોનૈયા ભરી ભરીને દાટયા. એટલામાં તે સમુદ્રના જળથી ભૂગોળની જેમ પ્રદ્યોતરાજાના સૈનિકે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org