________________
૧૭૪].
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું ગિરિ ઉપર ચડવા આવ્યા હતા. તેમાં પાંચસે તપસ્વીઓ ચતુર્થ તપ કરી આ કંદાદિનું પારણું કરતાં છતા અષ્ટાપદની પહેલી મેખલા સુધી આવ્યા હતા. બીજા પાંચસો તાપસો છઠ્ઠ તપ કરી સુકા કંદાદિનું પારણું કરતા છતા બીજી મેખલા સુધી આવ્યા હતા, ત્રીજા પાંચસે તાપસૌ અઠ્ઠમ તપ કરી સુકી સેવાલનું પારણું કરતા છતા ત્રીજી મેખલા સુધી આવ્યા હતા. ત્યાંથી ઉંચે ચડવાને અશક્ત થવાથી તે ત્રણે સમૂહ પહેલી, બીજી ને ત્રીજી મેખળાએ અટકી રહ્યા હતા. તેવામાં સુવર્ણ જેવી કાંતિવાળા અને પુષ્ટ આકૃતિવાળા ગૌતમને તેમણે ત્યાં આવતા દીઠા. તેમને જોઈ તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે, “આપણે શરીરે કૃશ થઈ ગયા છીએ, તથાપિ અહિંથી આગળ ચડી શકતા નથી, તો આ સ્થલ શરીરવાળા મુનિ કેમ ચડી શકશે?' આ પ્રમાણે તેઓ વાતચિત કરે છે, તેવામાં તો ગૌતમ તે મહાગિરિપર ચડી ગયા અને ક્ષણમાં દેવની જેમ તેમનાથી અદશ્ય પણ થઈ ગયા. પછી તેઓ પરસ્પર બોલ્યા કે, “આ મહર્ષિની પાસે કઈ મહાશક્તિ છે, તેથી જે તે અહિં પાછા આવશે, તે આપણે તેના શિષ્ય થઈશું.’ આ નિશ્ચય કરી તે તાપસે એક ધ્યાને બંધુની જેમ આદરથી તેમના પાછા આવવાની રાહ જોઈને રહ્યા.
અહિં ગૌતમસ્વામીએ ભરતેશ્વરે કરાવેલા નંદીશ્વર દ્વીપના ચૈત્ય જેવા ચૈત્યમાં પ્રવેશ કર્યો, અને તેમાં રહેલા ચોવીશ તીર્થંકરના અનુપમ બિંબને તેણે ભક્તિથી વંદના કરી. પછી ચૈત્યમાંથી નીકળીને ગૌતમ ગણધર એક મોટા અશોકવૃક્ષ નીચે બેઠા. ત્યાં અનેક સુર અસુર અને વિદ્યાધરાએ તેમને વંદના કરી. ગૌતમે તેમને યોગ્યતા પ્રમાણે ધર્મદેશના આપી અને તેમણે પૂછેલા સંદેહ તર્કશક્તિ વડે કેવળીની જેમ દૂર કર્યા. દેશના આપતાં પ્રસંગે પાત તેમણે જણાવ્યું કે, “સાધુઓ શરીરે શિથિલ થઈ ગયા હોય છે, અને તેઓ ગ્લાનિ પામી જવાથી માત્ર જીવસત્તાવડે ધ્રૂજતા ધૃજતા ચાલે એવા થઈ જાય છે.” ગૌતમસ્વામીનાં આવાં વચન સાંભળી વૈશ્રવણ (કુબેક) તેમના શરીરની સ્થલતા જોઈ તે વચન તેમનામાં જ અઘટિતા જાણી જરા હ. તે વખતે મન:પર્યાવજ્ઞાની ઈંદ્રભૂતિ તેના મનને ભાવ જાણી બોલ્યા કે
મુનિપણામાં કાંઈ શરીરની કૃશતાનું પ્રમાણ નથી. પણ શુભ ધ્યાનવડે આત્માને નિગ્રહ કરો તે પ્રમાણ છે. તે ઉપર એક કથા છે તે આ પ્રમાણે –
આ જંબુદ્વિીપમાં મહાવિદેહક્ષેત્રના આભૂષણરૂપ પુષ્કલાવતી નામના વિજયમાં પુંડરીકિણી નામે નગરી છે. ત્યાં મહાપદ્ધ નામે રાજા હતો, તેને પદ્માવતી નામે પ્રિયા હતી. તેને પુંડરીક અને કંડરીક નામે બે પુત્રો તેને થયા હતા. એક વખતે નલિનીન નામના ઉદ્યાનમાં કઈ સાધુઓ પધાર્યા. તેમની પાસે મહાપા રાજાએ ધર્મ સાંભળો, તેથી પ્રતિબોધ પામી પુંડરીકને રાજ્ય ઉપર બેસારી મહાપદ્ધરાજાએ વ્રત ગ્રહણ કર્યું. અનુક્રમે કેવળજ્ઞાન પામીને તે મોક્ષે ગયા. એક વખતે ફરીને કેટલાક મુનિએ પુંડરીકિણી નગરીએ આવ્યા, એટલે પુંડરીક અને કંડરીક તેમની પાસે ધર્મ સાંભળવા ગયા. તેમાં પુંડરીક ભાવયતિ થઈને ઘેર આવ્યો અને મંત્રીઓની સમક્ષ કંડરીકને બોલાવીને આ પ્રમાણે કહાં કે, “વત્સ! તું આ પિતાના રાજ્યને ગ્રહણ કર, હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org