Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૭ ] ચેલણને પ્રાસાદ, શ્રેણિકનું વિદ્યાગ્રહણ વિગેરે [૧૩૧ ઠેકાણે આવી વસ્તુ જયેલી છે, પણ મંદાભ્યાસીને શાસ્ત્રની જેમ તે મારા સ્મરણમાં આવતું નથી.” આવી રીતે ઘણી ચિંતવના કરતાં આદ્રકુમારને જાતિસ્મરણને ઉત્પન્ન કરનારી મેટી મૂછ આવી. તત્કાળ જાતિસ્મરણ ઉત્પન્ન થતાં ચેતનાને પ્રાપ્ત કરીને તે પોતાના પૂર્વ જન્મની કથાને ચિંતવવા લાગ્યો-“અરે! આ ભવથી ત્રીજે ભવે મગધદેશના વસંતપુર નગરમાં સામાયિક નામે હું એક કુટુંબી (કણબી) હતું. મારે બંધુમતી નામે સ્ત્રી હતી. તેની સાથે અન્યદા સુસ્થિત નામના આચાર્યની પાસેથી આર્યધર્મ અમે યથાર્થ રીતે સાંભળ્યો. તેથી ભાય સહિત પ્રતિબંધ પામી ગૃહવાસથી વિરક્ત થઈને તેમની પાસે દીક્ષા લીધી. ગુરૂની સાથે વિહાર કરતો હું અન્યદા એક શહેરમાં આવ્યો. ત્યાં મારી સ્ત્રી બંધુમતી પણ બીજી સાધ્વીઓ સાથે વિહાર કરતી કરતી આવી. એક દિવસે તેને જોવાથી મને પૂર્વની વિષયક્રિીડા યાદ આવી, તેથી હું તેણીમાં અનુરક્ત થયો અને બીજા સાધુને મેં તે વાર્તા જણાવી. તે સાધુએ પ્રવત્તિનીને કહ્યું, અને તેણીએ બંધુમતીને કહ્યું. તે સાંભળી ખેદ પામતી બંધુમતી આ પ્રમાણે બોલી કે-“હે સ્વામિની! એ ગીતાર્થ થયેલ સાધુ પણ જે મર્યાદાનું ઉલ્લંઘન કરશે તો પછી મારી શી ગતિ થશે? કારણ કે મર્યાદા પાળવાથી જ સમુદ્ર પૃથ્વીને ડુબાડતા નથી. હવે કદિ હું અહિંથી દેશાંતર જાઉં તે પણ એ મહાનુભાવ મને દેશાંતર ગયેલી સાંભળશે ત્યાં સુધી મારા વિષે રાગ છેડી દેશે નહીં; માટે છે ભગવતી હું પ્રાણુજ તજી દઈશ કે જેથી મારા અને તેમના શીલનું ખંડન નહીં થાય.” આ પ્રમાણે ધારી અનશન કરીને લીલા માત્રમાં તેણે થુંકની જેમ પોતાના પ્રાણને તજી દીધા અને દેવાણુને પ્રાપ્ત થઈ. તેને મૃત્યુ પામેલી સાંભળી મને વિચાર થયો કે, “એ મહાનુભાવો વ્રતભંગના ભયથી મૃત્યુ પામી, અને હું તે વ્રતને ભંગ થયા છતાં પણ જીવું છું, તે મારે હવે જીવવાની શી જરૂર છે?” એવું ધારીને હું પણ અનશન કરી મૃત્યુ પામીને દેવલોકમાં દેવતા થયો. ત્યાંથી ચવીને અહિં ધર્મવજિત એવા અનાર્ય દેશમાં ઉત્પન્ન થયે છું. જેણે મને પ્રતિબંધ પમાડયો તેજ મારે ખરેખર બંધુ અને ગુરૂ છે. મારા ભાગ્યના ઉદયથી અભયકુમાર મંત્રીએ મને પ્રતિબંધિત કર્યો છે, પણ અદ્યાપિ હું તેના દર્શન કરી શકું તેમ ન હોવાથી ખરેખર મંદભાગ્ય છું. તેથી હવે પિતાની આજ્ઞા મેળવીને હું આર્ય દેશમાં જઈશ કે જ્યાં મારા ગુરૂ અભયકુમાર છે.” આવા મનોરથ કરતો અને આદિનાથની પ્રતિમાને પૂજતો આદ્રકુમાર દિવસોને નિર્ગમન કરવા લાગે.
એક દિવસે આકકુમારે પિતાના પિતાને વિજ્ઞપ્તિ કરી કે, “હું અભયકુમારના દર્શન કરવાને ઈચ્છું છું.” એટલે આદ્રકરાજાએ કહ્યું કે, “હે વત્સ! તારે ત્યાં જવું નહીં, કારણ કે આપણે શ્રેણિકરાજાની સાથે પણ અહિં સ્થાને રહ્યા છતાંજ મૈત્રી છે. ” પિતાની આવી આજ્ઞાથી બંધાયેલા અને અભયકુમારને મળવાને ઉત્કંઠિત થયેલ આદ્રકકુમાર ત્યાં જઈ શક્યો નહીં, તેમ અહિં રહી પણ શક્યો નહિ. તેથી ભાદરવાના મેઘની જેમ નેત્રમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org