Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૬૪]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું વીરપ્રભુ છ માસમાં મૃત્યુ પામી જશે.” આવી વાત સાંભળીને સિંહ નામના એક પ્રભુના અનુરાગી શિષ્ય એકાતે જઈને ઉંચે સ્વરે રૂદન કરવા લાગ્યા. “તેવી વાણી સાંભળીને કોને ધીરજ રહે?? કેવળજ્ઞાન વડે તે વાત જાણીને વિરપ્રભુએ તેને બેલાવીને કહ્યું કે, “અરે ભદ્ર! લોકેની વાતો સાંભળીને તું શા માટે ભય રાખે છે? અને હદયમાં કેમ પરિતાપ પામે છે? તીર્થકરો કદિ પણ એવી આપત્તિથી મૃત્યુ પામતા નથી. સંગમક વિગેરેના પ્રાણાંત ઉપસર્ગો શું વૃથા નથી થયા?” સિંહ મુનિ બેલ્યા કે, “હે ભગવન! જે કે તમારૂં કહેવું સત્ય છે, તથાપિ તમને આવી આપત્તિ જાણુ બધા લોકો ઘણો પરિતાપ પામે છે, માટે તે સ્વામી! મારા જેવાના મનની શાંતિને માટે તમે ઔષધનું સેવન કરો; આપને પીડિત જેવાને હું ક્ષણવાર પણ સમર્થ નથી.” સિંહમુનિના આ પ્રમાણેના અતિ આગ્રહથી પ્રભુ બોલ્યા, “રેવતી નામે એક શ્રેષ્ટીની સ્ત્રીએ મારે માટે કોળાને કટાહ પકાવ્યો છે, તે તું લઈશ નહીં અને પોતાના ઘરને માટે તેણે બીજેરાને કટાહ પકાવે છે, તે લઈ આવ. તારા આગ્રહથી હું તે ઔષધ તરીકે ગ્રહણ કરીશ, કે જેથી તને વૈર્ય પ્રાપ્ત થાય.” પ્રભુની આવી આજ્ઞા થવાથી સિંહમુનિ રેવતી શ્રાવિકાને ઘેર ગયા, અને તેણીએ આપેલા કલ્પનીય ઔષધને સદ્ય ગ્રહણ કર્યું. તત્કાળ હર્ષ પામેલા દેવતાઓએ તેના ઘરમાં સુવર્ણની વૃષ્ટિ કરી. સિંહમુનિએ આણેલા ઉત્તમ પ્રાસુક ઔષધને સેવી સંઘરૂ૫ ચકર પક્ષીમાં પૂર્ણ ચંદ્ર જેવા શ્રીવીરપ્રભુએ સઘ શરીરની આરોગ્યતા પ્રાપ્ત કરી.
इत्याचार्य श्री हेमचंद्रसूरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये दशमपर्वणि ऋषभदत- देवानंदा प्रव्रज्या, जमालि गोशालक विप्रतिपत्ते,
विपत्ति, भगवदारोग्यवर्णनों नाम अष्टमः सर्गः ॥ ६ ॥
મે
09999999999999999
88888888866000000000
ણ Sિ
હાલિક, પ્રસન્નચંદ્ર, દદ્રાંકદેવ, શ્રેણિકનું ભાવિ તીર્થ કરત્વ,
સાળ-ત્મહાસાળ, ગૌતમનું અષ્ટાપદ ઉપર આરોહણ, |||||g અમ્બડ તથા સુલસાનું ચરિત્ર વિષે
GિEવE8
છઘસ્થાવસ્થામાં પ્રભુ જ્યારે વહાણમાં બેસીને નદી ઉતરતા હતા, તે વખતે સુદંષ્ટ્ર નામના જે નાગકુમાર દેવે પ્રભુને ઉપસર્ગ કર્યા હતા, તે નાગકુમાર ત્યાંથી રચવીને ઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org