Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સ ૯ મા]
હાલિકા પ્રસન્નચંદ્ર વિગેરેના ચરિત્ર
[ ૧૭૩
કસાઇનુ કામ છેડાવ્યુ છે.' સજ્ઞ પ્રભુ મેલ્યા કે, ‘હે રાજન! તેણે અધકૃપમાં પણ મૃત્તિકાના પાંચસેા પાડા બનાવીને હણ્યા છે.' તત્કાળ શ્રેણિકે જઈને જોયું તો તે પ્રમાણે જોવામાં આવ્યું, એટલે તેને બહુ ઉદ્વેગ થયા કે, મારા પૂર્વ કમને ધિક્કાર છે, તેવા દુષ્કર્મના યાગથી ભગવતની વાણી અન્યથા થશે નહી.'
*
સુરાસુરાએ સેવાતા શ્રી વીરપ્રભુ ત્યાંથી વિહાર કરીને પરિવાર સાથે પૃષ્ટ પાનગરીએ પધાર્યા. ત્યાં સાલ નામે રાજા અને મહાસાલ નામે યુવરાજ તે મને બંધુ, ત્રિજગના બધુ શ્રી વીરપ્રભુને વાંઢવાને આવ્યા. પ્રભુની દેશના સાંભળીને તે બંને પ્રતિબાધ પામ્યા, એટલે યશામતી અને પિઠરને ગાગલી નામે પુત્ર કે જે તેમના ભાણેજ થતો હતો, તેનો રાજ્ય ઉપર અભિષેક કર્યાં; અને તે બંનેએ સ`સારવાસથી વિરક્ત . થઈ ને શ્રી વીરપ્રભુના ચરણકમળમાં જઈ દીક્ષા લીધી. ભગવંત શ્રી વીરપ્રભુ કાળાંતરે વિહાર કરતાં કરતાં પરિવાર સાથે ચેાત્રીશ અતિશય સહિત ચ‘પાપુરીએ :પધાર્યા. પ્રભુની આજ્ઞા લઈ ને ગૌતમસ્વામી સાલ અને મહાસાલ સાધુની સાથે પૃષ્ટચ'પાનગરીએ ગયા. ત્યાં ગાગલી રાજાએ ભક્તિથી ગૌતમ ગણધરને વંદના કરી, તેમજ તેના માતાપિતા અને બીજા મત્રી વિગેરે પૌરજનોએ પણ તેમને વંદના કરી. પછી દેવતાએ રચેલા સુવર્ણના કમળ ઉપર બેસીને ચતુર્રાની ઇંદ્રભૂતિએ ધ દેશના આપી. તે સાંભળી ગાગલી પ્રતિબેાધ પામ્યા; એટલે પાતાના પુત્રને રાજ્ય ઉપર બેસારી પાતાના માતાપિતા સહિત તેણે ગૌતમસ્વામીની પાસે દીક્ષા લીધી. તે મુનિએથી અને સાલ મહાસાલથી પરિવૃત્ત થયેલા ગૌતમસ્વામી ચંપાનગરીમાં પ્રભુને વાંદવા ચાલ્યા. ગૌતમસ્વામીની પાછળ ચાલ્યા આવતાં માર્ગોમાં શુભ ભાવનાથી તે પાંચેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સવ ચંપાપુરીમાં આવ્યા. તેઓએ પ્રભુને પ્રદક્ષિણા કરી, અને ગૌતમસ્વામીને પ્રણામ કર્યા. પછી તીને નમીને તે પાંચે કેળળીની પદામાં ચાલ્યા, ગૌતમે કહ્યું કે પ્રભુને વંદના કરી, ’ પ્રભુ ખેલ્યા કે ગૌતમ! કેવળીની આશાતના કરેા નહી, ' તત્કાળ ગૌતમે મિથ્યાદુષ્કૃત આપી તેમને ખમાવ્યા.
પછી ગૌતમ ખેદ પામીને ચિતવવા લાગ્યા કે, શું મને કેવળજ્ઞાન ઉત્પન્ન નહિ થાય? શુ હું આ ભવમાં સિદ્ધ નહીં થાઉ... ? ' આવેા વિચાર કરે છે તેવામાં ‘ જે અષ્ટાપદ ઉપર પેાતાની લબ્ધિવડે જઈ ત્યાં રહેલા જિનેશ્વરને નમી એક રાત્રિ ત્યાં રહે, તે તેજ ભવમાં સિદ્ધિને પામે.’ આ પ્રમાણે અરિહંત ભગવતે દેશનામાં કહ્યું છે, એમ પેાતાને દેવતાઓએ કહેલું તે સભારી, દેવવાણીની પ્રતીતિ આવવાથી તત્કાળ ગૌતમસ્વામીએ અષ્ટાપદ ઉપર રહેલા જિનબિંબાના દર્શન માટે ત્યાં જવાની ઈચ્છા કરી. ત્યાં ભવિષ્યમાં તાપસાને પ્રતિબધ થવાના જાણી પ્રભુએ ગૌતમને અષ્ટાપદ તીથૅ તીથ કરાને વાંઢવા જવાની આજ્ઞા આપી. પેાતાની ઈચ્છા પ્રમાણે પ્રભુની આજ્ઞા મળવાથી ગૌતમ હર્ષ પામ્યા અને ચારણલબ્ધિથી વાયુ જેવા વેગવર્ડ ક્ષણમાં અષ્ટાપદ સમીપે આવી પહેાંચ્યા. એ અરસામાં, કૌડિન્ય, દત્ત અને સેવાલ વિગેરે પદરસા તપસ્વીએ અષ્ટાપદને મેાક્ષના હેતુ સાંભળી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org