________________
સગ ૧૦ મ ] દશાર્ણભદ્ર અને શાલિભદ્રનું ચરિત્ર
[૧૮૫ જેવાથી થયેલા વિસ્મયવડે વિકસિત નેત્ર કરતા રાજાએ ગૃહમાં પ્રવેશ કર્યો; અને ચેથામાળ સુધી ચડી સુશોભિત સિંહાસનને અલંકૃત કર્યું. પછી ભદ્રાએ સાતમી ભૂમિકા (માળ) ઉપર રહેલા શાલિભદ્ર પાસે જઈને કહ્યું કે, “પુત્ર! શ્રેણિક અહિં આવેલ છે, તો તું તેને જેવાને ચાલ.” શાળિભદ્ર બોલ્યો-“માતા! તે બાબતમાં તમે સર્વ જાણે છે, માટે જે મૂલ્ય આપવા યોગ્ય હોય તે તમે આપ. મારે ત્યાં આવીને શું કરવું છે?” ભદ્રા બેલી–“પુત્ર! શ્રેણિક એ કાંઈ ખરીદવાનો પદાર્થ નથી, પણ તે તો બધા લોકોનો અને તારો પણ સ્વામી છે.” તે સાંભળી શાળિભદ્દે ખેદ પામ્યા છતા ચિંતવ્યું કે, “મારા આ સાંસારિક ઐશ્વર્યને ધિક્કાર છે કે જેમાં મારે પણ બીજે સ્વામી છે; માટે મારે સપની ફણ જેવા આ ભેગથી હવે સયું. હવે તો હું શ્રીવીરપ્રભુના ચરણમાં જઈ સત્વર ત્રત ‘ગ્રહણ કરીશ.” આ પ્રમાણે તેને ઉત્કટ સંવેગ પ્રાપ્ત થયે, તથાપિ માતાના આગ્રહથી તે સ્ત્રીઓ સહિત શ્રેણિક રાજા પાસે આવ્યો અને વિનયથી રાજાને પ્રણામ કર્યા. રાજા શ્રેણિકે તેને આલિંગન કરી સ્વપુત્રવત પિતાના ખોળામાં બેસાર્યો. અને સ્નેહથી મસ્તક સુધી ક્ષણવાર હર્ષાશ્રુ મૂકયા. પછી ભદ્રા બોલી કે-“હે દેવ ! હવે એને છોડી દ્યો. એ મનુષ્ય છે છતાં મનુષ્યના ગંધથી બાધા પામે છે. તેના પિતા દેવતા થયા છે, તે સ્ત્રીઓ સહિત પિતાના પુત્રને દિવ્ય વેષ, વસ્ત્ર તથા અંગરાગ વિગેરે પ્રતિદિન આપે છે. તે સાંભળી રાજાએ શાલિભદ્રને રજા આપી એટલે તે સાતમી ભૂમિકાએ ગયો.
પછી ભદ્રાએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે, આજે તે અહિંજ ભેજન લેવા કૃપા કરો.” ભદ્રાના આગ્રહથી રાજાએ તે વાત સ્વીકારી, એટલે તત્કાળ ભદ્રાએ સર્વ રસોઈ તૈયાર કરાવી. “શ્રીમાનને શું સિદ્ધ ન થાય?” પછી રાજાએ સ્નાનને યોગ્ય તેલ જલ અને ચૂર્ણ વડે સ્નાન કર્યું. સ્નાન કરતાં તેની આંગળીમાંથી એક મુદ્રિકા ગૃહવાપિકામાં પડી ગઈ. રાજા આમ તેમ તેને શોધવા લાગ્યો, એટલે ભદ્રાએ દાસીને આજ્ઞા આપી કે, “વાપિનું જળ બીજી તરફ કાઢી નાખ.” તેમ કરતાં તે વાપિકામાં દિવ્ય આભરની મધ્યમાં પોતાની ફીકી દેખાતી મુદ્રિકા જોઈને રાજા વિસ્મય પામી ગયો. રાજાએ પૂછયું કે-આ બધું શું છે?' દાસી બોલી કે-“દરરોજ શાલિભદ્રના અને તેની સ્ત્રીઓના નિર્માલ્ય આભરણે કાઢી નાખવામાં આવે છે તે આ છે.” તે સાંભળી રાજાએ વિચાર્યું કે “સર્વથા આ શાલિભદ્રાને ધન્ય છે તેમજ મને પણ ધન્ય છે કે, જેના રાજ્યમાં આવા ધનાઢ્ય પુરૂષ પણ વસે છે, પછી રાજાઓના અગ્રેસર શ્રેણિક રાજાએ પરિવાર સહિત ભેજન કર્યું. જમ્યા પછી વિચિત્ર અલંકારો અને વસ્ત્રોથી અચિંત થઈને રાજા પિતાના રાજમહેલમાં ગયા.
હવે શાલિભદ્ર સંસારથી મુક્ત થવાના વિચાર કરતે હતો, તેવામાં તેના ધમમિત્રે આવીને વિજ્ઞપ્તિ કરી કે-“ચતુર્ણાનધારી અને સુર અસુરે નમસ્કાર કરેલા જાણે મૂર્તિમાન ધર્મ હોય તેવા ધર્મઘોષ નામના મુનિ ઉદ્યાનમાં પધાર્યા છે. તે સાંભળી શાળિભદ્ર હર્ષથી D - 24,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org