Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧૦ મે] દશાર્ણભદ્ર અને શાલિભદ્રનું ચરિત્ર
[૧૮૭ આ અરસામાં શ્રી વીરપ્રભુ વૈભારગિરિ ઉપર સમવસર્યા. ધન્ય ધમમિત્રના કહેવાથી તે ખબર જાણ્યા, એટલે તરતજ દિનજનોને પુષ્કળ દાન આપી સ્ત્રીઓ સહિત શિબિકામાં બેસી ભવભ્રમણથી ભય પામેલો ધન્ય મહાવીર ભગવંતના ચરણને શરણે આવ્યો અને પ્રભુની પાસે સ્ત્રીઓ સહિત દીક્ષા લીધી. તે ખબર સાંભળી શાલિભદ્ર પિતાને વિજિત માની ત્વરા કરવા લાગ્યો. પછી શ્રેણિકરાજાએ અનુસરેલા શાળિભદ્દે પણ તરતજ શ્રી વીરપ્રભુની પાસે આવીને વ્રત ગ્રહણ કર્યું. શ્રી વીરપ્રભુએ યૂથ સહિત ગજેન્દ્રની જેમ ત્યાંથી બીજે વિહાર કર્યો.
ધન્ય અને શાળિભદ્ર બંને અનુક્રમે બહુશ્રત થયા અને ખગની ધારા જેવું મહાતપ કરવા લાગ્યા. શરીરની કિંચિત્ પણ અપેક્ષા વગરના તેઓ પક્ષ, માસ, બે માસ, ત્રણ માસ અને ચાર માસની તપસ્યા કરીને પારણું કરતા હતા. તેવી ઉગ્ર તપસ્યાથી માંસ અને રૂધિર વગરના શરીરવાળા થયેલા ધન્ય અને શાલિભદ્ર ચામડાની ધમણ જેવા દેખાવા લાગ્યા. અન્યદા શ્રી વીરસ્વામીની સાથે તે બંને મહામુનિ પોતાની જન્મભૂમિ રાજગૃહી નગરીમાં આવ્યા. પ્રભુને સમવસરેલા જાણી તેમને નમવાને માટે અતિશય શ્રદ્ધાથી કે સત્વર નગરમાંથી બહાર આવ્યા. તે અવસરે ધન્યને શાલિભદ્ર બંને મુનિ માસખમણના પારણાને માટે ભિક્ષા લેવા જવાની આજ્ઞા લેવા સારૂ પ્રભુ પાસે આવ્યા અને નમસ્કાર કરીને ઉભા રહ્યા. પછી શાલિભદ્ર પ્રત્યે પ્રભુએ કહ્યું કે, “આજે તમારી માતા પાસેથી મળેલા આહારથી તમારે પારણું થશે.” એટલે “હું ઈચ્છું છું.' એમ કહી શાલિભદ્ર મુનિ ધન્યની સાથે નગરમાં ગયા. બંને મુનિ ભદ્રાના ગૃહદ્વાર પાસે આવીને ઉભા રહ્યા, પણ તપસ્યાથી થયેલી અત્યંત કૃશતાને લીધે તેઓ કોઈના ઓળખવામાં આવ્યા નહીં. વળી
શ્રી વીરપ્રભુ, શાળિભદ્ર અને ધન્ય મુનિ આજે અહિં પધાર્યા છે, તેથી હું તેમને વાંદવા જાઉં.” એવી ઇચ્છાથી આકુળવ્યાકુળ થયેલી રોમાંચિત શરીરવાળી ભદ્રા પણ તે વ્યવસાયમાં રોકાઈ રહી, તેથી તેનું પણ તે તરફ ધ્યાન ગયું નહીં. અહિં બંને મુનિ ક્ષણવાર ઉભા રહીને તરત જ પાછા વળ્યા. તેઓ નગરના દરવાજામાંથી બહાર નીકળતા હતા તેવામાં શાલિભદ્રની પૂર્વ ભવની માતા ધન્ય નગરમાં દહીં ઘી વેચવાને આવતી સામી મળી. શાળિભદ્રને જોતાં તેના સ્તનમાંથી પય ઝરવા લાગ્યું. પછી બંને મુનિના ચરણમાં વંદના કરીને તેણીએ ભક્તિપૂર્વક દહીં વહરાવ્યું. ત્યાંથી શાલિભદ્ર મુનિ વીરપ્રભુની પાસે આવ્યા અને ગોચરી આવી અંજલિ જેડીને પૂછયું કે–“હે પ્રભુ! આપના કહેવા પ્રમાણે મને મારી માતા પાસેથી પારણુ માટે આહાર કેમ ન મળ્યો?” સર્વજ્ઞ પ્રભુ બોલ્યા કે, “હે શાળિભદ્ર મહામુનિ ! એ દહિં વહોરાવનારી તમારી પૂર્વ જન્મની માતા ધન્યા હતી.” પછી દધિવડે પારણું કરી, પ્રભુની આજ્ઞા લઈને શાળિભદ્ર મુનિ ધન્યની સાથે અનશન કરવા માટે વૈભારગિરિ પર ગયા. ત્યાં ધન્ય સહિત શાલિભદ્ર મુનિએ શિલાતળ ઉપર પ્રતિલેખના કરીને પાદપપગમ નામે અનશન અંગીકાર કર્યું. અહીં શાળિભદ્રની માતા ભદ્રા અને શ્રેણિક રાજા તેજ વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org