Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૬૨]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું પરણશે; ત્યાં ગર્ભિણી થતાં સાસરાના ઘરથી પિયર આવતાં માર્ગમાં દાવાનળથી દગ્ધ થઈ છતી તે અગ્નિકુમાર દેવતાઓમાં ઉત્પન્ન થશે. ત્યાંથી પાછો મનુષ્ય થશે તે ભવમાં દીક્ષા લેશે. પરંતુ સાધુપણાની વિરાધના કરીને પાછે અસુરકુમારમાં ઉત્પન્ન થશે, એ પ્રમાણે વારંવાર કેટલાક મનુષ્યભવ પામી દરેક ભવમાં મુનિ પણાને વિરાધી અસુરકુમાર વિગેરેમ ઉત્પન્ન થશે. ફરીવાર પાછો મનુષ્ય થઈ અતિચાર રહિત વ્રતને પાળવાથી સૌધર્મ દેવલોકમાં દેવતા થશે. એવી રીતે સાત ભવ સુધી મુનિપણું પાણી પ્રત્યેક કલ્પ ઉત્પન્ન થઈ છેવટે સર્વાર્થસિદ્ધ વિમાને જશે. ત્યાંથી ચવી વિદેહક્ષેત્રમાં કોઈ ધનાઢય ગૃહસ્થને દ્રઢપ્રતિજ્ઞ નામે બુદ્ધિમાન પુત્ર થશે; તે વિરક્ત થઈને દીક્ષા લેશે; તે ભવમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં તે ગોશાળાના ભાવથી માંડીને પિતાના સર્વ ભવને જાણી લેશે, કે જે ગુરૂની અવજ્ઞા અને મુનિવધથી દુષિત થયેલા હતા; પિતાના સર્વ ભવની હકીકત તે પોતાના શિખ્યાને જણાવશે અને પિતાને થયેલા અનુભવથી તે શિષ્યોને કહેશે કે, “સર્વથા ગુરૂની અવજ્ઞા વિગેરે કાંઈ કરવું નહીં, કેમકે તેમ કરવાથી તેનું માથું ફળ ઘણું ભવમાં ભોગવવું પડે છે. આ પ્રમાણે પિતાના શિષ્યોને બંધ કરી પૃથ્વી પર વિહાર કરી પ્રાંતે ગે શાળાનો જીવ કર્મને ક્ષય કરીને નિર્વાણપદને પામશે.”
ગૌતમે ફરીથી પૂછયું કે, ભગવાન ! પૂર્વના કયા કર્મથી તે ગોશાળે તમને પ્રતિકૂળ થયો ?' પ્રભુ બેલ્યા- “આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં પાછલી વીશીમાં ઉદાય નામે એક તીર્થકર થયા હતા. તેનો મોક્ષમહિમા કરવા સુર અસુરો આવ્યા, તે વખતે નજીકમાં રહેનાર કોઈ મનુષ્યને તે જોઈને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તે મહાશયે પ્રત્યેકબુદ્ધ થઈને તત્કાળ દીક્ષા લીધી. એટલે શાસનદેવતાએ તેને વ્રતીનું લિંગ અર્પણ કર્યું. લેકેથી પૂજાતા તે મહામુનિ તીવ્ર તપસ્યા કરવા લાગ્યા. તેને જોઈ કેઈ ઈશ્વર નામના દુમતિએ તેમની પાસે આવી પૂછયું કે, “તને કોણે દીક્ષા આપી? તું કયાં ઉત્પન્ન થયે છું? તારું શું કુળ છે? અને સૂત્ર તથા તેનો અર્થ તે કોની પાસેથી મેળવ્યો છે”? તે પ્રત્યેકબુદ્ધ મહામુનિએ તેને બધા પ્રશ્નનો ઉત્તર આપ્યો. તે સાંભળી ઈશ્વરે વિચાર્યું કે, આ સાધુ દંભથી પ્રજાનું ભક્ષણ કરે છે. હું ધારું છું કે, જેવું આણે તેવું જિનેશ્વર પણ કહેશે, અથવા મેહ રહિત એવા પ્રભુ એવું નહીં કહે, માટે ચાલ તેની પાસે જાઉં અને સર્વ દુઃખનો નાશ કરનારી દીક્ષાનું અભિનંદન કરૂં. (લઉં)' આવું ચિંતવી તે પ્રભુ હતા ત્યાં ગયો, પણ પ્રભુ નિર્વાણ પામેલા હોવાથી જોવામાં આવ્યા નહીં, એટલે તેણે ગણધરની પાસે દીક્ષા લીધી. કપિની જેમ મંદ બુદ્ધિવાળા તેને મેહગર્ભિત વૈરાગ્ય ઉત્પન્ન થયેલ હતો. પ્રભુ મોક્ષ પામેલા હેવાથી ગણધર મહારાજે પર્ષદામાં બેસી જે સૂત્રાર્થ શ્રી જિનેશ્વર મહારાજે કહ્યો હતો તે કહી સંભળાવ્યું. તેમાં કહ્યું કે, “જે પૃથ્વીકાયના એક જીવને પણ હણે, તે જિનેંદ્રના મુનિશ. (ઓ મુહપત્તિ વિગેરે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org