Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૩૬]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું કહેતે હોય તો પુરૂષાર્થને તેના કારણ તરીકે માની લે. જે સવ ઠેકાણે નિયતિજ કારણ માનતે હો, તો ઈષ્ટસિદ્ધિને માટે તારી પણ સર્વ ક્રિયાઓ વૃથા થશે. વળી જે તું નિયતિ ઉપર નિષ્ઠા રાખીને રહેતો હોય તો સ્થાન ઉપર કેમ બેસી રહેતો નથી? ભેજનના અવસરે ભોજન માટે શું કામ પ્રયત્ન કરે છે? તેથી નિયતિની જેમ સ્વાર્થસિદ્ધિને માટે પુરૂષાર્થ કરે તે પણ ગ્ય છે, કારણ કે અર્થસિદ્ધિમાં નિયતિથી પણ પુરૂષાર્થ ચઢે છે. જેમકે આકાશમાંથી પણ જળ પડે છે અને ભૂમિ ખણવાથી પણ મળી શકે છે, તેથી નિયતિ બળવાન છે અને તેથી પણ ઉધમ બળવાન છે.” આ પ્રમાણે તે મહામુનિએ ગોશાળાને નિરૂત્તર કરી દીધું. તે સાંભળી ખેચર વિગેરેએ જયજય શબ્દ કરીને તેમની સ્તુતિ કરી.
પછી આદ્રકમુનિ હસ્તિતાપસીના આશ્રમમાં ગયા. ત્યાં પણ કુટીઓમાં હાથીઓનું માંસ તડકે સુકવવા નાંખેલું તેમના જેવામાં આવ્યું. ત્યાં રહેલા તાપસ એક મોટા હાથીને મારી તેનું માંસ ખાઈને ઘણા દિવસે નિર્ગમન કરતા હતા. તેઓનો એ મત હતો કે, “એક મોટા હાથીને મારી નાખવો તે સારે કે જેથી એક જીવના જ માંસથી આપણે ઘણે કાળ નિર્ગમન થાય. મૃગ, તિત્તિર, મત્સ્ય વિગેરે ઘણા ક્ષુદ્ર પ્રાણીઓનો અને ઘણું ધાન્યના કણનો આહાર શા માટે કરવો? કે જેમાં ઘણા જીવની હિંસા થવાથી ઘણું પાપ લાગે છે. આવાં તે દયાભાસ ધર્મને માનનારા તાપસોએ તે વખતે મારવાને માટે એક મોટી કાયાવાળા હાથીને ત્યાં બાંધ્યો હતો. ભારવાળી શૃંખલાવડે જ્યાં હાથીને બાંધ્યો હતો, તે માર્ગે થઈને એ કરૂણાબુ મહર્ષિ નીકળ્યા. પાંચસે મુનિઓએ પરવારેલા તે મહર્ષિને અનેક લેકે પૃથ્વી પર મસ્તક નમાવીને નમતા હતા, તે જોઈએ લઘુકમી ગજે વિચાર્યું કે, “હું પણ જે છુટો થઉં તો આ મુનિવરને વંદના કરૂં, પણ બંધનમાં છું તેથી શું કરું?” હાથી આ પ્રમાણે વિચારે છે તેવામાં ગરૂડના દર્શનથી નાગપાશની જેમ તે મહર્ષિના દર્શનથી તેના લેહમય બંધન તુટી ગયા, તેથી તે હાથી છુટે થઈ તે મહામુનિને વાંદવા તેમની સામે ચાલે. તે ઈલેકે કહેવા લાગ્યા કે, “આ મુનિને હાથી જરૂર હણી નાખશે.” એમ બોલતા હાથીના ભયથી દૂર નાશી ગયા; પરંતુ મુનિ તો ત્યાંજ ઉભા રહ્યા. ગજે તેમની પાસે આવી કુંભસ્થળ નમાવીને પ્રણામ કર્યો અને દાહથી પીડિત જેમ કદલીને સ્પર્શ કરે તેમ તે ગજે મુનિના ચરણને સુંઢ પ્રસારીને સ્પર્શ કર્યો, તેથી તે પરમ શાંતિને પામ્યો. પછી તે હાથી ઉભે થઈ ભક્તિથી ભરપૂર દષ્ટિવડે મુનિને જોતો તો અનાકુળપણે અરણ્યમાં ચાલ્યો ગયો. મુનિના આવા અદ્દભુત પ્રભાવથી અને હાથીના ભાગી જવાથી પેલા દયાભાસ ધમી હસ્તિતાપસો તેમના પર ઘણા ગુસ્સે થયા. પરંતુ આકકુમારે તેઓને પણ પ્રતિબંધ પમાડ્યો; અને સમતા સંવેગથી શોભતા તેઓને શ્રીવીરપ્રભુના સમવસરણમાં મોકલ્યા, ત્યાં જઈને તેઓએ હર્ષથી દીક્ષા લીધી. ૧ આભાસ માત્ર જેમાં દયા છે, વાસ્તવિક દયા નથી એવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org