Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સુગ ૮ મા]
ઋષભદત્ત, જમાળિ ગૈાશાળાદ્દેિ ચરિત્ર
[ ૧૫૩
"
કરજે.' એવી રીતે એ ત્રણવાર કહીને તે દેવ અંતર્ધ્યાન થઈ ગયા. શબ્દાલપુત્ર કુંભારે ભક્તિથી વિચાયુ` કે, ‘ જરૂર મારા ધર્મગુરૂ સર્વજ્ઞ એવા ગોશાળાજ પ્રાતઃકાળે અહિં આવશે.’ આવે વિચાર કરીને તે તેમની રાહ જોઈ રહ્યો હતા, તેવામાં પ્રાતઃકાળે શ્રીવીરપ્રભુ સહુસામ્રવન નામના ઉદ્યાનમાં આવીને સમવસર્યાં. તે હકીકત સાંભળીને કુંભકારે ત્યાં જઈ ભગવતને વંદના કરી. પ્રભુ દેશના આપીને તે કુલાલ પ્રત્યે ખેલ્યા કે “ હે શબ્દાલપુત્ર! ગઈ કાલે કાઈ દેવતાએ અશાકવનમાં આવીને તને કહ્યું હતું કે, કાલે પ્રાતઃકાળે બ્રહ્મા અને સર્વજ્ઞ એવા અહુ "તપ્રભુ અહી આવશે, તેમની તા૨ે પીઠ, ફલક વિગેરે આપીને ઉપાસના કરવી. તે વખતે તેં પશુ વિચાર્યું" હતું કે, પ્રાતઃકાળે ગાશાળા અહીં આવશે. ” આવા પ્રભુનાં વચન સાંભળીને તેણે ચિંતવ્યુ` કે અહા ! આ સર્વજ્ઞ મહાભ્રાહ્મણુ અંત શ્રીમહાવીર પ્રભુજ અત્રે પધાર્યા, તે તે મારે નમસ્કાર કરવા ચેાગ્ય અને સર્વથા ઉપાસના કરવા યાગ્ય છે.’ આ પ્રમાણે વિચારી ઉભેા થઈ પ્રભુને નમી અંજલિ જોડીને તે એલ્યુ કે, “હે સ્વામી! આ નગરની બહાર જે મારી પાંચસેા કુંભકારપણાની દુકાને છે તેમાં રહેા અને પીઠ, ફૂલક વિગેરે જે જોઈ એ તે ગ્રહણ કરીને મારા પર અનુગ્રહ કરે. ” પ્રભુએ તેનું વચન સ્વીકાર્યું અને ગેાશાળાની શિક્ષાથી તેણે ગ્રહણ કરેલા નિયતિવાદથી યુક્તિપૂર્વક નિવૃત્ત કરી દીધા. પછી તેણે નિયતિવાદ છેાડી પુરૂતાને પ્રમાણ કરી આનંદ શ્રાવકની જેમ પ્રભુની પાસે શ્રાવકના વ્રત ગ્રહણ કર્યાં. તેના નિયમમાં એટલુ” વિશેષ કે, તેણે ભંડાર, વ્યાજ અને વ્યાપારમાં મળી ત્રણ કેાટી સુવણુ રાખ્યું, અને ગાયાનુ એક ગાકુળ રાખ્યું. તેને અગ્નિમિત્રા નામે પત્ની હતી, તેને તેણેજ પ્રતિમાધ પમાડ્યા, એટલે તેણે પણ પ્રભુની પાસે જઈ શ્રાવકનાં વ્રત સ્વીકાર્યો. પછી પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો.
ગાશાળે લેાકવાણીથી સાંભળ્યુ’ કે, ‘ શમ્હાલપુત્રે આજીવિકામતને છોડી દઈને નિગ્રંથ સાધુએના શાસનને સ્વીકાર્યુ છે. ' તેથી ‘ચાલ, હું ત્યાં જઈ તે શબ્દાલપુત્રને પાછે આજીવિકામતમાં પૂર્વની જેમ સ્થાપન કરૂં.' એમ ધારી ગાશાળા પેાતાના મતવાળાએથી પરવરેલા તેને ઘેર આવ્યા. શબ્દાલપુત્રે ગોશાળાને દૃષ્ટિથી પણ માન આપ્યું નહીં, તેથી શબ્દાલપુત્રને પેાતાના મતમાં સ્થાંપન કરવાને અને શ્રાવક વ્રતમાંથી ચલિત કરવાને અશક્ત થયા છતા ગાશાળા ત્યાંથી પાછે ચાલ્યા ગયા.
અન્યદા વીરપ્રભુ રાજગૃહ નગરની બહાર આવેલા ગુણશીલ નામના ચૈત્યમાં સમવસર્યો, તે નગરમાં ચુલનીપિતાની જેટલી સમૃદ્ધિવાંળા મહાશતક નામે એક ગૃહસ્થ હતા. તેને રેવતી વિગેરે તેર પત્નીએ હતી. રેવતી આઠ કેાટી સુવર્ણ અને આઠ ગાયાના ગાકુળ પાતાના પિતાને ત્યાંથી લાવી હતી, અને ખીજી પ્રત્યેક સ્ત્રીએ એકેક કાટી સુવર્ણ અને એક એક ગાયાનું ગેાકુળ લાવી હતી. તેણે પણ ચુલનીપિતાની જેમ પ્રભુની પાસે શ્રાવકના વ્રત અને નિયમા ગ્રહણુ કર્યા તેમજ તેર સ્રીએ વિના ખીજી સ્ત્રીઓના ત્યાગ કર્યો.
D - 20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org