Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૯ ] હાલિકા પ્રસન્નચંદ્ર વિગેરેનાં ચરિત્ર
[૧૬૭ સર્વાર્થસિદ્ધ વિમાને જાય.” શ્રેણિકે પૂછયું કે, “ભગવંત! આપે ક્ષણના અંતરમાં બે જુદી જુદી વાત કેમ જણાવી?' પ્રભુ બોલ્યા કે-ધ્યાનના ભેદથી તે મુનિની સ્થિતિ બે પ્રકારની થઈ છે, તેથી મેં તેમ કહેલું છે. પ્રથમ મુંબની વાણીથી પ્રસન્નચંદ્ર મુનિ કપ પામ્યા હતા, અને પિતાના સામંત મંત્રી વિગેરેની સાથે મનમાં કોંધવડે યુદ્ધ કરતા હતા, તે વખતે તમે તેમને વંદના કરી હતી, તેથી તે વખતે તે નરકને ચગ્ય હતા. ત્યાંથી તારા અહિં આવવા પછી તેણે મનમાં વિચાર્યું કે, “હવે મારા આયુધ તો બધા ખુટી ગયા, માટે હવે તે હું શિરાણુથી શત્રુને મારૂં.' એવું ધારી તેણે પોતાનો હાથ માથે મૂક્યો. ત્યાં તે માથે લોચ કરેલે જાણી તેમને પોતાના વ્રતનું મરણ થયું. તેથી તત્કાળ “મને ધિક્કાર છે, મેં આ શું અકાય ચિંતવ્યું?” એમ તે પિતાના આત્માને નિંદવા લાગ્યા, અને તેની આલોચના પ્રતિક્રમણ કરીને પાછા પ્રશસ્ત ધ્યાનમાં સ્થિત થયા. તેથી તમારા બીજા પ્રશ્ન વખતે તે સર્વાર્થસિદ્ધિને એગ્ય થઈ ગયા.” આ પ્રમાણે વાત ચાલે છે, તેવામાં પ્રસન્નચંદ્ર મુનિની સમીપે દેવદુંદુભિ વિગેરેનો માટે કલકલ શબ્દ થતે સંભળાય તે સાંભળી શ્રેણિકે પ્રભુને પૂછયું “સ્વામી! આ શું થયું?” પ્રભુ બોલ્યા કે-ધ્યાનમાં સ્થિર થયેલા પ્રસન્નચંદ્ર મુનિને હમણુ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે અને દેવતાઓ તેના કેવળજ્ઞાનનો મહિમા કરે છે, તેથી દુંદુભિના નાદ મિશ્રિત આ હર્ષનાદ થાય છે.'
પછી શ્રેણિકે પૂછયું કે, “ભગવન! કેવળજ્ઞાન ક્યારે ઉછેદ પામશે એ વખતે મહા કાંતિવાળો વિદ્યુમ્ભાળી નામે બ્રહ્મલોકના ઇંદ્રનો સામાનિક દેવતા પિતાની ચાર દેવીઓની સાથે પ્રભુને નમવા આવ્યો. તેને બતાવીને પ્રભુ બોલ્યા કે, આ “પુરૂષથી કેવળજ્ઞાન ઉરછેદ પામશે, અર્થાત આ છેલ્લું કેવળજ્ઞાન પામશે. એટલે શ્રેણિકે પૂછયું કે, “શું દેવતાઓને પણ કેવળજ્ઞાન હોય છે?' પ્રભુ બોલ્યા-આ દેવ આજથી સાતમે દિવસે ચાવી તમારા નગરના નિવાસી ધનાઢય રાષભદત્તને પુત્ર થશે, અને પછી મારા શિષ્ય સુધર્માને જંબૂ નામે શિષ્ય થશે. તેને કેવળજ્ઞાન થયા પછી બીજું કઈ કેવળજ્ઞાન ઉપાર્જન કરશે નહીં.' શ્રેણિકે પૂછયું કે “હે નાથ! આ દેવને ચવવાને સમય નજીક છે, છતાં આ દેવાનું તેજ મંદ કેમ પડયું નથી? કારણે કે અંતકાળે દેવનું તેજ મંદ થાય છે.” પ્રભુ બોલ્યા- “હાલ તો આ દેવનું તેજ મંદ છે, પૂર્વના પુણ્યથી પ્રથમ આથી પણ ઉત્કૃષ્ટ તેજ હતું. આ પ્રમાણે પ્રશ્નોત્તર થયા પછી પ્રભુએ સર્વભાષાનુસારી વાણી વડે પાપને નાશ કરનારી ધર્મદેશના આપી.
તેવામાં કુષ્ટ રેગથી જેની કાયા ગળી ગઈ છે એ કઈ પુરૂષ ત્યાં આવ્યો અને તે પ્રભુને પ્રણામ કરી હડકાયા શ્વાનની જેમ પ્રભુની પાસે જમીન ઉપર બેઠા. પછી ચંદનની જેમ પિતાના પરથી તેણે પ્રભુના ચરણને વારંવાર નિઃશંકપણે ચર્ચિત કરવા માંડયા. તે જેઈને શ્રેણિક રાજા ક્રોધાયમાન થયા છતા વિચારવા લાગ્યા કે-“આ મહા પાપી જગતુસ્વામીની આવી મહા આશાતના કરે છે, તેથી તે અહીંથી ઉઠે ત્યારે જરૂર વધ કરવા યોગ્ય છે. એવામાં પ્રભુને છીંક આવી, એટલે તે કુષ્ટી બોલે કે-“મૃત્યુ પામે.” પછી રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org