Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૮ મો] 2ષભદત્ત, જમાળિ ગોશાળાદિ ચરિત્ર
[૧૫૫ હરિવંશ કુળની ઉત્પત્તિ. આ દશ આશ્ચર્યની અંતગત સૂર્ય ચંદ્રના વિમાનનું અવતરણ પણ આશ્ચર્યભૂત થયેલું છે.” આ પ્રમાણે કહી ત્યાથી વિહાર કરીને પ્રભુ શ્રાવસ્તી નગરીએ પધાર્યા. ત્યાં નગરની બહાર કેષ્ટક નામના ઉદ્યાનમાં સમવસર્યા.
ત્યાં તેજલેશ્યાનાં બળથી વિરોધને નાશ કરનાર, અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનથી લોકેના મનની વાર્તાને કહેનાર અને જિન નહિ છતાં જિન નામને ધારણ કરનાર ગેાશાળે પ્રથમથી આવેલે હતો. તે હાલાહલા નામની કેઈ કુંભકારીની દુકાનમાં ઉતર્યો હતો. તેની “અહંત” તરીકેની ખ્યાતિ સાંભળી મુગ્ધ લોકે પ્રતિદિન તેની પાસે આવી ઉપાસના કરતા હતા. એવા વખતમાં ગૌતમસ્વામી પ્રભુની આજ્ઞાથી છઠ્ઠનું પારણું કરવા માટે નગરમાં ભિક્ષા લેવા ગયા. ત્યાં તેમણે સાંભળ્યું કે, અહીં ગોશાળ અહત અને સર્વજ્ઞના નામથી વિખ્યાત થઈને આવે છે. તે સાંભળતાંજ ગૌતમસ્વામી ખેદ પામી ભિક્ષા લઈને પ્રભુની પાસે આવ્યા. પછી વિધિપૂર્વક પારણું કરી યોગ્ય અવસરે ગૌતમસ્વામીએ બધા લેકેની સમક્ષ સ્વરછ બુદ્ધિથી પ્રભુને પૂછયું કે, “હે સ્વામી ! આ નગરીમાં લોકે ગોશાળાને સર્વજ્ઞ કહીને બોલાવે છે, તે ઘટે છે કે નહીં?” પ્રભુ બેલ્યા કે, “એ મંખ અને મખળીને પુત્ર ગોશાળો છે. એ કપટી અજિન છતાં પિતાના આત્માને જિન માને છે. હે ગૌતમ! મેં જ તેને દીક્ષા આપી છે, શિક્ષા પણ મેં જ આપી છે, અને પછી તે મિથ્યાત્વને પામી ગયે છે તે સર્વજ્ઞ નથી.” પ્રભુનાં આવાં વચન સાંભળી નગરજને નગરીમાં ચારે તરફ ચૌટામાં અને શેરીઓમાં પરસ્પર કહેવા લાગ્યા કે, “અહે ભાઈ! શ્રી વીરપ્રભુ અહંત અહિં આવેલા છે તે કહે છે કે, આ ગશાળે તે મંખલીને પુત્ર છે, અને તે પોતે મિથ્યા સર્વજ્ઞ માને છે. આવા લોકો પાસેથી ખબર સાંભળી શાળાને કાળા સર્ષની જેમ અત્યંત કેપ ઉત્પન્ન થયે; તેથી પોતાના પરિવારથી પરવાર્યો છતા કાંઈક વિપરીત કરવાને તૈયાર થઈ ગયો.
એ સમયે પ્રભુના શિષ્ય અને સ્થવિરાના અગ્રણી આનંદમુનિ છઠ્ઠનું પારણું કરવાને માટે નગરીમાં ભિક્ષા લેવાને આવ્યા. જે હાલાહલા કુંભકારીને ઘેર ગોશાળે રહેતા હતા ત્યાં થઈને આનંદમુનિ નીકળ્યા, એટલે તેને શાળે લાવ્યા, અને તિરસ્કાર પૂર્વક આ પ્રમાણે કહ્યું કે, “અરે આનંદ! તારે ધર્માચાર્યું કે માં પિતાને સત્કાર કરાવવાની ઈચ્છાથી સભા વચ્ચે મારે અત્યંત તિરસ્કાર કરે છે, અને કહે છે કે ગોશાળો તો મંખ પુત્ર છે, અહી તથા સર્વ નથી, પણ તે હજુ શત્રુને દહન કરવાને સમર્થ એવી મારી તેજલેશ્યાને જાણતા નથી, પરંતુ હું તેને પરિવાર સહિત ભસ્મ કરી દઈશ. માત્ર તનેજ એલે છેડી દઈશ. તે ઉપર એક દ્રષ્ટાંત સાંભળ
પૂર્વે ક્ષેમિલાનગરીમાં અવસર, પ્રસર, સંવાદ, કારક અને ભલન નામના પાંચ વણિક રહેતા હતા. તેઓ અન્ય કેટલાક કરિયાણાના ગાડાં ભરીને વ્યાપાર કરવા નીકળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org