________________
૧૪૬]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું મારે આધીન છે તેને માટે પણ તારા પાપી રાજાને આ આચાર છે, તે પિતાને સ્વાધીન પ્રજા ઉપર તે તેને કે જુલમ હશે ?” આ પ્રમાણે કહી શતાનીકે નિર્ભયપણે દૂતને તિરસ્કાર કરીને કાઢી મૂક્યો. તે અવંતીએ આવીને તે વાર્તા ચડપ્રદ્યોતને કહી. તે સાંભળી ચંડપ્રદ્યોતને ઘણે ક્રોધ ચડયા. તેથી સૈન્ય વડે દિશાઓને આછાદન કરતે મર્યાદા રહિત સમુદ્રની જેમ તે કૌશાંબી તરફ ચાલે. ગરૂડના આવવાથી સર્ષની જેમ ચંડપ્રદ્યોતને આવતે સાંભળી શતાનીકરાજા શૈભવડે અતિસાર થવાથી તત્કાળ મૃત્યુ પામી ગયે.
દેવી મૃગાવતીએ વિચાર્યું કે, “મારા પતિ તે મૃત્યુ પામ્યા અને આ ઉદયનકુમાર હજુ અલ્પ બળવાબે બાળક છે. બળવાનને અનુસરવું' એવી નીતિ છે, પણ આ સ્ત્રીલંપટ રાજાના સંબંધમાં તો તેમ કરવાથી મને કલંક લાગે, માટે એની સાથે તે કપટ કરવું એજ યોગ્ય છે. તેથી હવે તો અહીંજ રહીને અનુકૂળ સંદેશાથી તેને લેભાવી યોગ્ય સમય આવે ત્યાં સુધી કાળ નિર્ગમન કરૂં.” આ વિચાર કરી મૃગાવતીએ એક દૂતને સમજાવીને ચંડપ્રદ્યોત પાસે મોકલ્યો. તે દૂત છાવણીમાં રહેલા પ્રદ્યોતરાજાની પાસે આવીને બે કે -“દેવી મૃગાવતીએ કહેવરાવ્યું છે કે, મારા પતિ શતાનીક રાજા સ્વર્ગે ગયા તેથી હવે મને તમારૂં જ શરણું છે, પરંતુ મારો પુત્ર હજુ બળરહિત બાળક છે, તેથી જે હું હમણા તેને છોડી દઉં તો પિતાની વિપત્તિથી થયેલા ઉગ્ર શોકાવેગની જેમ શત્રુરાજાઓ પણ તેને પરાભવ કરશે.” મૃગાવતીની આવી વિનંતિ સાંભળી પ્રદ્યોતરાજા ઘણે હર્ષ પામીને બે કે, “હું રક્ષક છતાં મૃગાવતીના પુત્રને પરાભવ કરવાને કણ સમર્થ છે?” દૂત બોલ્યા કે-“દેવીએ પણ એમ જ કહ્યું છે કે, પ્રદ્યોતરાજા સ્વામી છતાં મારા પુત્રને પરાભવ કરવાને કોણ સમર્થ છે. પણ આપ પૂજ્ય મહારાજા તો દૂર રહે છે અને શત્રુ રાજાઓ તો નજિના રહેનારા છે, તેથી “સર્પ ઓશીકે અને ઔષધિઓ હિમાલય ઉપર એ પ્રમાણે છે. તેથી જે તમે સારી સાથે નિવિદને એગ કરવાને ઈચ્છતા હો તો ઉજયિની નગરીથી ઈટો લાવી કૌશાંબી ફરતે મજબુત કિલ્લો કરાવી આપે.” પ્રદ્યોતે તેમ કરવાને સ્વીકાર્યું. પછી ઉજજયિની ને કૌશાંબીના માર્ગમાં પિતાની સાથેના ચૌદ રાજાઓને પરિવાર સાથે શ્રેણિબંધ સ્થાપિત કર્યા, અને પુરૂષોની પરંપરાવડે હાથે હાથ ઉજજયિનીથી ઈટો મંગાવીને થોડા સમયમાં કૌશાંબી ફરતે મજબુત કિલો કરાવી દીધા. પછી મૃગાવતીએ ફરીને હત મેકલી કહેવરાવ્યું કે, “હે પ્રદ્યોતરાજા! તમે ધન ધાન્ય અને ઈધનાદિકથી કૌશાંબી નગરીને ભરપૂર કદી છે. પ્રદ્યોતરાજાએ તે સર્વ પણ સત્વર કરાવી દીધું. “આશાપાશથી વશ થયેલે પુરૂષ શું શું નથી કરતે.” બુદ્ધિમતી મૃગાવતીએ જાણ્યું કે, “હવે નગરી રોધ કરવાને યોગ્ય છે. તેથી તેણીએ દરવાજા બંધ કર્યો અને કિલ્લા ઉપર સુભટને ચડાવ્યા. ચંડપ્રદ્યોત રાજા કાળથી ભ્રષ્ટ થયેલા કપિની જેમ અત્યંત વિલખો થઈ નગરીને વીંટીને પડ્યો રહ્યો.
એકદા મૃગાવતીને વૈરાગ્ય આવ્યો કે, “જ્યાં સુધી શ્રી વીરપ્રભુ વિચરતા છે, ત્યાં સુધીમાં હું તેમની પાસે દીક્ષા લઉં.” તેણીને આ સંકલ્પ જ્ઞાનવડે જાણી શ્રી વિરપ્રભુ સુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org