Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૯ મે ] હાલિકા પ્રસન્નચંદ્ર વિગેરેનાં ચરિત્ર
[૧૬૫ ગામમાં ખેડુત થયું હતું અને તે કૃષિકમથી આજીવિકા ચલાવતો હતો. એક વખતે તે હળથી પૃથ્વીને ખેડવાને પ્રવતેલો હતો, તેવામાં શ્રી વીરપ્રભુ તે ગામે પધાર્યા. પ્રભુએ તેને બંધ કરવાને માટે ગૌતમને મોકલ્યા. ગૌતમે તે ખેડુત પાસે આવીને કહ્યું કે, “આ શું કરે છે?” તે બોલ્યો-“મારા ભાગ્યની પ્રેરણાથી આ ખેતી કરું છું.' ગૌતમે ફરીથી કહ્યું કે, “આવી ક્ષુદ્ર આજીવિકાથી જીવતાં તને શું ચિરકાળ સુખ થવાનું છે ! અરે ભદ્ર! કેવળ આ કષ્ટ તને આ ભવમાં જ પ્રાપ્ત થયું છે તેમ નથી, પણ આ ખેતીમાં થતી પારાવાર જીવહિંસાથી આવું કઈ બીજા ભવમાં પણ તને પ્રાપ્ત થશે. આ મહા આકરા કર્મના કષ્ટથી એક લાખમા અંશનું કષ્ટ પણ જે ધર્મકાર્યમાં કરાય તો તત્કાળ સર્વ કષ્ટનો અંત આવે છે.” આવાં ગૌતમસ્વામીનાં વચનો સાંભળી તે બે કે-“હે સ્વામી! તમે મને સારો બોધ આપે. હવે હું સંસારથી ઉદ્વેગ પામ્યો છું, માટે મને દીક્ષા આપો.” પછી “આ પ્રતિબોધ પામે છે, એવું જાણું ગૌતમે તરત જ તેને દીક્ષા આપી અને શ્રી વિરપ્રભુના ચરણ પાસે જવા માટે તેને લઈને ચાલ્યા. હાલિક (કૃષી વળ) મુનિએ તેમને પૂછયું કે, ભગવન! આપણે કયાં જવું છે?' ગૌતમ બોલ્યા- “હે સાધુ! મારા ગુરૂની પાસે જવું છે.” હાલિક મુનિ બેલ્યા કે-“તમારા જેવા બીજા કેઈ જણાતા નથી, તે છતાં તમારા પણ કોઈ ગુરૂ છે, તે તે કેવા હશે?” ગૌતમ કહ્યું કે, ચોત્રીશ અતિશય સહિત વિશ્વગુરૂ, સર્વજ્ઞ, શ્રી ચરમ તીર્થકર મારા ગુરૂ છે.” તે સાંભળી હાલિક મુનિએ સર્વજ્ઞ પ્રભુપર પ્રીતિ થવાવડે ત્યાંજ બેધિબીજ ઉપાર્જન કર્યું અને ગૌતમસ્વામીની પાછળ પાછળ ચાલ્યા. પ્રભુ પાસે જઈને પ્રભુએ જોતાંજ સિંહ વિગેરે પૂર્વભવના પ્રભુ સાથેના વૈરથી તેને ક્રોધ ઉત્પન્ન થયે, તેથી તેણે ગૌતમસ્વામીને પૂછ્યું કે-“હે ગુરૂ મહારાજ ! આ સામા બેઠા છે તે કેણું છે?” ગૌતમ બેલ્યા કે-એ મારા ધર્માચાર્ય જિનેશ્વર છે.' હાલિકે કહ્યું કે, “જે એ તમારા ગુરૂ હોય તો મારે તમારી સાથે પણ કાંઈ કામ નથી અને તમારી દીક્ષા પણ મારે જોઈતી. નથી.” એમ કહી રજોહરણ વિગેરે છોડી દઈને તરત જ તે ચાલ્યો ગયો અને પિતાના ક્ષેત્રમાં આવી પાછા હળ વિગેરે ગ્રહણ કર્યા.
ગૌતમે પ્રભુને નમીને પૂછયું કે, “ભગવન્! તમારા જેવા સમગ્ર લેકને આનંદ ઉત્પન્ન કરનારા પુરૂષ ઉપર પણ આને દ્વેષ ઉત્પન્ન થયે તે જોઈ મને આશ્ચર્ય થાય છે. હે નાથ! તમને જોતાં જ તેણે સ્વીકાર કરેલું ચારિત્ર પણ છેડી દીધું તેનું શું કારણ? વળી તે પ્રથમ તે મારી ઉપર પ્રીતિમાન હતું પણ “આ મારા ગુરૂ છે” એમ મેં જ્યારે કહ્યું ત્યારે તે મારે પણ ઠેષી થઈ ગયે તે શું?” પ્રભુ બેલ્યા-“ત્રિપૃષ્ટિના ભવમાં જે સિંહને માર્યો હતું, તેને જીવ એ ખેડુત થયેલ છે. તે વખતે ક્રોધથી ફડફડતા તે સિંહને, તું મારે સારથી હતો, તેથી તે સામવચને શાંત કર્યો હતો ત્યારથી તે મારી ઉપર દ્વેષી અને તારી ઉપર નેહી થયા હતા. તેથીજ એને બોધ કરવાને માટે મેં તને મોકલ્યો હતે.” આ પ્રમાણે કહી ભગવતે ત્યાંથી વિહાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org