________________
સગ ૧૦ મા]
દશાણુ ભદ્ર અને ધનાશાલિભદ્ર ચરિત્ર
[ ૧૮૩
રાજગૃહ નગરની નજિક શાળિ નામે ગ્રામમાં કાઈ ધન્યા નામની સ્ત્રી આવીને રહી હતી. તેને બધે વશ ઉચ્છેદ થઈ ગયા હતા. માત્ર સંગમક નામના એક પુત્ર રહ્યો હતા, તેને તે સાથે લાવી હતી. કેમકે “ ગમે તેવા દુઃખમાં પણુ પાતાના ઉદરથી થયેલું સ ંતાન છેડી દેવુ અશકત્ર છે.” તે સંગમક ત્યાં રહ્યો છતા નગરજનેાના વાછરડા ચારતા હતા. “ ગરીબ છે.કરાને આવી મૃદુ આજીવિકા ઘટિત છે.” એક વખતે કેાઈ પર્વોત્સવને દિવસ આવ્યા, તે સમયે ઘેર ઘેર પાયસાન્નના ભાજન થતાં સગમકના જોવામાં આવ્યાં, તેથી તે મુગ્ધ બાળકે ઘેર જઈ પેાતાની ટ્વીન માતા પાસે પાયસાનની માગણી કરી. તે મેલી ‘ પુત્ર! હું દરિદ્રી છું, મારી પાસે પાયસાન્ન કયાંથી હોય ?' જ્યારે અજ્ઞતાથી બાળકે વારંવાર તેવી માગણી કર્યો કરી ત્યારે ધન્યા પાતાના પૂર્વ વૈભવને સંભારતી તાર સ્વરે રૂદન કરવા લાગી. તેના રૂદન રૂ:ખથી જેમનું હૃદય વીધાયું છે એવી તેની પાાશણાએ તેની પાસે આવી તેના દુઃખનું કારણુ પૂછ્યું, એટલે ધન્યાએ ગદ્ગદ્ સ્વરે તેમને પેાતાના દુઃખનું કારણુ કહ્યું. પછી તે બધીએ મળીને તેને દુધ વિગેરે લાવી આપ્યું, એટલે તેણીએ ક્ષીર રાંધી, અને એક થાળમાં કાઢી પોતાના પુત્રને આપીને પોતે કોઈ ગૃહકાર્ય માં પડી. એ સમયે કાઈ માસક્ષપણધારી મુનિ પારણાને માટે અને સંગમકને ભવસાગરથી તારવાને માટે ત્યાં આવી ચડયા. તેમને જોતાંજ સગમક વિચાર કરવા લાગ્યા કે, આ સચેતન ચિંતામણુિ રત્ન, જ...ગમ કલ્પવૃક્ષ અને અપશુ કામધેનુ રૂપ મુનિમહારાજ મારા ભાગ્યથી આ વખતે આવી ચડયા તે બહુજ સારૂ થયુ, નહીં તો મારા જેવા ગરીબને આવા ઉત્તમ પાત્રને યાગ કયાંથી થાય ? મારા કોઈ ભાગ્યના યેાગે આજે ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રિવેણીને સ`ગમ થયા છે.' આ પ્રમાણે વિચાર કરી તેણે થાળમાં રહેલી બધી ક્ષીર મુનિને વહેારાવી દીધી. દયાળુ મુનિએ તેના અનુગ્રહને માટે ગ્રહણુ પણ કરી. મુનિ ઘરની બહાર નીકળ્યા એટલે ધન્યા ત્યાં આવી, અને થાળમાં ક્ષીર ન દેખવાથી પાતે આપેલી ક્ષીર પુત્ર ખાઈ ગયા હશે? એવું ધારી તેણે ફરીથી ખીજી આપી. તે ક્ષીર સંગમકે અતૃપ્તપણે કંઠ સુધી ખાધી, જેથી તેના અજીણુ વડે તેજ રાત્રે પેલા મુનિને સભારતો સ'ગમક મરણ પામ્યા.
:
મુનિદાનના પ્રભાવથી સંગમકના જીવ રાજગૃહી નગરીમાં ગાભદ્ર શેઠની ભદ્રા નામની સ્ત્રીના ઉદરમાં અવતર્યાં. ભદ્રાએ સ્વપ્નમાં પાકેલું. શાળીક્ષેત્ર જોયું. તેણીએ તે વાર્તા પતિને કહી, એટલે પતિએ ‘ પુત્ર થશે ’ એમ કહ્યું. પછી ‘હું દાનધમ વિગેરે સુકૃત્યા કરૂ” એવા ભદ્રાને દોહદ થયા. ભદ્ર બુદ્ધિવાળા ગાભદ્ર શેઠે તે હદ પૂર્ણ કર્યાં. સમય પૂર્ણ થતાં વિદુરગિરિની ભૂમિ જેમ રત્નને જન્મ આપે તેમ ભદ્રાએ ક્રિશાએના મુખને ઉદ્યોત કરનારા પુત્રરત્નને જન્મ આપ્યા. જોયેલા સ્વપ્નને અનુસારે માતાપિતાએ શુભ દિવસે તેનું શાળિભદ્ર એવું નામ પાડ્યું. પાંચ ધાત્રીઓએ પહેરેલા હારને પૃથ્વીપર લેાટાવતા છતા પ્રભુને વારવાર પ્રણામ કર્યાં. પાલન કરાતા તે પુત્ર અનુક્રમે મોટા થયા. કાંઈક ઉણા આઠ વર્ષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org