Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૬૦]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું થાય તેવું અકાય મેં આચર્યું. વળી કેવળ મેં મારા આત્માને જ નરકનો અતિથિ કર્યો નથી પણ અસત્ માર્ગના ઉપદેશથી આ બધા લોકોના આત્માને પણ નરકના અતિથિ કર્યા છે. ભવતુ! હવે આટલેથીજ સયું, હવે તો લોકે પાછા સન્માર્ગે ચાલો.” આ વિચાર કરી તેણે પોતાના સર્વ શિષ્યોને બોલાવીને કહ્યું કે, “હે શિષ્યોસાંભળો, હું અહંત નથી તેમ કેવળી પણ નથી, હું તો મંખલિને પુત્ર અને શ્રી વીરપ્રભુનો શિષ્ય ગોશાળો છું. આશ્રયને જ ભક્ષણ કરનાર અગ્નિની જેમ હું ગુરૂનો પ્રત્યેનીક થયો છું. મેં આટલા કાળ સુધી દંભથી મારા આત્માને અને લોકોને ઠગ્યા છે. મારી પિતાની તેજલેશ્યાથી જ દહન થયા છતા હું છઘસ્થપણે જ મૃત્યુ પામીશ. માટે મારા મરણ પામ્યા પછી મારા મૃત શરીરના ચરણને રજજુથી બાંધી મને આખા નગરમાં ઘસડજે. મરેલા શ્વાનની જેમ મને ખેંચતાં મારા મુખ ઉપર થુંકો અને આખી નગરીમાં ચૌટા, ત્રિક, ચેક અને શેરીએ શેરીએ એવી આષણા કરજો કે, લોકોને દંભથી ઠગનાર, મુનિને ઘાત કરનાર, જિન નહીં તે (છઘસ્થ), દેષનું જ નિધાન, ગુરૂનો દ્રોહી અને ગુરૂનેજ વિનાશ ઈચછનાર. મંખલિનો પુત્ર આ ગશાળે છે, તે જિન નથી, જિનેશ્વર તો ભગવાન, સર્વજ્ઞ, કરૂણાનિધિ, હિતોપદેખા શ્રી વીરપ્રભુ છે. આ ગોશાળો વૃથા માની છે. આ પ્રમાણે કરવાના સોગન આપી ગોશાળ અત્યંત વ્યથાથી પીડાતો છતો મૃત્યુ પામ્યો. એટલે તેના શિષ્યોએ લજજાથી તે કુલાલ (કુંભાર)ની શાળાના દ્વાર બંધ કરી સોગનથી મુક્ત થવાને માટે અંદર શ્રાવસ્તિ ચીત્રી ગશાળાના શબને તેમાંથી તેણે કહેલી આઘોષણા કરવા પૂર્વક ઘસડયું. પછી તે શિષ્યોએ ગશાળાના કલેવરને મકાનની બહાર કાઢયું એટલે તેના ઉપાસકોએ મોટી સમૃદ્ધિથી તેને અગ્નિસંસ્કાર મહોત્સવ કર્યો.
શ્રી વીરપ્રભુ ત્યાંથી વિહાર કરી મેંઢક ગામે આવ્યા. ત્યાં કણક નામના ચૈત્યમાં સમેસર્યા. ત્યાં ગૌતમે પ્રભુને પૂછ્યું કે, “સ્વામી ! ગોશાળો કઈ ગતિને પામે? પ્રભુ બોલ્યા કે- અય્યત દેવલેકમાં ગયે. ગૌતમે ફરીવાર પૂછયું કે-“મહારાજ ! એ ઉન્માગી અને અકાર્ય કરનાર દુરાત્મા ગે શાળે દેવતા કેમ થયે? એમાં મને મોટું આશ્ચર્ય થાય છે. એટલે પ્રભુ બોલ્યા કે– હે ગૌતમ! જે અવસાન કાળે પણ પિતાના દુષ્ટ કૃત્યની નિંદા કરે છે, તેને દેવપણું દૂર નથી. ગોશાળે પણ તેવી રીતે કર્યું હતું. ગૌતમે ફરીથી પૂછયું, “હે સ્વામી! તે અશ્રુત દેવલોકમાંથી ચ્યવીને કયાં ઉત્પન્ન થશે અને જ્યારે સિદ્ધિને પામશે?” પ્રભુ બોલ્યા“આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પુદ્રદેશમાં શતદ્વાર નામે એક મહાન નગર છે, તેમાં સમુચિ નામના રાજાની ભદ્રા નામની રાણીથી ગોશાળાનો જીવ મહાપદ્ય નામે પુત્રપણે ઉત્પન્ન થશે. તે મોટે રાજા થશે. પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામે બે ઉત્તમ યક્ષે તેનું સેનાપતિ પણું કરશે. તેથી પ્રજા ભાગ્યના નિધિ સમાન એ રાજાનું દેવસેન એવું બીજુ ગુણ પ્રમાણે નામ પાડશે. તે અદ્દભુત તેજસ્વી ને ચક્રવતીની જેમ એક વેતવણી અને ચાર દાંતવાળે બીજા ઐરાવત જેવો હસ્તી પ્રાપ્ત થશે. તેની પર આરૂઢ થયેલા તે રાજાને જોઈને હર્ષ પામેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org