Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૫૨]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું યતિધર્મ ગ્રહણ કરૂં તો ઠીક, પણ મારા જેવા મંદભાગ્ય મનુષ્યમાં તેટલી ગ્યતા નથી. તેથી હે નાથ! હું શ્રાવકધમની યાચના કરું છું, તે મને પ્રસન્ન થઈને આપે, કારણ કે મેઘ પિતાની મેળે જળ વહન કરી યોગ્ય લાગે ત્યાં વસે છે.” પ્રભુએ કહ્યું કે “જેમ સુખ ઉપજે તેમ કર.એટલે પ્રભુની સંમતિ મળતાં તેણે બાર પ્રકારનો શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. ચોવીશ કેટી ધનથી વિશેષ ધનને અને ગાયના આઠ ગોકુળથી વધારે ગોકુળનો તેણે ત્યાગ કર્યો. તે સિવાય બીજી વસ્તુઓના પણ કામદેવ શ્રાવકની જેમ તેણે નિયમ લીધા. તેની પત્ની શ્યામાએ પણ પ્રભુની પાસે શ્રાવકના વ્રત અંગીકાર કર્યા એ સમયે ગૌતમ ગણધરે પ્રભુને નમીને પૂછ્યું કે, “હે સ્વામી! આ ચુલનીપિતા શ્રાવક મહાવ્રતધારી થશે કે નહીં ?” પ્રભુ બેલ્યા કે, “તે આ ભવમાં યતિધને પામશે નહીં, પણ ગૃહસ્થ ધર્મ પ્રીતિપૂર્વક પાળી મૃત્યુ પામીને સૌધર્મ દેવલેકમાં દેવ થશે. ત્યાં અરૂણાભ નામના વિમાનમાં ચાર પોપમનું આયુષ્ય ભોગવી ત્યાંથી વી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને નિર્વાણને પામશે.”
તેજ નગરમાં સુરાદેવ નામે એક ગૃહસ્થ રહેતું હતું. તેને ધન્યા નામે પ્રિયા હતી. તેની પાસે પણ કામદેવની જેમ પુષ્કળ ધન હતું. તેણે પણ કામદેવની જેમ પ્રભુની પાસે જઈને શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા અને ધર્મવડે ધન્ય એવી તેની ધન્યા નામની તેની પત્નીએ પણ શ્રાવકપણું ગ્રહણ કર્યું.
શ્રી વિરપ્રભુ ત્યાંથી વિહાર કરીને આલંભિકા નગરીએ પધાર્યા. ત્યાં શંખવન નામના ઉદ્યાનમાં પ્રભુ સમવસર્યા. તે નગરીમાં ચુલશતક નામે ગૃહસ્થ રહેતો હતો. તે પણ કામદેવના જેવો સમૃદ્ધિમાન હતું. તેને બહુલા નામે સ્ત્રી હતી. તે પણ કામદેવની જેમ શ્રી વીરપ્રભુના ચરણ પાસે ગયા અને પિતાની બહુલા સ્ત્રીની સાથે તેણે ગૃહીધમ અને બીજા નિયમ પણ ગ્રહણ કર્યા.
વિહાર કરતાં કરતાં પ્રભુ અન્યદા કાંપીલ્યપુરે આવ્યા, અને સહસ્સામ્રવન નામના ઉધાનમાં સમવસર્યા. ત્યાં કામદેવના જેવો ધનવાન મુકેળિક નામે ગૃહસ્થ રહેતો હતો. તેને શીલવડે અલંકૃત પુષ્પા નામે સ્ત્રી હતી. તેણે પણ પુષ્પાની સાથે કામદેવની જેમ પ્રભુની પાસે જઈને શ્રાવક વ્રત અને બીજા નિયમે ગ્રહણ કર્યા.
પલાશપુર નામના નગરમાં શબ્દાલપુત્ર નામે એક કુંભાર રહેતો હતો. તે ગોશાળાને ઉપાસક હતો. તેને અગ્નિમિત્રા નામે સ્ત્રી હતી. તેને એક કોટી સોનૈયા ભંડારમાં, એક કોટી વ્યાજે અને એક કેટી વ્યાપારમાં હતા, તેમજ એક ગાયોનું ગોકુળ હતું. પિલાશપુરની બહાર તે કુંભારની પાંચસો દુકાનો તેના માટીના વાસણે વેચવાની હતી. અન્યદા અશોક વનમાં કોઈ દેવતાએ આવીને તેને કહ્યું કે, “કાલે પ્રાતઃકાળે મહાબ્રા અને ત્રિપૂજિત સર્વજ્ઞ પ્રભુ અહિં આવશે. તેમને પીઠ, ફલક અને સંસ્મારક વિગેરે આપીને હું તેમની સેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org