Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૪૮]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું તે મૃત્યુ પામી ગઈ તે જોઈ બીજી સ્ત્રીઓએ વિચાર કર્યો કે, “આવી રીતે આપણને પણ આ દુષ્ટ મારી નાખશે, માટે આપણે એકઠી થઈને તેને જ મારી નાખીએ. આવા પાપી પતિને જીવતો રાખવાથી શું ફાયદો છે? આ વિચાર કરીને તે બધીએ નિઃશંક થઈને ચારસોને નવાણુ પણ ચક્રની જેમ તેની ઉપર ફેંક્યા, તેથી તત્કાળ તે સોની મૃત્યુ પામી ગયો. પછી સર્વ સ્ત્રીઓ પશ્ચાત્તાપ કરતી છતી ચિતાવ, ગૃહને બાળી દઈ તેની અંદર રહી પિતે પણ બળીને મૃત્યુ પામી. પશ્ચાત્તાપના યોગે અકામ નિર્જરા થવાથી તે ચારસોને નવાણુ સ્ત્રીઓ મરણ પામીને પુરૂષપણે ઉત્પન્ન થઈ. દુદેવયોગે તેઓ બધા એકઠા મળી કઈ અરણ્યમાં કીલો કરીને રહેતા છતાં ચોરી કરવાને ધંધો કરવા લાગ્યા. પેલો સોની મૃત્યુ પામીન તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થયા. તેની જે એક પત્ની પ્રથમ મરી ગઈ હતી, તે પણ તિર્યંચમાં ઉત્પન્ન થઈ. અને પછી બ્રાહ્મણના કુળમાં પુત્રરૂપે થઈ. તેની પાંચ વર્ષની વય થતાં પેલે સની તેજ બ્રાહ્મણને ઘેર તેની બેનપણે ઉત્પન્ન થયે. માતાપિતાએ તે પુત્રીને પાળક પેલા પુત્રને કરાવ્યો. તે પિતાની બેનનું સારી રીતે પાલન કરતો હતો, તથાપિ અતિ દુષ્ટતાથી તે રોયા કરતી હતી. એક વખતે તે દ્વિજપુત્ર તેના ઉદરને પંપાળતાં અચાનક તેના ગુહ્યસ્થાને અડક, એટલે તે રેતી બંધ થઈ. તે ઉપરથી તેણે રૂદનને બંધ કરવાને તે ઉપાય જાણ્યો. પછી જ્યારે તે રૂદન કરે ત્યારે તે તેના ગુહ્યસ્થાનને સ્પર્શ કરતો હતો, એટલે તે રોતી રહી જતી હતી. એક વખતે તેના માતાપિતાએ તેને તેમ કરતો જે એટલે ક્રોધથી તેને મારીને ઘરની બહાર કાઢી મૂક્યો. તે કોઈ ગિરિની ગુફામાં ચાલ્યો ગયો. અનુક્રમે જે પાળમાં પેલા ચારસો ને નવાણુ ચાર રહેતા હતા, ત્યાં તે જઈ પહોંચ્યો અને તે ચોરોની સાથે તેને સમાગમ થવાથી તેની ભેળો ભળી ગયો. અહિં તેની બેન યુવાવસ્થાને પામતાં કુલટા થઈ. તે સ્વેચ્છાથી ફરતી ફરતી એકાદ કઈ ગામમાં આવી. પેલા ચારેએ તેજ ગામને લુંટી લીધું અને તે કુલટાને પકડી જઈને એ બધાએ તેને સ્ત્રી તરીકે અંગીકાર કરી. એક વખતે બધા ચોરોએ વિચાર કર્યો કે, “આ બીચારી એકલી છે, તેથી આપણા બધાની સાથે ભેગવિલાસ કરવાથી જરૂર થોડા સમયમાં તે મૃત્યુ પામી જશે. માટે કઈ બીજી સ્ત્રી લાવીએ તો ઠીક.” આવા વિચારથી તેઓ બીજી સ્ત્રીને લાવ્યા, ત્યારે પેલી કુલટા સ્ત્રી ઈર્ષ્યાથી તેના છિદ્ર શોધવા લાગી અને પોતાના વિષયમાં ભાગ પડાવનારી માનવા લાગી. એક વખતે બધા ચોર કોઈ ઠેકાણે ચોરી કરવાને ગયા, તે વખતે છળ મેળવીને પૂર્વ સ્ત્રી કોઈ બાનું કાઢી તેને કઈ કુવાની પાસે લઈ ગઈ અને બોલી કે, “ભદ્ર! જે આ કુવામાં કાંઈક છે. તે સરલ સ્ત્રી જોવા ગઈ એટલે તેણુએ ધક્કો મારીને તેને અંદર નાખી દીધી. ચેરેએ આવીને પૂછયું કે, “પેલી સ્ત્રી ક્યાં છે? એટલે તે બેલી. “મને શી માલુમ, તમે તમારી પત્નીને કેમ જાળવતા નથી?’ ચેરએ જાણી લીધું કે, “જરૂર તે બીચારીને આણે ઈર્ષાથી મારી નાખી છે.” પેલા બ્રાહ્મણે વિચાર્યું કે, “શું આ મારી દુશીલા ભગિની હશે?’ તેવામાં તેણે લોકો પાસેથી સાંભળ્યું કે, “અહિં સર્વજ્ઞ ભગવાન આવેલા છેએટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org