Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૭૮ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પ ૧૦ મુ’ એવી તમારી આજ્ઞા છે. ‘આશ્રવ સંસારના હેતુ છે અને સંવર મેાક્ષના હેતુ છે? આ પ્રમાણે આહુતી મુષ્ટિ છે, અર્થાત્ મૂળ જ્ઞાન એટલુ જ છે, બાકી બીજો બધા તેના વિસ્તાર છે. આ પ્રમાણેની આજ્ઞાના આરાધનમાં તત્પર એવા અનંતા જીવા મેાક્ષ પામ્યા, અનંતા પામે છે અને અનંતા પામશે. ચિત્તની પ્રસન્નતાવડે દીનતાને છેડી દઈને માત્ર તમારી આજ્ઞાનેજ માનનારા પ્રાણીએ સČથા કરૂપ ૫જરમાંથી મુક્ત થાય છે.’’
આ પ્રમાણે જગદ્ગુરૂ શ્રીવીરપ્રભુની સ્તુતિ કરીને તે સંન્યાસી ચેાગ્ય સ્થાને બેસી દેવની જેમ અનિમેષ દૃએિ પ્રભુની દેશના સાંભળવા લાગ્યા. દેશના પૂણુ થયા પછી તે અંખડ સંન્યાસી રાજગૃહ નગર તરફ જવા તૈયાર થયા, એટલે પ્રભુએ તેને કહ્યું કે, ‘તું રાજગૃહમાં જઈને નાગ નામના રથકારની સ્રી સુલસાને અમારી આજ્ઞાથી કામળ વાણીવડે કુશળતા પૂછો.' પ્રભુની આજ્ઞાના સ્વીકાર કરી અંખડ આકાશમાર્ગે ઉડીને તત્કાળ રાજગૃહીમાં આન્યા. પછી સુલસાના ગૃહદ્વાર પાસે આવી ચિતવવા લાગ્યા કે– સુર, અસુર, અને નરેશ્વરાની નજરે પ્રભુએ સુલસાનેા પક્ષપાત કર્યાં, તેનું શું કારણ? માટે હું તેની પરીક્ષા કરૂં.' આ પ્રમાણે વિચારી જેને વૈક્રિયલબ્ધિ પ્રાપ્ત થયેલી છે એવા અબડે રૂપ ફેરવીને તેના ઘરમાં પ્રવેશ કર્યાં, અને ભિક્ષા માગી, સુલસાએ એવા નિયમ કર્યાં હતા કે, 'મારા હાથથી જે સુપાત્ર હાય તેનેજ ભિક્ષા આપવી,' તેથી તેણીએ આ યાચના કરતા તાપસને ભિક્ષા ન આપી. (દાસીને આપવા આજ્ઞા કરી. )
પછી અબડ રાજગૃહી નગરીની બહાર જઈ પૂર્વ તરફને દરવાજે બ્રહ્માનું રૂપ વિષુવીને બેઠા. તેણે પદ્માસન વાળ્યુ, ચાર બાહુ અને ચાર મુખ કર્યાં, બ્રહ્માસ, ત્રણ અક્ષસૂત્ર અને જટા મુગટ ધારણ કર્યાં, સાવિત્રીને સાથે રાખ્યા, અને પાસે હુંસનું વાહન ઉભું રાખ્યું. પછી ધર્મ ઉપદેશ કરીને સાક્ષાત્ બ્રહ્મા આવ્યા છે એમ માનનારા નગરજનાનાં મનને હરી લીધા. આ ખબર સાંભળી સખીજાએ આવીને સુલસાને કહ્યું કે, · આપણા નગરની બહાર સાક્ષાત્ બ્રહ્માં આવ્યા છે, માટે ચાલેા, જોવા જઈએ.' આ પ્રમાણે ઘણી રીતે ખેલાવી તા પશુ મિથ્યાસૃષ્ટિના પરિચયથી ભય પામતી સુલસા ત્યાં ન ગઈ.
બીજે દિવસે તે અબડે દક્ષિણ દિશાના દરવાજા બહાર ગરૂડપર બેસી, શંખ ચક્ર ગદા અને ખડ્ગને ધારણ કરી સાક્ષાત્ વિષ્ણુનુ રૂપ ધરીને બેઠા. લેાકેાને વ્યામેાહ કરનારા સાક્ષાત્ વિષ્ણુ પધાર્યાના ખબર સુલસાએ સાંભળ્યા તોપણ સમ્યગ્ દર્શનમાં નિશ્ચળ સુલસા ત્યાં ગઈ નહી..
ત્રીજે દિવસે અંખડ પશ્ચિમ દિશાને દરવાજે શકરનું રૂપ ધરીને બેઠા, તેમાં નીચે વૃષભનું વાહન રાખ્યુ, લલાટે ચંદ્રને ધારણ કર્યાં, પાવતીને સાથે રાખ્યા, ગજચમના વસ્ત્ર પહેર્યો, ત્રણ લેાચન કર્યા, શરીરે ભસ્મના અગરાગ કર્યાં, ભુજામાં ખટ્યાંગ, ત્રિશુલ અને પિનાક રાખ્યા, કપાળેાની રૂડમાળા ગળામાં ધારણ કરી અને ભૂતાના વિવિધ ગણા વિષુઓં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org