Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧૧ મે ] રૌહિણેય વિગેરેનાં વૃત્તાંત
[ ૧૯૧ તેને ખબર પડી નહીં. એટલે તે બીજે દિવસે પાણીમાં હાથી પેસે તેમ નગરમાં પડે અને ત્યાંથી નગર ફરતા ફરી વળેલા સૈન્યની જાળમાં મીનની જેમ સપડાઈ ગયો. તેને બાંધીને કોટવાળે રાજાની પાસે રજુ કર્યો. “રાજનીતિ પ્રમાણે પુરૂષની રક્ષા અને દુર્જનોનો નિગ્રહ રાજાએ કરવો જોઈએ, તેથી આનો નિગ્રહ કરે.” એમ કહીને રાજાએ તેને અભયકુમારને સેં. અભયકુમારે કહ્યું કે-છળવડે પકડાયેલ હોવાથી ચારીના મુદ્દા અથવા તેની કબુલાત સિવાય આ ચાર નિગ્રહ કરવાને યોગ્ય થતું નથી, માટે તેનો નિગ્રહ વિચારીને કરવો જોઈએ. એટલે રાજાએ રોહિણેયને પૂછયું કે તું કયાંનો રહેવાસી છું? તારી આજીવિકા કેવા પ્રકારે ચાલે છે? તું આ નગરમાં શા માટે આવ્યો હતો? અને તારું નામ રૌહિણેય કહેવાય છે તે ખરૂં છે?' પિતાના નામથી શક્તિ થઈ તેણે રાજાને કહ્યું કે, “હું શાલિગ્રામમાં રહેનારો દર્ગદંડ નામે કુટુંબી (કણબી) છું. કઈ પ્રજને કૌતુક થતાં આજે અહીં આવ્યો હતો અને કઈ દેવાલયમાં રાત્રિ રહ્યો હતો. રાત્રિ ઘણી ગયા પછી ત્યાંથી પાછા ઘેર જવા નીકળતાં રાક્ષસ જેવા કેટવાળ અને તેના સીપાઈઓએ મને સપડા, એટલે તેનાથી ભય પામીને હું કિલ્લો ઓળંગી ભાગવા ગયો આપ જાણે છે કે, “પ્રાણીને સર્વથી મોટામાં મોટો ભય પ્રાણુનો છે, મધ્યના રક્ષકોના હાથમાંથી જેમ તેમ હું છુટી ગયો, પણ પાછે બાહ્ય રક્ષકોના હાથમાં, માછીના હાથમાંથી છુટેલું માછલું જેમ જાળમાં આવી પડે તેમ આવી પડ્યો. એટલે તેઓ મને નિરપરાધીને ચેરની જેમ બાંધીને અહિં લાવ્યા. માટે હે નીતિમાન રાજા! હવે ન્યાયપૂર્વક વિચારીને જે કરવું હોય તે કરો.” પછી રાજાએ તેની પ્રવૃત્તિના ખબર જાણવાને માટે તેણે કહેલા ગામમાં ગુપ્ત રીતે પુરૂષો મોકલ્યા. પરંતુ તે ચારે અગાઉથી તે ગામના લોકોની સાથે સંકેત કરી રાખ્યો હતો કેમકે કેટલાક ચરલેકેના મનમાં પણ વિચિત્ર ચિંતવન થયા કરે છે. રાજપુરૂષે તે ગામમાં જઈને પૂછ્યું. એટલે લોકોએ કહ્યું કે “હા, અહિં એક દુર્ગાચંડ નામે કુટુંબી રહે છે, પણ તે હમણું અહીંથી બીજે ગામ ગયેલ છે. રાજપુરૂષોએ રાજાને તેવા ખબર આપ્યા, એટલે અભયકુમાર વિચારમાં પડ્યો કે, “અહ! સારી રીતે રચેલા દંભના અંતને બ્રહ્મા પણ પામતા નથી.” પછી અભયકુમારે દેવતાના વિમાન જે મહા મૂલ્યવાળા રત્નોથી જડિત સાત માળનો એક મહેલ તેને રહેવા આપે. તે મહેલ જાણે સ્વર્ગમાંથી પડેલ અમરાવતીનો એક ખંડ હાય તે જણાતે હતો. તેમાં ગંધર્વે સંગીતનો મહોત્સવ કરતા હતા, તેથી તે અકસમાત ઉત્પન્ન થયેલા ગંધવનગરની શોભાને સૂચવતો હતો. અભયકુમારે તે ચરને મદ્યપાન કરાવીને બેશુદ્ધ કર્યો અને પછી દેવદૂષ્ય વસ્ત્રો પહેરાવી તે મહેલમાં શય્યા ઉપર સુવાર્યો.
જ્યારે તેનો ની ઉતરી ગયો ત્યારે તે ચારે બાજુ જેવા લાગે, તો અકસ્માત વિસ્મયકારી અપૂર્વ દિવ્ય સંપત્તિ તેના જેવામાં આવી. એ સમયે અભયકુમારની આજ્ઞાથી નર નારીઓના સમૂહે “જય પામે, જગતમાં આનંદ કરો” એવા મંગળ ધ્વનિપૂર્વક તેના પ્રત્યે કહ્યું કે, “હે ભદ્ર! તમે આ મોટા વિમાનમાં દેવતા થયા છે, તમે અમારા સ્વામી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org