________________
સર્ગ ૮ ] રષભદત્ત, જમાળિ, શાળાદિ ચરિત્ર
[૧૫૧ ગંગાના કિનારા પર રહેતા હસની શ્રેણિ જેવા સુંદર ચિત્યષ્ય જેથી વિરાજમાન ચંપા નામે એક માટી નગરી છે, તેમાં સપના શરીર જેવી ભુજાવાળો અને લક્ષમીના કુલગ્રહરૂપ જિતશત્રુ નામે રાજા છે. તે નગરમાં કામદેવ નામે એક બુદ્ધિમાન કુલપતિ રહે છે. તે માગમાં આવેલા મહાન વૃક્ષની જેમ અનેક લોકોને આશ્રયભૂત છે. સ્થિર રહેલી લક્ષમી જેવી અને ભદ્ર આકૃતિવાળી ભદ્રા નામે તેને સધમિણી (પત્ની) છે. તેને છ કરોડ સોનૈયા ભંડારમાં, છ કરોડ વેપારમાં છે. દશ દશ હજાર ગાવાળા છ કુળો છે. અન્યતા પૃથ્વીપર વિહાર કરતાં કરતાં શ્રી વીરપ્રભુ પૃથ્વીના મુખમંડન જેવા તે નગરની બહાર રહેલા પુણ્યભદ્ર નામના ઉદ્યાનમાં આવીને સમવસર્યા. તે ખબર સાંભળી કામદેવ પગે ચાલતે ભગવંતની પાસે આવ્યા અને શ્રવણને અમૃતરૂપ ધર્મદેશના સાંભળી. પછી શુદ્ધ બુદ્ધિવાળા કામદેવે દેવ મનુષ્ય અને અસુરેની સમક્ષ ગુરૂ શ્રી વિરપ્રભુની પાસે બાર પ્રકારને ગૃહિધર્મ અંગીકાર કર્યો. તેણે ભદ્રા સિવાય બીજી સ્ત્રીને, ગાયના છ કુળ ઉપરાંત બીજી ગાયનો અને ભંડાર, વ્યાજ અને વ્યાપારમાં રહેલા છે છ કેટી દ્રવ્ય ઉપરાંત દ્રવ્યને ત્યાગ કર્યો. બાકીની બીજી વસ્તુઓને પણું આનંદ શ્રાવકની જેમ નિયમ ગ્રહણ કર્યો. પછી પ્રભુને નમીને તે પિતાને ઘેર ગયો, અને પિતે લીધેલા શ્રાવકત્રત સંબંધી ખબર ભદ્રાને કહ્યા, એટલે ભદ્રાએ પણ પ્રભુ પાસે જઈને શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા.
ગંગાનદીને કાંઠે કાશી નામે એક ઉત્તમ નગરી છે, જે વિચિત્ર અને રમણિક રચનાથી પૃથ્વીના તિલકની શોભા હોય તેવી દેખાય છે. અમરાવતીમાં ઇંદ્રની જેમ તે નગરીમાં અખંડિત પરાક્રમવાળો જિતશત્રુ નામે ઉત્તમ રાજા છે, અને જાણે માનવધર્મ મનુષ્યપણાને પ્રાપ્ત થયેલ હોય તે ચુલની પિતા નામે એક ધનાઢય ગૃહસ્થ ત્યાં રહે છે. જગતને આનંદદાયક તે ગૃહસ્થને ચંદ્રને શ્યામાની જેમ શ્યામા નામે એક અનુકૂળ રૂપવતી રમણી છે. તે શ્રેષ્ઠીની પાસે આઠ કેડ ભંડારમાં, આઠ કેડ વ્યાજે અને આઠ કેડ વ્યાપારમાં મળી ચોવીશ કોડ સોનૈયાની સંપત્તિ છે. એક એક ગોકુળમાં દશ દશ હજાર ગાવાળા તેને આઠ ગેકુળ છે, કે જે લક્ષમીના કુળગહ જેવા શોભે છે. એકદા તે નગરીના કોષ્ટક નામના ઉદ્યાનમાં વિહાર કરતા શ્રીવીરપ્રભુ સમવસર્યા, એટલે ઇંદ્ર સહિત દેવતાઓ, અસુરે અને જિતશત્રુ રાજા પ્રભુને વાંદવા આવ્યા. તેમજ તે ખબર સાંભળીને ચુલની પિતા પણ જગત્પતિ વીરને વાંદવાની ઈચ્છાથી યોગ્ય આભૂષણે પહેરી પગે ચાલતો ત્યાં આવ્યું. ભગવંતને નમી યોગ્ય સ્થાને બેસી ચુલની પિતાએ પરમ ભક્તિથી અંજળી જેડીને ધમરદેશના સાંભળી. જ્યારે પર્ષદા ઊઠી ત્યારે ચુલની પિતાએ પ્રભુના ચરણમાં નમી વિનીત થઈને કહ્યું કે-“હે સ્વામી ! અમારા જેવાને બોધ આપવા માટે જ તમે પૃથ્વી પર વિચરો છે, કારણ કે સૂર્યનું સંક્રમણ જગતને પ્રકાશ આપવા સિવાય બીજા કોઈ પણ અ હેતું નથી. સર્વ જનની પાસે જઈને યાચના કરીએ તો તે કદિ આપે કે ન આપે પણ તમે તો યાચના વગર ધમ આપે છે, તેને હેતુ માત્ર તમારી કૃપાજ છે. હું જાણું છું કે આપની પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org