Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૬૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૧૦ મું શ્રેણિકને છીંક આવી એટલે તે બોલ્યો કે, “ઘણું જીવો. થોડીવારે અભયકુમારને છીંક આવી એટલે તે બોલ્યો કે “જીવો કે મરો. પછી કાળસૌકરીને છીંક આવી એટલે બે કે-“જીવ નહીં અને મર પણ નહીં.” પ્રભુને માટે “મૃત્યુ પામે” એમ કહ્યું એ વચન સાંભળીને ક્રોધ પામેલા શ્રેણિક રાજાએ પોતાના સુભટોને આજ્ઞા કરી કે-“જ્યારે આ કુષ્ટી અહિંથી ઉઠે ત્યારે તેને પકડી લેજે. દેશના સમાપ્ત થઈ એટલે તે કુટી પ્રભુને નમીને ઉઠયો, તે વખતે કિરાત લોકો જેમ ડુકરને ઘેરી લે તેમ શ્રેણિકના સુભટોએ તેને ઘેરી લીધે; પરંતુ તેઓના દેખાતાં તે ક્ષણવારમાં દિવ્ય રૂપને ધારણ કરી સૂર્યના બિંબને પણ નિસ્તેજ કરતો છતો આકાશમાં ઉડી ગયે. સુભટેએ તે વાત શ્રેણિક રાજાને કરી એટલે રાજાએ વિસ્મય પામીને પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે, “હે પ્રભુ! તે કુષ્ટી કોણ હતો. પ્રભુ બોલ્યા કે“તે દેવ હતો.” રાજાએ ફરીવાર સર્વજ્ઞને પૂછયું કે ત્યારે તે કુષ્ટી શા માટે થયો હતો?” પ્રભુએ કહ્યું કે, “તેની વાર્તા આ પ્રમાણે છે –
આ વિશ્વમાં પ્રખ્યાત એવી કૌશાંબી નામની નગરીમાં શતાનીક નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરીમાં સેતુક નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે કાયમના દરિદ્રીપણાની સીમા અને મૂખપણને અવધિ હતો. અન્યદા તેની સ્ત્રી સગર્ભા થઈ, તેથી તે બ્રાહ્મણીએ સેતુકને કહ્યું કે, “ભટજી! મારી સુવાવડને માટે ઘી લઈ આવો, તે સિવાય મારાથી વ્યથા સહન થશે નહીં.” તે બોલ્ય-પ્રિયા ! મારામાં એવી કાંઈ પણ કુશળતા કે કળા નથી, કે જેથી મને કાંઈ પણ પ્રાપ્ત થાય; કેમકે ધનાઢય પુરૂષે કળાથીજ ગ્રાહ્ય થાય છે.” તે બોલી કે- જાઓ, કોઈ રાજાની પાસે યાચના કરે; પૃથ્વીમાં રાજા જેવું બીજું કલ્પવૃક્ષ નથી. તે વાત કબુલ કરીને સેક તે દિવસથી પુષ્ક ફળ વિગેરેથી રત્નચ્છ જેમ સાગરને સેવે તેમ રાજાને સેવવા લાગ્યા. અન્યદા ચંપાનગરીના રાજાએ વર્ષાઋતુ જેમ વાદળોથી આકાશને ઘેરે, તેમ અમિત સૈન્યથી કૌશાંબીને ઘેરી લીધી. શતાનીક રાજા રાફડામાં રહેલ સપની જેમ સૈન્ય સહિત કૌશાંબીની અંદર સમયની રાહ જોતો છતાં દરવાજા બંધ કરીને રહ્યો. કેટલેક કાળે ચંપાપતિ પિતાનું સૈન્ય બહુ સદાવાથી અને ઘણું મરણ પામી જવાથી વર્ષાઋતુમાં રાજહંસની જેમ પોતાના નગર તરફ જવા ચાલ્યો. તે સમયે પેલે સેતુક બ્રાહ્મણ પુષ્પાદિ લેવાને માટે ઉદ્યાનમાં જતો હતો તેના જોવામાં તે આવ્યો. સૈન્ય ક્ષીણ થઈ જવાથી પ્રભાતે નિસ્તેજ થયેલા નક્ષત્ર યુક્ત ચંદ્રની જેમ નિસ્તેજ થયેલે તેને જોઈને તે તત્કાળ શતાનીક રાજાની પાસે આવ્યો અને કહ્યું કે, “દાઢ ભંગ થયેલા સર્ષની જેમ તમારો શત્રુ ક્ષીણ બળવાળો થયો છતો પિતાના નગર તરફ જાય છે, તેથી જે હમણાજ તમે ઉઠી તેની પાછળ જશે તો તે સુખે ગ્રાહ્ય થઈ શકશે; કેમકે ભગ્ન થયેલે પુરૂષ બળવાન હોય તે પણ તેને પરાભવ કરી શકાય છે.” તેનાં વચનને યુક્ત માની શતાનીક રાજા તત્કાળ સર્વ બળવાન અને બાણની વૃષ્ટિ કરનાર પ્રધાન સૈન્યથી દારૂણ થઈને નગર બહાર નીકળે. તેને પાછળ આવતો જોઈ ચંપાપતિના સૈનિકે પાછું જોયા વગર નાસવા લાગ્યા. “અકસ્માતુ પડતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org