Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
મગ ૯ મ ]. હાલિક, પ્રસન્નચંદ્ર વિગેરેનાં ચારિત્ર
: [ ૧૭૭ એવું વિચારી બધા એક સાથે બેસી ગયા. પછી ઇંદ્રભૂતિએ અક્ષીણ મહાનસ લબ્ધિવડે તે સર્વને જમાડી દીધા, અને તેમને વિસ્મય પમાડીને પછી પોતે આહાર કરવા બેઠા.
જ્યારે તાપસો ભજન કરવા બેઠા હતા ત્યારે “આપણું પૂરા ભાગ્ય યોગથી શ્રી વીરપરમાત્મા જગદગુરૂ આપણને ધર્મગુરૂ તરિકે પ્રાપ્ત થયા છે, તેમજ પિતા જેવા આવા મુનિ બોધ કરનાર મળવા તે પણ બહુજ દુર્લભ છે, માટે આપણે સર્વથા પુણ્યવાન છીએ.” આ પ્રમાણે ભાવતાં શુષ્ક સેવાળભક્ષી પાંચસો તાપસને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દર વિગેરે પાંચસો તાપસોને દૂરથી પ્રભુના પ્રાતિહાર્ય જોતાં ઉજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તેમજ કૌડિન્ય વિગેરે પાંચસોને ભગવંતના દર્શન દૂરથી થતાં કેવળજ્ઞાન થયું. પછી તેઓ શ્રી વીરપ્રભુને પ્રદક્ષિણા કરી કેવળીની સભા તરફ ચાલ્યા, એટલે ગૌતમસ્વામી બોલ્યા કે આ વીરપ્રભુને વંદના કરે.” પ્રભુ બોલ્યા કે-ગૌતમ! કેવળીની આશાતના કરે નહીં. “ગૌતમે તરતજ મિથ્યા દુષ્કત આપી તેમને ખમાવ્યા. તે વખતે ગૌતમે ફરીથી ચિંતવ્યું કે, “જરૂર હું આ ભવમાં સિદ્ધિને પામીશ નહીં, કારણ કે હું ગુરૂકમી છું. આ મહાત્માઓને ધન્ય છે કે, જેઓ મારા દીક્ષિત છતાં જેમને ક્ષણમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આવી ચિંતા કરતા ગૌતમ પ્રતિ શ્રી વિરપ્રભુ બાલ્યા-”હે ગૌતમ! તીર્થકરાનું વચન સત્ય કે દેવતાનું ?' ગૌતમે કહ્યું, “તીર્થકરોનું.' ત્યારે પ્રભુ બોલ્યા “હવે અધર્ય રાખશે નહીં. ગુરૂને સ્નેહ શિષ્યની ઉપર શ્રીદળ ઉપરના તૃણની જેવો હોય છે તે તત્કાળ દૂર થઈ જાય છે, અને ગુરૂ ઉપર શિષ્યને હાય તેમ તમારો નેહ તો ઉનની કડાહ (ચટાઈ) જેવો દઢ છે. ચિરકાળના સંસર્ગથી અમારી ઉપર તમારો નેહ બહુ દૃઢ થયેલો છે, તેથી તમારું કેવળજ્ઞાન રૂંધાયું છે, તે નેહને જ્યારે અભાવ થશે ત્યારે પ્રગટ થશે.” પછી પ્રભુએ ગૌતમને અને બીજાને બંધ કરવાને માટે દ્રુમપત્રીય અધ્યયનની વ્યાખ્યા કરી.
ત્યાર પછી પ્રભુના ચરણની ઉપાસના કરનાર અંબડ નામે પરિવ્રાજક છત્રી અને ત્રીદંડ હાથમાં રાખીને ત્યાં આવ્યો. તે ત્રણ પ્રદક્ષિણા કરી પ્રભુને નમ્યો અને ભક્તિથી રોમાંચિત થઈ અંજલિ જેડી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગે“હે નાથ! હું તમારા ચિત્તમાં વતું, એવી તે વાર્તા પણ દુર્લભ છે, પણ જો તમે મારા ચિત્તમાં વર્નો તે પછી મારે બીજા કોઈનું પ્રયોજન નથી. છેતરવામાં તત્પર એવા અન્ય જન મૃદુ બુદ્ધિવાળા પુરૂષોમાં કેઈને કોપથી, કોઈને તૃષ્ટિથી અને કોઈને અનુગ્રહવડે છેતરે છે. તેવાઓ કહે છે કે-જે પ્રસન્ન ન થાય તેની પાસેથી શી રીતે ફળ મેળવી શકાય પરંતુ ચિંતામણિ વિગેરે અચેતન છે, તે પણ શું ફળ નથી આપતા ! હે વીતરાગ ! તમારી સેવા કરવા કરતાં પણ તમારી આજ્ઞા પાળવી તે વિશેષ ઉત્તમ છે, કેમકે તમારી આજ્ઞા આરાધી હોય તે મોક્ષને માટે થાય છે અને વિરાધી હોય તો સંસારને માટે થાય છે. તમારી આજ્ઞા અનાદિ કાળથી હેય અને ઉપાદેય ગોચર છે, એટલે કે આશ્રવ સર્વથા હેય છે અને સંવર સર્વથા ઉપાદેય છે. D - 23
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org