________________
સર્ગ ૭ મ] ચલણને પ્રાસાદ, શ્રેણિકનું વિદ્યાગ્રહણ વિગેરે [ ૧૩૩
એ નગરમાં મહાકુળવાન દેવદત્ત નામે એક માટે શેઠ રહેતું હતું. તેને ધનવતી નામે પત્ની હતી. પેલી બંધુમતીને જીવ દેવલેકમાંથી રવીને તે શેઠને ઘેર પુત્રીપણે અવતર્યો. તે બાળાનું શ્રીમતી નામ પાડ્યું. તે ઘણું સ્વરૂપવતી અને સર્વ વનિતાઓમાં શિરોમણિ થઈ. માલતીના પુષ્પની માળાની જેમ ધાત્રીઓએ પાલન કરેલી તે કન્યા અનુક્રમે ધૂલિકીડા એગ્ય અવસ્થાને પ્રાપ્ત થઈ એકદા શ્રીમતી નગરની બીજી બાળાઓની સાથે પતિજમણની ક્રીડા કરવા માટે પૂર્વોક્ત દેવાલયમાં જ આવી કે જ્યાં આદ્રક મુનિ કાયોત્સર્ગ રહેલા હતા. ત્યાં કીડા કરવાને માટે બધી બાળિકાઓ બોલી કે, “સખીઓ ! સર્વે પોતપોતાને ગમતા એવા વરને વરી લે.” એટલે સર્વે કન્યા પરસ્પર રૂચિ પ્રમાણે કઈ કઈને વર કરીને વરી ગઈ. એટલે શ્રીમતીએ કહ્યું કે, “સખીઓ ! હું તે આ ભટ્ટારક મુનિને વરી.” તે વખતે દેવતાએ આકાશમાં રહીને કહ્યું કે, “સાબાશ છે, તું ઠીક વરી છું !” આ પ્રમાણે કહી ગર્જના કરીને તે દેવે ત્યાં રત્નની વૃષ્ટિ કરી. તે ગજેનાથી ત્રાસ પામીને શ્રીમતી તે મુનિના ચરણને વળગી પડી. મુનિએ વિચાર્યું કે, “અહિં ક્ષણવાર રહેવાથી પણ વ્રતરૂપી વૃક્ષને મહાન પવન જેવો આ મને અનુકૂળ ઉપસર્ગ થયો, માટે અહીં વધારે વાર રહેવું યોગ્ય નથી.” આવા વિચારથી તે મુનિ તરત જ ત્યાંથી બીજે ચાલ્યા ગયા. “મહર્ષિઓને કઈ સ્થળે નિવાસ કરીને રહેવાની આસ્થા હોતી નથી, તો જ્યાં ઉપસર્ગ થાય ત્યાં રહેવાની તે શાની જ આસ્થા હોય?” પછી તે નગરનો રાજા તે રત્નવૃષ્ટિ લેવાને ત્યાં આવ્યો. કારણ કે “સ્વામી વગરના ધન ઉપર રાજાને જ હક છે” એ તેને નિશ્ચય હતે. રાજપુરૂષ રાજાની આજ્ઞાથી જ્યારે તે દ્રવ્ય લેવા દેવાલયમાં પેઠા ત્યારે નાગલોકના દ્વારની જેમ તે સ્થાન અનેક સર્ષોથી વ્યાપ્ત જોવામાં આવ્યું. તે વખતે તત્કાળ દેવતાએ આકાશમાં રહીને કહ્યું કે, “મેં આ દ્રવ્ય આ કન્યાના વરને નિમિત્તે આપેલું છે, માટે બીજા કેઈએ લેવું નહીં.' તે સાંભળી રાજા વિલો થઈને પાછો ગયો એટલે શ્રીમતીના પિતાએ તે દ્રવ્ય લઈને ઈલાયદું રાખ્યું. પછી સાયંકાળે પક્ષીઓની જેમ સવે પિતાપિતાને સ્થાનકે ગયા. - હવે શ્રીમતી વરવા યોગ્ય થવાથી તેને વરવાને ઘણા વર તૈયાર થઈને આવ્યા, એટલે તેના પિતાએ તેને કહ્યું કે, “આમાંથી યોગ્ય લાગે તેને અંગીકાર કર.' તે સાંભળી શ્રીમતી બેલી કે-“પિતાજી! હું તો તે વખતે જે મુનિને વરી છું તેજ મારો વર છે અને દેવતાએ તેને વરવા માટે જ દ્રવ્ય પણ આપેલું છે. તે મહર્ષિને હું મારી રૂચિથી વરી ચૂકી છું. અને તમે પણ દ્રવ્ય લેવાથી તેમાં સંમત થયા છે, માટે તે મુનિવર માટે કલ્પીને હવે મને બીજા વરને આપવી તે તમને યોગ્ય નથી. તાત! શું તમે નથી સાંભળ્યું કે જે બાળકો પણ જાણે છે કે, “રાજાઓ એકજ વાર બોલે, મુનિએ એકજ વાર વદે અને કન્યા પણ એકજ વાર અપાય-આ ત્રણે બાબત એકજવાર થાય છે.” શેઠે કહ્યું કે, “હે પુત્રી ! તે મુનિ શી રીતે મળી શકે, કેમકે તે એક સ્થાને તે રહેતા નથી. પુષ્પમાં ભ્રમરની જેમ તે નવનવા સ્થાનમાં ફરે છે. તે મુનિ પાછા અહીં આવશે કે નહીં? કદિ આવશે તો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org