________________
૨૦૦] '
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મો અનલગિરિ હાથીની પાસે જઈ ગાયન કરો.” ઉદયને વાસવદત્તાની સાથે હાથી પાસે જઈને ગાયન કર્યું. તે ગાયન સાંભળી હાથી સ્તબ્ધ થઈ ગયો, એટલે તેને બાંધી લીધે. રાજા પ્રદ્યોતે અભયકુમારને બીજી વાર વરદાન આપ્યું. અભયકુમારે તેને પણ પૂર્વની જેમ થાપણ તરીકે જ રહેવા દીધું.
એક વખતે ઉજાણીને નિમિત્તે ચંડપ્રધાતાજા અંતઃપુર પરિવાર સહિત મહદ્ધિક નગરજનોની સાથે ઉદ્યાનમાં ગયો હતો. તે સમયે ગંધરાયણ નામે ઉદયન રાજાનો મંત્રી તેમને છોડાવી લઈ જવાનો ઉપાય ચિંતવતે માર્ગમાં ફરતો હતો. તેને આજ ઉપાય મળી જવાથી તે પિતાની બુદ્ધિના વૈભવની ગરમીને અંતરમાં જીરવી શક્યો નહીં, તેથી બલી ઉઠયો. “પ્રાયઃ જે મનમાં હોય તેજ વચનમાં આવે છે.” તે બોલ્યો કે, “તે વિશાળ લેનવાળી સ્ત્રીને મારા રાજાને માટે જે હું ન હરી જાઉં તો મારું નામ ગંધરાયણ નહીં.” માર્ગે જતાં ચંડપ્રદ્યોતરાજાએ તેની આ ગર્વિષ્ટ વાણી સાંભળી તેથી દુષ્ટ કટાક્ષ ભરેલા ને તેની સામે જોયું. ચેષ્ટાઓથી હૃદયભાવને જાણનારા ગંધરાયણે તરતજ પ્રદ્યોતરાજા કે પાયમાન થયાનું જાણી લીધું. તેથી તાત્કાલિક બુદ્ધિવાળાઓમાં અગ્રેસર એવા તેણે પોતે કૌશાંબીપતિના કબજામાં આવી ગયો હતો તેમાંથી છૂટા થવા માટે આ પ્રમાણે ઉપાય કર્યા. તત્કાળ પહેરવાનું વસ કાઢી નાખી માથા પર મૂક્યું અને પ્રેત જેવી વિકૃત આકૃતિ કરી મૂત્રોત્સર્ગ કરતો તે પોતાને ભૂત વળગ્યું છે” એમ જણાવવા લાગ્યો. તે જોઈ “આ કેઈ પિશાચક છે” એવું ધારીને રાજાએ તરતજ કેપને નિગ્રહ કર્યો, એટલે મહાવતે પણ હાથીને આગળ ચલાવ્યો.
ચંડપ્રદ્યોત રાજાએ સુંદર ઉદ્યાનમાં જઈ કામદેવરૂપ ઉન્મત્ત હસ્તીને ઉત્તેજિત કરવાના મહા ઔષધરૂપ ગાંધવગેષ્ટી શરૂ કરી. કૌતુકી એવા પ્રદ્યોતરાજાએ ગાંધર્વ વિદ્યાની નવીન કુશળતા જેવાને માટે વાસવદત્તાને અને વત્સરાજને પણ ત્યાં બોલાવ્યા. તે વખતે વત્સરાજે વાસવદત્તાને કહ્યું કે, “હે શુભમુખી બાલા! આજે વેગવતી હાથિણી ઉપર બેસીને નાસી જવાને આપણને વખત મળે છે. તે સાંભળી ઉજજયિનીપતિની દુહિતાએ ઉદયન રાજાની આજ્ઞાથી તત્કાળ વેગવતી હાણિણી સજજ કરીને મંગાવી. જ્યારે હાથિણીને તંગ બાંધવા માંડવ્યો ત્યારે તે હાથિણુંએ ગર્જના કરી. તે સાંભળી કોઈ અંધ જોષીએ કહ્યું કે, “તંગ બાંધતાં જે હાથિણીએ ગર્જના કરી છે, તે સે જન જઈને પોતાના પ્રાણ ત્યાગ કરશે.' પછી ઉદયનની આજ્ઞાથી વસંત મહાવતે હાથિણીને બંને પડખે ચાર તેના મૂત્રના ઘડાઓ બાંધ્યા. પછી વત્સરાજ, ષવતીર, વાસવદત્તા, કાંચનમાળા ધાત્રી અને વસંત મહાવત એ પાંચ જણ વેગવતી હાથિણી ઉપર આરૂઢ થયા. એટલામાં ગંધરાયણે આવીને ઉદય૧ પિશાચ વળગેલ હેય તે મનુષ્ય. ૨ જોષવતી વીણા જેના હાથમાં છે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org