Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૭૬ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિત્ર
[ પ ૧૦ સું
"
"
દાહ થયા. તે વખતે આ પાપી પ્રતિજ્ઞાભ્રષ્ટ થયા' એવું ધારી તેના મંત્રી વિગેરેએ તેની ચિકિત્સા કરી નહીં, તેથી તે અતિ વ્યથાથી ચિતવવા લાગ્યા કે, જો હું આ સત્ર કોઈ પણ પ્રકારે નિમન કરૂ તો પ્રાતઃકાળે આ બધા અધિકારીઓને કુટુંબ સહિત મારી નંખાવું.’ આવી રીતે કૃષ્ણલેશ્યાથી અને મહા રૌદ્રધ્યાનથી તે મૃત્યુ પામીને સાતમી નારકે અપ્રતિષ્ઠાન નરકાવાસમાં ઉત્પન્ન થયા.
અહિ' પુડરીક મુનિ ચિતવવા લાગ્યા કે “સારું ભાગ્યે ચિરકાળ થયા ઈચ્છેલા યતિષમ મને પ્રાપ્ત થયા છે, તો હવે તેને ગુરૂની સાક્ષીએ ગ્રહણ કરૂ.” આવું ધારી ગુરૂની પાસે જવા ચાલ્યા. ગુરૂની સમીપે જઈ ત્રત ગ્રહણ કરીને પુંડરીક મુનિએ અઠ્ઠમનુ પારણુ કર્યું; પર ંતુ નિરસ, ટાઢા અને લુખા આહાર લેવાથી તેમજ ગુરૂ પાસે આવવા માટે ઉતાવળા ચાલ્યા આવવાથી, કોમળ ચરણમાંથી નીકળતા રૂધિરથી બહુ પરિશ્રમ પામતાં ગામની અંદર જઈ ઉપાશ્રય માગી અતિ ખેદથી ઘાસના સથારાપર સુતા, દીક્ષા લીધા છતાં ‘હું ગુરૂની પાસે જઈ કયારે દીક્ષા લઉં... ? ' એવુ જ ચિંતવન કરતા છતા તેજ રાત્રિએ આરાધન કરી શુભ ધ્યાનપરાયણપણે પુષ્ટ અંગેજ મૃત્યુ પામી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં ઉત્પન્ન થયા. તેથી હું સભાનેા ! તપસ્વીઓને કૃશપણું હોય કે પુષ્ટપણું હાસ એવું કાંઈ પ્રમાણુ નથી. શુલ ધ્યાનજ પરમ પુરૂષાર્થનુ કારણભૂત છે.’ આ પ્રમાણે ગૌતમસ્વામીએ કહેલુ' પુ'ડરીકનુ' અધ્યયન પાસે બેઠેલા વૈશ્રવણના સામાનિક દેવે એક નિષ્ટાથી શ્રવણુ કર્યુ”. વૈશ્રમણે પણ સમકિત પ્રાપ્ત કર્યું" અને ગૌતમસ્વામીએ પાતાને અભિપ્રાય જાણી લીધો તેથી હર્ષ પામી તે પેાતાના સ્થાન પ્રત્યે ગયા.
*
આ પ્રમાણે દેશના આપી બાકીની રાત્રિ ત્યાંજ નિગમન કરી ગૌતમસ્વામી પ્રાતઃકાળે તે પર્વત ઉપરથી ઉતરવા લાગ્યા, એટલે રાહ જોઈ રહેલા પેલા તાપસાના જોવામાં આવ્યા. તાપસાએ તેમની પાસે આવી પ્રણામ કરીને કહ્યું કે, હું તપેાનિધિ મહાત્મા ! અમે તમારા શિષ્યા થઈએ અને તમે અમારા ગુરૂ થાઓ.' ગૌતમસ્વામી ખેલ્યા કે– સજ્ઞ પરમેશ્વર મહાવીર પ્રભુ છે તેજ તમારા ગુરૂ થાઓ.' પછી તેઓએ ઘણા આગ્રહ કર્યા, એટલે ગૌતમે ત્યાંજ તેને દીક્ષા આપી. દેવતાએ તરતજ તેને યતિલિંગ આપ્યુ’. પછી વિધ્યગિરિમાં યૂથપતિ સાથે જેમ બીજા હાથીએ ચાલે તેમ તેઓ ગૌતમસ્વામીની સાથે પ્રભુની પાસે જવા ચાલ્યા. માગમાં કોઈ ગામ આવતાં ભિક્ષાનો સમય થયેા એટલે ગૌતમ ગણધરે તાપસ મુનિઓને પૂછ્યું કે ‘તમારે માટે પારણું કરવા શું ઈષ્ટ વસ્તુ લાવું?” તેમણે કહ્યું કે, ‘ પાયસાન્ત લાવો. ’ એટલે ગૌતમસ્વામી લબ્ધિની સપત્તિથી પેાતાના ઉંદરનું પાષણ થાય તેટલી ક્ષીર એક પાત્રમાં લાવ્યા. પછી ઈંદ્રભૂતિ ગૌતમ ખેલ્યા-હે મહિષ એ ! સૌ એસી જાએ અને આ પાયસાન્નથી સર્વે પારણુ કરા.’ એટલે ‘આટલા પાયસાનથી શું થશે ?' એમ સના મનમાં આવ્યુ, તથાપિ ‘આપણા ગુરૂની આજ્ઞા આપણે માનવી જોઇએ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org