Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૪૪]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું બાળ ચિત્રકાર બોલ્યો કે-“હે દેવ! તમે જે હું ગરીબ ઉપર પ્રસન્ન થયા તે હું એવું વરદાન માગું છું કે, હવેથી કઈ ચિત્રકારને મારશો નહીં.” યક્ષ બે -“તને માર્યો નહીં ત્યારથી જ હવે તેમ કરવું તે સિદ્ધ થઈ ગયેલ છે. પણ હે ભદ્ર! તારા સ્વાર્થની સિદ્ધિને માટે કાંઈ બીજું વરદાન માગી લે.” યુવાન ચિત્રકાર બે-“હે દેવ! આપે આ નગરમાંથી મહામારીને નિવારી, તે એટલાથી જ હું કૃતાર્થ થયો છું.” યક્ષ વિસ્મય પામીને બે -“કુમાર! પરમાર્થને માટે તે વરદાન માગ્યું, તેથી હું તારી ઉપર પુનઃસંતુષ્ટ થયો છું, માટે સ્વાર્થને માટે કાંઈક વરદાન માગી લે.” ચિત્રકાર બેલ્યો-“હે દેવ! જે વિશેષ સંતુષ્ટ થયા હો તો મને એવું વરદાન આપે છે, જે કઈ મનુષ્ય, પશુ કે બીજાનો હું એક અંશ જોઉં તો તે અંશને અનુસારે તેના આખા સ્વરૂપને વાસ્તવિક આલેખવાની મને શક્તિ પ્રાપ્ત થાય.” યક્ષે “તથાસ્તુ' એમ કહ્યું. પછી નગરજનોએ પૂજા કરાતે તે ત્યાંથી પેલી વૃદ્ધા તથા પિતાના મિત્ર ચિત્રકારની રજા લઈને શતાનીક રાજાએ આશ્રિત કરેલી કૌશાંબી નગરીમાં આવ્યું.
કૌશાંબીમાં એકદા શતાનીકરાના લક્ષ્મીથી ગર્વિત થયે છતે સભામાં બેઠો હતો, તે વખતે તેણે પરદેશ જતા આવતા દૂતને પૂછ્યું કે “હે દૂત! જે બીજા રાજાઓની પાસે છે ને મારે નથી એવું શું છે? તે કહે.' દૂત બોલ્યા- હે રાજન ! તમારે એક ચિત્રસભા નથી.” તે સાંભળી રાજાએ તત્કાલ ચિત્રકારને આજ્ઞા કરી કે, “મારે માટે એક ચિત્રસભા તૈયાર કરો. પછી ઘણા ચિત્રકારોએ એકઠા થઈને ચિતરવાને માટે સભાની ભૂમિ વહેંચી લીધી. તેમાં પેલા યુવાન ચિત્રકારને અંતઃપુરની નજિકનો પ્રદેશ ભાગમાં આવ્યું. ત્યાં ચિત્રકામ કરતાં જાળીઆની અંદરથી મૃગાવતીદેવીના પગને અંગુઠો અંગુઠી તેના જોવામાં આવ્યો. તે ઉપરથી “આ મૃગાવતીદેવી હશે” એવું અનુમાન કરીને તે ચિત્રકારે યક્ષરાજના પ્રસાદથી તેનું સ્વરૂપ યથાર્થ રીતે આલેખવા માંડયું, છેવટે તેના નેત્ર આલેખતા પછીમાંથી મલીનું બિંદુ તેણીના સાથળ ઉપર પડયું, એટલે તત્કાળ ચિત્રકારે તે લુંછી લીધું. પાછું ફરીવાર પડયું, તેને પણ લુંછી લીધું. પાછું ત્રીજીવાર પડ્યું. તે જોઈ ચિત્રકારે ચિંતવ્યું કે, “જરૂર આ સ્ત્રીના ઉરૂપ્રદેશમાં તેવું લાંછન હશે, તો તે લાંછન ભલે રહો, હવે હું તેને લુંછીશ નહીં.” પછી તે મૃગાવતીનું ચિત્ર પૂરેપૂરું આલેખી રહ્યો. તેવામાં ચિત્રકામ જેવાને રાજા ત્યાં આવ્યા. અનુક્રમે જોતાં જોતાં મૃગાવતીનું સ્વરૂપ તેના જેવામાં આવ્યું. તે વખતે સાથલ ઉપર પિલું લાંછન કરેલું જોઈ રાજાએ ક્રોધથી ચિંતવ્યું કે, “જરૂર આ પાપી ચિત્રકારે મારી પત્ની ભ્રષ્ટ કરી જણાય છે; નહિંત વસ્ત્રની અંદર રહેલા આ લાંછનને એ દુરાશય શી રીતે જાણી શકે !' આવા કે પછી તેને તે દેષ પ્રગટ કરીને રાજાએ નિગ્રહ કરવા માટે તેને રક્ષકોને સ્વાધીન કર્યો. તે વખતે બીજા ચિત્રકારોએ મળીને રાજાને કહ્યું કે, “હે સ્વામી ! એ ચિત્રકાર કઈ યક્ષ દેવના પ્રભાવથી એક અંશ જોઈને આખું સ્વરૂપ યથાવત આલેખી શકે છે, માટે આમાં તેને અપરાધ નથી. ” તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org