Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૮ મો] sષભદત્ત, જમાળિ, ગોશાળાદિ ચરિત્ર
[૧૫૭ ધર્મના વિનો પણ આપણને પડે છે.” આનંદ તરત જ સર્વે મુનિ પાસે જઈને તે પ્રમાણે કહ્યું, તેવામાં ગશાળે પ્રભુ પાસે આવ્યો અને આ પ્રમાણે છે કે-“અરે કાશ્યપ! તું “આ શાળો મખલિપુત્ર છે અને મારો શિષ્ય છે” ઈત્યાદિ જે લોકે પાસે બેલે છે, તે તારું ભાષણ મિથ્યા છે કેમકે જે તારે શિષ્ય ગોશાળ હતો, તે શુકલકુળને હતો, તે તે ધર્મધ્યાનથી મૃત્યુ પામીને દેવગતિમાં ઉત્પન્ન થયેલ છે. તેનું શરીર ઉપસર્ગ અને પરિષહો સહન કરવામાં સમર્થ જાણે મારું શરીર છોડી દઈને હું તેમાં પેઠો છું, મારૂં નામ તો ઉદાય નામે મુનિ છે. તેથી મને જાણ્યા વગર “આ મંખલિને પુત્ર ગૌશાળા મારો શિષ્ય છે” એવું કેમ કહે છે? તું કાંઈ મારે ગુરૂ નથી.” પ્રભુ બેલ્યા કે-“ગશાળા ! જેમ કેઈ અ૫ બુદ્ધિવાળો ચાર પિોલીસથી પકડાય ત્યારે કઈ ખાડાનું કે દુર્ગ વનનું ઢાંકણું નહિં મળવાથી તે ઉન, શણ, રૂ કે ઘાસથી પોતાના શરીરને ઢાંકી પિતાની જાતને ગુપ્ત થયેલી માને, તેમ તું પણ “હું ગોશાળો નથી” એવું બોલી તારી જાતને ઢાંકવા માગે છે, પણ તું શા માટે અસત્ય બોલે છે? તું તેજ છે, બીજે નથી. ” પ્રભુનાં આવાં વચન સાંભળી ગોશાળ કેધ કરીને બોલ્યા કે-“અરે કાશ્યપ! આજે તું ભ્રષ્ટ થઈ જઈશ, નષ્ટ થઈ જઈશ, નાશ પામી જઈશ.” આવા તેનાં વચન સાંભળી પ્રભુના શિષ્ય સર્વાનુ ભુતિમુનિ પ્રભુ ઉપરના અત્યંત રાગથી તે સહન કરી શક્યા નહિ, તેથી તે ગોશાળા પ્રત્યે બોલી ઉઠ્યા કે, “અરે ગોશાળા ! આ ગુરૂએ તને દીક્ષા આપી છે અને તેમણે જ શિક્ષા પણ આપી છે, તે છતાં તું કેમ તેનો નિહનવ કરે છે? તું જ ગોશાળો છું.” તે સાંભળતાં જ કોપાયમાન થઈને ગોશાળે દૃષ્ટિવિષસર્ષ દૃષ્ટિરૂપ જ્વાળા મૂકે તેમ તે સર્વાનુભૂતિ મુનિ ઉપર તેલેશ્યા મૂકી. મહાશય સર્વાનુભુતિ ગોશાળાની તેજલેશ્યાથી દગ્ધ થઈ શુભ ધ્યાને મરણ પામીને સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયા. પોતાની વેશ્યાની શક્તિથી ગર્વ પામેલ ગોશાળ પછી વારંવાર ભગવંતની નિર્ભટ્સના કરવા લાગે એટલે બીજા સુનક્ષત્ર નામે ભક્તિમાન શિષ્ય પ્રભુની નિંદા કરનાર તે ગોશાળાને સર્વાનુભૂતિની જેમ ઘણા શિક્ષાનાં વચને કહ્યાં. તેથી ગોશાળે તેમની ઉપર પણ તેજલેશ્યા મૂકી, એટલે તેમનું શરીર પણ બળવા લાગ્યું. તત્કાળ તે મુનિએ પ્રભુને પ્રદક્ષિણા કરીને ફરીવાર વ્રત લઈ આલેચના-પ્રતિક્રમણ કરી, બધા મુનિઓને ખમાવ્યા, અને મૃત્યુ પામીને અશ્રુત કલ્પમાં દેવતા થયા.
ગોશાળ પિતાને વિજયી માનત છતે પ્રભુને કઠોર વચનેવડે આક્રોશ કરવા લાગ્યો. તથાપિ એકાંત દયાળુ પ્રભુ બોલ્યા કે-“અરે ગોશાળ! મેં તને દીક્ષા અને શિક્ષા આપીને શ્રતનું ભાજન કર્યો, તથાપિ તું મારાજ અવર્ણવાદ બોલે છે તે તારી બુદ્ધિ કેમ ફરી ગઈ છે? પ્રભુના આવાં વચનથી અતિ કપ પામેલા શાળાએ કાંઈક નજીક આવીને પ્રભુની ઉપર પણ તેજલેશ્યા મૂકી, પરંતુ તે તેજલેસ્યા પર્વત ઉપર મહાવાયુની જેમ પ્રભુની ઉપર અસમર્થ થઈ અને તેણે ભક્તિથી પ્રભુને પ્રદક્ષિણા કરી. તે તે વેશ્યાથી કાંઠા ઉપરના ઘાસમાં ઉત્પન્ન થયેલા દાવાનળથી નદીનું જળ જેમ તપે તેમ માત્ર પ્રભુના અંગમાં સંતાપ ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org