Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧૧ મો]
રોહિણેય વિગેરેનાં વૃત્તાંતે પછી છડીદારે આ બધું અભયકુમારને કહ્યું અને અભયકુમારે શ્રેણિક રાજાને જણાવ્યું. શ્રેણિક બોલ્યા કે “આટલા ઉપાયોથી પણ જે ચેર તરીકે પકડી ન શકાય તેવા ચેરને છોડી મૂકો જોઈએ. કારણ નીતિનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી.” રાજાનાં આ પ્રમાણેનાં વચનથી અભયકુમારે રોહિણેય ચારને છોડી મૂક્યો. “કેઈવાર વંચના કરવામાં ચતુર એવા પુરૂષથી ડાહ્યા પુરૂષ પણ ઠગાય છે.”
ત્યાંથી છુટી ગયા પછી રૌહિણે વિચાર્યું કે, મારા પિતાની આજ્ઞાને ધિક્કાર છે કે જેથી હું ભગવંતના વચનામૃતથી આજ દિન સુધી નિર્ભાગી રહ્યો. આટલું એક પણ પ્રભુનું વચન જે મારે કાને ન આવ્યું હોત તો અત્યારે હું વિવિધ પ્રકારની વ્યથા ભેગવી યમરાજના દ્વારે પહોંચી ગયા હતા. તે વખતે મેં અનિચ્છાથી ભગવંતનું વચન ગ્રહણ કર્યું હતું, છતાં પણ તે રોગીને ઔષધની જેમ મને જીવનરૂપ થઈ પડ્યું. અહંતનાં વચનને ત્યાગ કરીને આજ સુધી મેં ચોરની વાણીમાં પ્રીતિ કરી ! આ તો કાગડાની જેમ આમ્રફળને છોડી દઈને લીંબડાના ફળમાં પ્રીતિ કર્યા જેવું મેં કર્યું. મને ધિક્કાર છે! જેના ઉપદેશના એક લેશે આટલું ફળ આપ્યું, તો જે તેમનો સર્વ ઉપદેશ સાંભળ્યો હોય તો શું ફળ ન આપે?” મનમાં આ પ્રમાણે વિચાર કરીને તે તરતજ ભગવંતની પાસે ગયે. પ્રભુના ચરણમાં પ્રણામ કરીને તેણે આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી
“ હે નાથ! ઘોર વિપત્તિરૂપી અનેક મગરમચ્છથી આકુળવ્યાકુળ એવા આ સંસારસાગરમાં લોકોમાં પ્રસરતી તમારી દેશનાની વાણું નૌકાની પેઠે આચરણ કરે છે. હું ત્રણ જગતના ગુરૂ ! આપ્ત છતાં અનાપ્તપણને માનતા એવા મારા પિતાએ તમારાં વચન સાંભળવાનો નિષેધ કરીને મને આટલે વખત સુધી ઠગે છે. હે ત્રિલેકપતિ! જેઓ કણુજલિરૂપ સંપુટથી તમારા વચનામૃતને શ્રદ્ધાપૂર્વક પીવે છે તેઓને ધન્ય છે. હું એ પાપી હતી કે જે તમારાં વચનને નહિ સાંભળવાની ઈચ્છાએ કાને હાથ દઈને આ સ્થાનને ઓળંગી જતો હતો. તેવામાં એકવાર ઈચ્છા વગર મેં તમારું વચન સાંભળ્યું હતું, પરંતુ મંત્રાક્ષર જેવા તે વચનવડે રાજારૂપ રાક્ષસથી મારી રક્ષા થઈ છે. હે જગત્પતિ! જેવી રીતે મને મરણથી બચાવ્યો છે તેવી જ રીતે આ સંસારસાગરમાં ડુબી જવાથી પણ મને બચાવો.” પછી પ્રભુએ તેની ઉપર કૃપા કરીને નિર્વાણપદને આપનારી શુદ્ધ ધર્મદેશના આપી. તે સાંભળી પ્રતિબંધ પામીને રોહિણેય બે કે, “હે સ્વામિન્ ! હું યતિધર્મને યેચુ છું કે નહી?” પ્રભુએ કહ્યું કે, “ગ્ય છું. એટલે તે બે કે-“હે વિભુ! એમ છે તે હું વ્રતને ગ્રહણ કરીશ, પણ ત્યારે અગાઉ મારે રાજા શ્રેણિકને કાંઈક કહેવાનું છે.” શ્રેણિક રાજા સભામાં જ બેઠેલા હતા, તેમણે કહ્યું કે, “તારે જે કહેવાનું હોય તે વિકલ્પ કે શંકા રહિત થઈને કહે, એટલે રૌહિણેય બે કે-“હે રાજન ! તમે જેને લેકવાર્તાથી સાંભળ્યો
D - 25
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org