________________
સર્ગ ૮ મો ] ઋષભદત્ત, જમાળિ ગશાળાદિ ચરિત્ર
[૧૪૩ જમાળિ લાંતક દેવકમાં તેર સાગરોપમના આયુષ્યવાળો કિલ્વિષિક દેવતા થયા છે.” ગૌતમે ફરીથી પૂછયું કે “તેણે મહા ઉગ્ર તપ કર્યું હતું, તથાપિ તે કિવિષિક દેવ કેમ થયો? અને ત્યાંથી આવીને કયાં જશે?' પ્રભુ બોલ્યા કે-“જે પ્રાણી ઉત્તમ આચારવાળા ધર્મગુરૂ, (આચાર્ય), ઉપાધ્યાય, કુળ, ગણ તથા સંઘને વિરોધી હોય, તે ગમે તેટલી તપસ્યા કરે તો પણ કિવિષિકાદિ હલકી જાતિનો દેવતા થાય છે. જમાળિ પણ તે દોષથી જ કિરિવષિક દેવ થયેલ છે. ત્યાંથી આવી પાંચ પાંચ ભવ તિર્યંચ, મનુષ્ય અને નારકીના ફરી ફરીને બેલિબીજ પ્રાપ્ત કરી છેવટે નિર્વાણને પામશે. તેથી કઈ પણ પ્રાણીએ ધર્માચાર્ય વિગેરેના વિરોધી થવું નહીં.” આ પ્રમાણે ઉપદેશ આપી ભગવંતે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો.
સાકેતપુર નામના નગરમાં સુરપ્રિય નામે એક યક્ષનું દેવાલય હતું. ત્યાં પ્રતિવર્ષ તેની પ્રતિમાને ચિત્રાવીને લોકો મહત્સવ કરતા હતા. પરંતુ તેને જે ચિત્રે તે ચિત્રકારને તે યક્ષ મારી નાખતો હતો અને જે કોઈ તેને ચિત્રે નહી તો તે આખા નગરમાં મહામારી વિમુવતો હતો. તેથી ભય પામીને બધા ચિત્રકારો તે નગરમાંથી પલાયન કરવા લાગ્યા. એટલે પિતાની પ્રજામાં મહામારી ઉત્પન્ન થવાના ભયથી રાજાએ તેમને જતા અટકાવ્યાં, અને તેમના જામીન લઈ ચિઠ્ઠીઓમાં તે સર્વેના નામ લખી યમરાજની ચપાટ જેવા એક ઘડામાં બધી ચિઠ્ઠીઓ નાખી. પછી પ્રતિવર્ષ તેમાંથી એક ચિઠ્ઠી કાઢતાં જેના નામની ચિઠ્ઠી આવે તે ચિત્રકારને બોલાવી તેની પાસે તે યક્ષની મૂર્તિ ચિત્રાવવા લાગ્યો. આ પ્રમાણે કેટલેક વખત ગયા પછી એકદી કોઈ ચિત્રકારને પુત્ર કૌશાંબી નગરીથી ચિત્રકળા શીખવાને માટે ત્યાં આવ્યો, અને કોઈ ચિત્રકારની વૃદ્ધ સ્ત્રીને ઘેર ઉતર્યો. તેને તે વૃદ્ધાના પુત્રની સાથે મૈત્રી થઈ. દૈવયોગે તે વર્ષે તે વૃદ્ધાના પુત્રના નામની જ ચિઠ્ઠી નીકળી, જે ચિઠ્ઠી યમરાજના ચોપડાના પાના જેવી હતી. તે ખબર સાંભળી વૃદ્ધાએ રૂદન કરવા માંડ્યું; તે જોઈ કૌશાંબીના યુવાન ચિત્રકારે રૂદન કરવાનું કારણ પૂછયું, ત્યારે વૃદ્ધાએ યક્ષનું વૃત્તાંત અને પિતાના પુત્રને આવી પડેલી વિપત્તિની વાર્તા જણાવી. તે બોલ્યો-“માતા! રૂદન કરો નહીં, તમારો પુત્ર ઘેર રહે, હું જઈને ચિત્રકારના ભક્ષક તે યક્ષને ચિતરીશ.” સ્થવિરા બોલી કે-વત્સ! તું પણ મારો પુત્ર જ છે.” તે બોલ્યો-“માતા ! હં છતાં મારે ભાઈ સ્વસ્થ રહે.' પછી તે યુવાન ચિત્રકાર છઠ્ઠને તપ કરી, હાઈ ચંદનથી શરીર પર વિલેપન કરી, મુખ ઉપર પવિત્ર વસ્ત્રને આઠ૫ડું કરી બાંધીને નવીન પીંછીઓ અને સુંદર રંગથી તેણે યક્ષની મૂર્તિ ચિત્રી. પછી તે બાળ ચિત્રકાર યક્ષને નમીને બોલ્યો કે-“હે સુરપ્રિય દેવશ્રેષ્ઠ! અતિ ચતુર ચિત્રકાર પણ તમારા ચિત્રને ચિતરવાને સમર્થ નથી તે હું ગરીબ મુગ્ધ બાળક તો કેણુ માત્ર છું. તથાપિ હે યક્ષરાજ! મેં મારી શક્તિથી જે કાંઈ કર્યું છે તે યુક્ત કે અયુક્ત જે હોય તે સ્વીકારજો અને કાંઈ ભૂલચૂક થઈ હોય તે તેને માટે ક્ષમા કરજે; કારણ કે તમે નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ છે.” આવી તે બાળકની વિનય ભરપૂર વાણીથી યક્ષ પ્રસન્ન થઈને બોલ્યો કે “હે ચિત્રકાર / વર માગ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org