Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૭૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૧૦ મું તે બ્રાહ્મણે વિચાર્યું કે, મેં આ પુત્રને શ્રીમંત કર્યા ત્યારે હવે સમુદ્ર તરીને વહાણને તજી દે તેમ તેઓએ મને છોડી દીધો છે. તેઓ વાણીથી મને બોલાવતા પણ નથી; ઉલટા મારી ઉપર રોષ કરે છે. આવી રીતે વિચારી અસંતોષી અભવ્યની જેમ તે કુષ્ટી રોષ પામ્યો, તેથી તેણે નિશ્ચય કર્યો કે, “જેમ આ પુત્રો મારી જુગુપ્સા કરે છે, તેમ તેઓ પણ જુગુપ્સા કરવાને યોગ્ય થાય તેવી રીતે હું કરીશ.” પછી તેણે પોતાના પુત્રોને કહ્યું કે, “હે પુત્રો! હું હવે જીવવાથી ઉદ્વેગ પામી ગયો છું, પરંતુ આપણા કુળનો એ આચાર છે કે જે મરવાને ઈરછે તેણે પોતાના કુટુંબને એક મંત્રેલ પશુ આપવો, માટે મને એક પશુ લાવી આપો.” આવું તેનું વચન સાંભળી પશુની જેવા મંદ બુદ્ધિવાળા પુત્રોએ હર્ષથી એક પશુ તેને લાવી આપ્યું. પછી તેણે પિતાના અંગ ઉપરથી પરૂ લઈ લઈને તેની સાથે અન્નને ચાળી તે પશુને ખવરાવ્યું, કે જેથી તે પશુ પણ કુષ્ટી થઈ ગયો. પછી તે વિષે તે પશુને મારીને પોતાના પુત્રોને ખાવા આપે. પેલા મુગ્ધ અજ્ઞાની પુત્રો તેનો આશય જાણ્યા વગર તેને ખાઈ ગયા. પછી “હવે હું તીર્થે જઈશ” એમ કહી પુત્રોની રજા માગીને તે બ્રાહ્મણ અરણ્યનું શરણું ધારી ત્યાંથી ચાલી નીકળે. માર્ગમાં અત્યંત તૃષાતુર થવાથી તે અટવીમાં જળ શોધતો ભમવા લાગ્યા. તેવામાં વિવિધ વૃક્ષવાળા કેઈ પ્રદેશમાં મિત્રની જે એક જળનો ધરે તેના જેવામાં આવ્યો. - તીર ઉપરના વૃક્ષો પરથી પડતા અનેક જાતિના પત્ર પુષ્પ અને ફળેથી વ્યાપ્ત અને દિવસના સૂર્યના કિરણોથી ઉકળેલું તેમાંનું જળ તેણે કવાથની જેમ પીવા માંડ્યું. તેણે જેમ જેમ તૃષાતુરપણે તેમાંનું જળ પીધું, તેમ તેમ કૃમિઓની સાથે તેને રેચ લાગવા માંડશે. તેવી રીતે તે ધરાનું જળ પીતાં કેટલેક દિવસે તે તદ્દન નિરોગી થયે અને વસંતત્રતુમાં વૃક્ષની જેમ તેના સર્વ અંગ પાછા પ્રફુલ્લિત થઈ ગયા. આરોગ્ય થવાથી હર્ષ પામી તે વિઝ પિતાના ઘર તરફ પાછા વળ્યો. “પુરૂષને શરીરની આરોગ્યતા પ્રાપ્ત થતાં જન્મભૂમિ શૃંગારરૂપ થાય છે. કાંચળીથી મુક્ત થયેલા સપરની જેમ દેદિપ્યમાન શરીરવાળા તેને નગરજનોએ વિસ્મય પામીને નગરીમાં પ્રવેશ કરતો જોયો. નગરજને તેને એવા આરોગ્યવાળ જોઈને પૂછતા કે “અરે ! તું જાણે ફરીને જન્મ્યા હોય તેમ આ સાજે શી રીતે થયો?” ત્યારે તે કહેતો કે, “દેવતાના આરાધનથી થયો. અનુક્રમે તે પિતાને ઘેર ગયો. ત્યાં તેણે પિતાના બધા પુત્રોને કુષ્ટી થયેલ જોયા. એટલે હર્ષ પામીને બેલ્યો, કે “તમને મારી અવજ્ઞાનું ફળ કેવું સારું મળ્યું છે?' તે સાંભળી પુત્રો બોલ્યા- “અરે નિદય પિતા! તમે ઢષીની જેમ અમારા જેવા વિશ્વાસી ઉપર આ શું કર્યું?” આ વાત સાંભળી લોકો પણ તેના પર બહુ અકેશ કરવા લાગ્યા. તેથી તે ત્યાંથી નાશીને હે રાજન ! તારા નગરમાં આવી નિરાશ્રયપણે આજીવિકાને માટે ભમતાં તારા દ્વારપાળને આશ્રયે આવીને રહ્યો. તેવામાં અમારૂં અહીં આવવું થયું એટલે દ્વારપાળ પિતાના કામ ઉપર તે બ્રાહ્મણને જોડી દઈને અમારી ધર્મદેશના સાંભળવા આવ્યા. પેલો વિપ્ર દરવાજા પાસે બેઠો. ત્યાં દુર્ગાદેવીની આગળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org