________________
૧૫૪]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પ ૧૦ મું એકદા પ્રભુ વિહાર કરતા કરતા શ્રાવસ્તીપુરીએ આવ્યા, ત્યાં કેક નામના ઉપવનમાં સમવસર્યા. તે નગરીમાં આનંદના જેવો કદ્ધિમાન નંદિની પિતા નામે ગૃહસ્થ રહેતો હતો. ચંદ્રને અશ્વિનીની જેમ અશ્વિની નામે તેને પ્રિયા હતી. શ્રી વીરપ્રભુના મુખથી ધર્મદેશના સાંભળી તેણે પણ આનંદની જેમ શ્રાવરપણું અને નિયમો ગ્રહણ કર્યા. તેજ નગરમાં આનંદના જેટલી સમૃદ્ધિવાળે લાંતકપિતા નામે એક બીજે ગૃહસ્થ રહે તે હતો. તેને મધુર ભાષણ કરનારી ફાગુની નામે પત્ની હતી. તેણે પણ વીરપ્રભુની પાસે આવી દેશના સાંભળીને આનંદની જેમ શ્રાવકપણું અને નિયમો ગ્રહણ કર્યા.
આ પ્રમાણે દેવતાઓથી પણ અક્ષોભ્ય અને પર્વતની જેમ શ્રાવકપણામાં સ્થિર રહેનારા શ્રી વીરપ્રભુના મુખ્ય દશ શ્રાવકો થયા. એવી રીતે કમળને સૂર્યની જેમ ભવ્યજંનેને પ્રતિબધ કરતા શ્રી વીર ભગવંત કરીને કૌશાંબી નગરીએ પધાર્યા. દિવસને છેલ્લે પહેરે ચંદ્ર સૂર્ય સ્વાભાવિક (શાશ્વત) વિમાનમાં બેસી પ્રભુને વાંદવા આવ્યા. તેઓના વિમાનના તેજથી આકાશમાં ઉદ્યત થયેલ જોઈ લોકે કૌતુકથી ત્યાં જ બેસી રહ્યા. રાત્રિ પડવાથી પિતાને ઉઠવાને સમય જોઈ ચંદના સાધ્વી પિતાના પરિવાર સાથે વીરપ્રભુને નમીને પિતાને ઉપાશ્રયે ગયા, પરંતુ મૃગાવતીએ સૂર્યના ઉદ્યોતના તેજવડે દિવસના મથી રાત્રિ થયેલી જાણું નહીં, તેથી તે ત્યાંજ બેસી રહી. પછી જ્યારે સૂર્ય ચંદ્ર ચાલ્યા ગયા, ત્યારે મૃગાવતી રાત્રિ પડી ગઈ જાણ કાળાતિક્રમના ભયથી ચક્તિ થઈ ઉપાશ્રયે આવી. ચંદનાએ તેને કહ્યું કે, “અરે મૃગાવતી ! તારા જેવી કુલીન છીને રાત્રે એકલા બહાર રહેવું શું ઘટે છે?” આ વચન સાંભળી તે ચંદનાને વારંવાર ખમાવવા લાગી. તેમ કરતાં કરતાં શુભ ભાવવડે ઘાતકર્મના ક્ષયથી મૃગાવતીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે નિદ્રાવશ થયેલા ચંદનાની પડખેથી સર્પ જતું હતું, તેને કેવળજ્ઞાનની શક્તિધી જોઈને મૃગાવતીએ તેમને હાથ સંથારાપરથી ઊંચો લીધે. તેથી ચંદનાએ જાગીને પૂછયું કે “મારા હાથ કેમ ઊંચે કર્યો?' મૃગાવતી બોલી–અહીં મેટો સર્પ જતો હતે, ચંદનાએ ફરીને પૂછયું કે, “અરે મૃગાવતી ! આવા સમયે વીંધાય તેવા ગાઢ અંધકારમાં તે શી રીતે સર્પ જે ? એથી મને વિરમય થાય છે.” મૃગાવતી બેલી-“હે ભગવતી ! મેં મને ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન ચક્ષુથી તેને દીઠા.” તે સાંભળતાંજ “અરે ! કેવળીની આશાતના કરનારી એવી મને ધિક્કાર છે!” એવી રીતે પિતાના આત્માની નિંદા કરતાં ચંદનાને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
આ અરસામાં ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે, “સ્વામી ! જે સ્થિર પદાર્થો છે તે શું કદિ પિતાના સ્વભાવથી ચલિત થતા હશે કે જેથી સૂર્ય ચંદ્રના વિમાન ચલિત થઈને અહિં આવ્યા?' પ્રભુ બોલ્યા કે-“આ અવસર્પિણીમાં દશ આશ્ચર્યો થયા છે, તે આ પ્રમાણે-અરિહંતને કેવળજ્ઞાન થયા પછી ઉપસર્ગ, ગર્ભમાંથી હરણ, સૂર્ય ચંદ્રના વિમાનનું અવતરણ, ચમરેંદ્રનો ઉત્પાત, અભાવી પરિષદુ, એક સમયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસેને આઠ સિદ્ધ, ધાતકીખંડની અપરકંકામાં કૃષ્ણનું ગમન, અસંયમીની પૂજા, આ તીર્થકર, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org