Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૩૨]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું અશાંત અશ્રુ વર્ષાવતો અને જેના નેત્રો સુજી ગયા છે એ તે આદ્રકકુમાર અભયકુમારને મળવા જવાને ઉત્કંઠિત થઈ રહ્યો. બેસતાં, સુતાં, ચાલતાં, ખાતાં અને બીજી બધી ક્રિયાઓ કરતાં તે અભયકુમારથી અલંકૃત એવી દિશાને જ પિતાની દષ્ટિ આગળ રાખતો હતો. અભયકુમારની પાસે પારેવાની જેમ ઉડીને પહોંચવાની ઈચ્છાવાળા તે આદ્રકકુમારને રોગપીડિત દીન જનની જેમ જરા પણ શાંતિ વળતી નહીં. તે હમેશાં મગધ દેશ કે છે? રાજગૃહ નગર કેવું છે? ત્યાં જવાનો કર્યો માર્ગ છે?” આ પ્રમાણે પોતાના પરિજનને પૂછયા કરતો હતો.
આદ્રકકુમારની આવી સ્થિતિ સાંભળી આદ્રકરાજાને ચિંતા થઈ કે, “જરૂર આદ્રકકુમાર કોઈ વખતે મને કહ્યા વગર અભયકુમારની પાસે ચાલ્યા જશે, તેથી તેને બહેબસ્ત રાખો જોઈએ.” આવું ચિંતવી તેણે પોતાના પાંચસો સામંતોને આજ્ઞા કરી કે “તમારે આદ્રકકુમારને કોઈ પણ દેશાંતરે જવા ન દે.' રાજાની આવી આજ્ઞાથી તે સામંતે પણ છાયાની જેમ તેનું પડખું છોડતા નહોતા. નિરંતર સાથે રહેતા હતા; તેથી કુમાર પિતાના આત્માને બંદીવાનું સરખે માનવા લાગે છેવટ અભયકુમારની પાસે જવાનું મનમાં ધારીને તે બુદ્ધિમાન કુમારે પ્રતિદિન અશ્વ ફેરવવાની ક્રીડા કરવા માંડી. તે વખતે પણ તે સામંતે તેના અંગરક્ષક થઈને તેની સાથે રહેવા લાગ્યા. આદ્રકકુમાર ઉતાવળો અશ્વ દોડાવી તેનાથી થોડેક દૂર ચાલ્યો જઈને પાછો વળી આવતો હતો. એવી રીતે અનુક્રમે અશ્વને ખેલાવતાં અધિક અધિક દૂર જવા લાગ્યો અને પાછો વળી આવવા લાગ્યા. તેથી સર્વ સામે તેને તેના ગમનાગમન પર વિશ્વાસ ઉત્પન્ન થયો. એમ કરતાં કરતાં એક દિવસ આદ્રકકુમારે પિતાના વિશ્વાસુ માણસની પાસે સમુદ્રમાં એક વહાણ તૈયાર કરાવ્યું. તે વહાણને રત્નથી પૂરાવ્યું અને અભયકુમારે મોકલેલી શ્રી આદિનાથની પ્રતિમા પણ તેમાં મોકલાવી દીધી. પછી અશ્વને ખેલાવતાં અદશ્ય થઈને તે વહાણ ઉપર ચડી આદ્રકકુમાર આર્યદેશમાં આવતો રહ્યો. ત્યાં પહોંચ્યા પછી વહાણુમાંથી ઉતરીને અભયકુમારે મોકલેલી પ્રતિમાં તેની પાસે મોકલી, સાત ક્ષેત્રમાં ધન વાપરી પોતાની મેળે યતિલિંગ ગ્રહણ કર્યું. એ વખતે તેણે સામાયિક ઉરચરવા માંડયું, તે વખતે આકાશમાં રહેલા દેવતાઓએ ઉંચે સ્વરે કહ્યું કે, “હે મહાસત્ત! તું દીક્ષા ગ્રહણ કરીશ નહીં, કારણ કે અદ્યાપિ તારે ભોગ્યકર્મ અવશેષ છે, તે ભોગવી લે અને ભાગ્યકમ ભેગવ્યા પછી સમયે દીક્ષા ગ્રહણ કરજે; કેમકે ભેચ્યકમ તીર્થકરને પણ અવશ્ય જોગવવું પડે છે. હે મહાત્મા! તારે હાલ વ્રત લેવાની જરૂર નથી, હાલ વ્રત લેવાથી તારું ઉપહાસ્ય થશે. તેવું ભેજન કર્યું શા કામનું કે જેનું વમન થઈ જાય?” આવાં દેવતાનાં વચનને અનાદર કરીને આદ્રકકુમારે પરાક્રમવડે પિતાની મેળે દીક્ષા ગ્રહણ કરી. આ પ્રમાણે આદ્રકકુમાર મુનિ પ્રત્યેકબુદ્ધ થઈ તીવ્રપણે વ્રતને પાળતા વિહાર કરવા લાગ્યા. અનુક્રમે તે વસંતપુર નગરે આવ્યા. અને નગરની બહાર કોઈ દેવાલયમાં પ્રતિમા ધારણ કરીને રહ્યા, અર્થાત્ સર્વ આધિને દૂર કરી સમાધિસ્થ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org