Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૮૬]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું રથમાં બેસી ત્યાં આવ્યો. આચાર્યને તથા બીજા સાધુઓને વાંદીને આગળ બેઠો. સૂરિ દેશના આપી રહ્યા પછી તેણે પૂછ્યું કે, “હે ભગવન! કેવા કર્મથી રાજા સ્વામી ન થાય?” મુનિ બેલ્યા-જેઓ દીક્ષા ગ્રહણ કરે તેઓ આ બધા જગતના પણ સ્વામી થાય છે.” શાલિભદ્રે કહ્યું કે, “જે એમ છે તે તો હું ઘેર જઈ મારી માતાની રજા લઈને દીક્ષા લઈશ.” સૂરિ બોલ્યા કે–“ધર્મકાર્યમાં પ્રમાદ ન કરે.” પછી શાલિભદ્ર ઘેર ગયો અને માતાને નમસ્કાર કરીને કહ્યું કે, “હે માતા! આજે શ્રી ધર્મઘોષ સૂરિના મુખકમળથી મેં ધર્મ સાંભળ્યું છે કે, જે ધર્મ આ સંસારના સર્વ દુઃખથી મૂકાવાના ઉપાય રૂપ છે.” ભદ્રા બોલી કે-“વત્સ! તે ઘણું સારું કર્યું, કેમકે તું તેવા ધમી પિતાનોજ પુત્ર છું.” આ પ્રમાણે હર્ષથી શાલિભદ્રની પ્રશંસા કરી. પછી શાલિભદ્રે કહ્યું કે– માતા! જો એમ હોય તે મારી ઉપર પ્રસન્ન થઈને મને રજા આપે; હું વ્રત ગ્રહણ કરીશ. કારણ કે હું તેવા પિતાનો પુત્ર છું.” ભદ્રા બોલી-વત્સતારો વ્રત લેવાનો ઉદ્યમ યુક્ત છે, પણ તેમાં તે નિરંતર લેઢાના ચણા ચાવવાના છે. તું પ્રકૃતિમાં સુકોમળ છે અને દિવ્ય ભેગથી લાલિત થયેલ છે, તેથી મોટા રથને નાના વાછડાઓની જેમ તું શી રીતે વ્રતના ભારને વહી શકીશ?” શાલિભદ્ર બેલ્યો-“હે માતા ભેગલાલિત થયેલા જે પુરૂષે વ્રતના કષ્ટને સહન કરે નહીં તેને કાયર સમજવા, માટે બધા કાંઈ તેવા હેતા નથી.” ભદ્રા બોલી-“હે વત્સ! જે તારો એજ વિચાર હોય તો ધીમે ધીમે-છેડે થોડે ભેગનો ત્યાગ કરી મનુષ્યના મલિનતા ગંધને સહન કર કે જેથી તે અભ્યાસ પડે, પછી વ્રત ગ્રહણ કરજે.” શાળિભદ્દે તે વચન સત્વર માન્ય કર્યું, અને તે દિવસથી દરરોજ એક એક સ્ત્રીને અને એક એક શય્યાને તજવા લાગ્યો.
તેજ નગરમાં ધન્ય નામે એક મટે ધનવાનું શેઠ રહેતો હતો કે જે શાલિભદ્રની કનિષ્ટ ભગિનીનો પતિ થતો હતો. પિતાના બંધુના આ ખબર સાંભળવાથી પોતાના પતિને હવરાવતાં શાળિભદ્રની બેનની આંખમાં આંસુ આવ્યા. તે જોઈ ધન્ય પૂછ્યું કે, “શા માટે રૂએ છે?” ત્યારે તે ગદ્ ગદુ અક્ષરે બોલી કે-“હે સ્વામી! મારા ભાઈ શાળિભદ્ર વ્રત લેવાને માટે પ્રતિદિન એક એક સ્ત્રી અને એક એક શમ્યા તજી દે છે, તેથી હું રૂદન કરૂં છું.” તે સાંભળી ધન્ય મશ્કરીમાં કહ્યું કે, “જે એવું કરે તે તો શિયાળના જે બીકણું ગણાય, તેથી તારો ભાઈ પણ હીનસત્વ લાગે છે.” તે સાંભળી તેની બીજી સ્ત્રીઓ હાસ્યમાં બેલી ઉઠી કે-“હે નાથ! જે વ્રત લેવું સહેલું છે તે તમે કેમ નથી લેતા?” ધન્ય બેલ્યો કે મને વ્રત લેવામાં તમે વિનરૂપ હતી, તે આજે પુણ્ય યોગે અનુકૂળ થઈ તો હવે હું સત્વર વ્રત લઈશ.” તે બોલી કે–પ્રાણેશ! પ્રસન્ન થાઓ, અમે તે મશ્કરીમાં કહેતી હતી.” સ્ત્રીઓનાં આવાં વચનના ઉત્તરમાં “આ સ્ત્રી અને દ્રવ્ય વિગેરે સર્વ અનિત્ય છે, નિરંતર ત્યાગ કરવાને યોગ્ય છે, માટે હું તો અવશ્ય દીક્ષા લઈશ.” આ પ્રમાણે બોલતો ધન્ય તરતજ ઉભે થયે; એટલે અમે પણ તમારી પાછળ દીક્ષા લઈશું.” એમ સર્વ સ્ત્રીઓ બેલી. પિતાના આત્માને ધન્ય માનનારા મહા મનસ્વી ધન્ય તેમાં સંમતિ આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org