Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૩૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૧૦ મું શી રીતે ઓળખાશે? તેમનું નામ શું? તેનું અભિજ્ઞાન શું? તેવા ભિક્ષુકો તો કેટલાય આવે છે.” શ્રીમતી બેલી કે-“પિતાજી! તે દેવાલયમાં દેવતાની ગજેનાથી હું ભય પામી હતી, તેથી હું વાનરીની જેમ તેમના ચરણને પકડી રહી હતી, તે વખતે તેમના ચરણમાં એક ચિન્હ મારા જેવામાં આવ્યું છે. માટે હે પિતા! તમે એવી ગોઠવણ કરે કે જેથી હું પ્રતિદિન જતા આવતા સાધુઓને જોઈ શકું.” શેઠ બેલ્યા કે, “હે પુત્રી ! હવે જે કોઈ મુનિએ આ શહેરમાં આવે તે સર્વે મુનિઓને તારે સ્વયમેવ ભિક્ષા આપવી.” પિતાની આજ્ઞા થઈ ત્યારથી શ્રીમતી દરેક મુનિઓને ભિક્ષા આપતી, અને વંદના કરતી વખતે તેમના ચરણ પરના ચિન્હ જોતી હતી. તેમ કરતાં કરતાં બાર વર્ષે દિમૂઢ થયેલા આદ્રકમુનિ ત્યાં આવી ચડ્યા. શ્રીમતીએ વંદના કરતાં ચિન્હ જોઈને તરત ઓળખી લીધા, એટલે તે બેલી કે, “હે નાથ! તે દેવાલયમાં હું તમને વરી હતી. માટે તમે જ મારા પતિ છે. તે વખતે તો હું મુગ્ધા હતી તેથી મને પસીનાના બિંદુની જેમ ત્યજી દઈને તમે ચાલ્યા ગયા હતા, પણ આજે સપડાયા છે, હવે કરજદારની જેમ અહિંથી શી રીતે જશે? હે નાથ! જ્યારથી તમે દષ્ટનષ્ટ થયા હતા ત્યારથી પ્રાણ રહિતની જેમ મારા બધા કાળ નિગમન થયો છે, માટે હવે પ્રસન્ન થઈને મને અંગીકાર કરો. તે છતાં પણ કદિ જે ક્રૂરતાથી મારી અવજ્ઞા કરશો તો હું અગ્નિમાં પડીને તમને હત્યાનું પાપ આપીશ.” પછી રાજાએ અને મહાજને આવીને વિવાહ માટે તેમની પ્રાર્થના કરી. એટલે મુનિએ વ્રત લેવાને વખતે જે તેના નિષેધરૂપ દિવ્ય વાણી થઈ હતી તે યાદ કરી, અને તે દૈવી વાણી સંભારીને તેમજ સર્વનો વિશેષ આગ્રહ જોઈને મહાત્મા આદ્રકમુનિ તે શ્રીમતીને પરણ્યા. “કદિ પણ ભાવી અન્યથા થતું નથી.”
શ્રીમતીની સાથે ચિરકાળ ભોગ ભેગવતા તે મુનિને ગૃહસ્થપણાની પ્રસિદ્ધિરૂપ એક પુત્ર ઉત્પન્ન થયો. અનુક્રમે વૃદ્ધિ પામતો તે પુત્ર ધાવણુ મૂકી દઈ રાજશુકની જેમ તરસ્તની છુટેલી જિહાવડે કાલુકાલું બોલવા લાગ્યા. પુત્ર મોટો થવાથી આકકુમારે શ્રીમતીને કહ્યું કે, “હવે આ પુત્ર તારી સહાય કરશે, માટે હું દીક્ષા લઈશ.” બુદ્ધિમાન શ્રીમતી તે વાત પુત્રને જણાવવાને માટે રૂની પૂણ સાથે ત્રાક લઈને રેંટીઓ કાંતવા બેઠી. જ્યારે તે રૂ કાંતવા લાગી ત્યારે પુત્રે તે જોઈને પૂછ્યું કે, “હે માતા! સાધારણ માણસને આવું કામ તમે કેમ કરે છે?” તે બોલી કે–“હે વત્સ! તારા પિતા દીક્ષા લેવા જવાના છે, એટલે તેના ગયા પછી પતિ રહિત એવી મારે આ ત્રાકનુંજ શરણ છે.” પુત્ર બાલ્યપણાને લીધે તોતડી પણ મધુર વાણુઓ બેલ્યો કે માતા ! હું મારા પિતાને બાંધીને પકડી રાખીશ, પછી તે શી રીતે જઈ શકશે?' આ પ્રમાણે કહી લાળથી કળીઆની જેમ તે મુશ્વમુખ બાળક ત્રાકના સૂત્રથી પિતાના ચરણને વીંટવા લાગ્યો, અને બોલ્યો કે-“અંબા ! હવે ભય રાખે નહીં, સ્વસ્થ થાઓ, જુ મારા પિતાના પગ મેં બાંધી લીધા છે, તેથી બંધાયેલા હાથીની જેમ હવે તે શી રીતે જઈ શકશે?” બાળકની આ પ્રમાણેની ચેષ્ટા જોઈ આદ્રકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org