Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૮૮]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું ભક્તિયુક્ત ચિત્તે શ્રી વીરપ્રભુની પાસે આવ્યા. પ્રભુને નમસ્કાર કરીને ભદ્રાએ પૂછ્યું કે “હે જગપતિ! ધન્ય અને શાલિભદ્ર મુનિ કયાં ગયા? તેઓ અમારે ઘેર ભિક્ષાને માટે કેમ ન આવ્યા?” સર્વજ્ઞ બોલ્યા કે-“તે મુનિઓ તમારે ઘેર વહેરવા માટે આવ્યા હતા, પણ તમે અહિં આવવાની વ્યગ્રતામાં હતા, તેથી તમારા જાણવામાં આવ્યા નહીં. પછી તમારા પુત્રની પૂર્વ જન્મની માતા ધન્યા નગર તરફ આવતી હતી, તેણીએ તેમને દધિ વહરાવ્યું, તેનાવડે પારણું કરીને મહાસત્ત્વધારી તે બંને મુનિઓએ સત્વર સંસારથી છુટવાને માટે હમણાજ વૈભારગિરિપર જઈ અનશન ગ્રહણ કર્યું છે. તે સાંભળી ભદ્રા શ્રેણિકરાજાની સાથે તત્કાળ વૈભારગિરિ પર આવી, ત્યાં તે બંને મુનિઓ જાણે પાષાણુવડે ઘડેલા હોય તેમ સ્થિર રહેલા તેના જેવામાં આવ્યા. તેમના કષ્ટને જેતી અને પૂર્વના સુખને સંભારતી ભદ્રા પ્રતિધ્વનિથી વૈભારગિરિને પણ રોવરાવતી હોય તેમ રોવા લાગી. તે બોલી કે-“હે વત્સ! તમે ઘેર આવ્યા તેપણ અભાગિણીએ પ્રમાદથી તમને જાણ્યા નહીં, તેથી મારી ઉપર અપ્રસન્ન થાઓ નહીં. જો કે તમે તે અમારો ત્યાગ કર્યો છે, પણ કઈવાર તમે મારી દ્રષ્ટિને તે આનંદ આપશે એવો પ્રથમ મારો મને રથ હતો. પણ હે પુત્ર! આ શરીરત્યાગના હેતુરૂપ આરંભથી તમે હવે મારે એ મનોરથ પણ ભાંગવાને ઉઘુક્ત થયા જણાઓ છે. હે મુનિઓ! તમે જે આ ઉગ્ર તપ આરંવ્યું છે, તેમાં હું વિહ્મરૂપ થતી નથી, પણ મારું મન આ શિલાતળની જેમ અતિશે કઠોર થયેલું છે.” પછી શ્રેણિક રાજા બેલ્યા કે-“હે ભદ્ર! આ હર્ષને સ્થાને રૂદન કેમ કરે છે? તમારા પુત્ર આ મહાસત્ત્વવાનું હોવાથી તમે એકજ સર્વ સ્ત્રીઓમાં ખરા પુત્રવતી છે. આ તત્વજ્ઞ મહાસત્તાધારી પુરૂષે તૃણની જેમ લકમીને છેડીને સાક્ષાત્ મોક્ષપદ જેવા પ્રભુના ચરણને અંગીકાર કર્યા છે. હે મુગ્ધ! આ મહાશય જગતસ્વામીના શિષ્યને ઘટે એવું તપ આચરે છે, તેમાં તમે સ્વભાવથી વૃથા પરિતાપ શા માટે કરે છે?” રાજાએ આ પ્રમાણે પ્રતિબોધ કર્યો તેથી ભદ્રા તે મુનિઓને વાંધી ખેદયુક્ત ચિત્ત પોતાને ઘરે ગઈ અને શ્રેણિકરાજા પણ પોતાને સ્થાને ગયા.
તે બંને ધન્ય અને શાલિભદ્ર કાળ કરી સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં હર્ષરૂપ સાગરમાં મગ્ન થયા હતા તેત્રીશ સાગરોપમને આયુષ્ય દેવપણે ઉત્પન્ન થયા.
इत्याचार्य श्री हेमचंद्रसूरिविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये
दशम पर्वणि दशार्णभद्र शालिभद्र-धन्य चरित
વિનો નામ રામ: સઃ + ૧૦ ||
9099999999999999999999999999999 800080000000000000000000000006666666
9 999999999999999999999999999999 6 6666666666666666666666666666666640
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org