Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૮ મો ] ઋષભદત્ત, જમાળિ ગોશાળાદિ ચરિત્ર
[૧૩૯ અને કષભદત્ત પ્રભુને નમીને બેલ્યા કે “હે સ્વામી ! અમે બંને આ અસાર સંસારવાસથી વિરક્ત થયા છીએ, માટે હે જંગમ કલ્પવૃક્ષ! અમોને સંસારતારણ દીક્ષા આપો. તમારા સિવાય તરવાને અને તારવાને બીજો કોણ સમર્થ છે?” પ્રભુએ તથાસ્તુ' એમ કહ્યું, એટલે આત્માને ધન્ય માનતા તે દંપતીએ ઈશાન દિશામાં જઈ આભૂષણો વિગેરે તજી દીધાં, અને સંવેગથી પાંચ મુષ્ટિવડે કેશ લેચ કરી પ્રભુને પ્રદક્ષિણ પૂર્વક વંદના કરીને બોલ્યા કે “હે સ્વામી! અમે જન્મ, જરા અને મૃત્યુથી ભય પામી તમારે શરણે આવ્યા છીએ, માટે તએ સ્વયમેવ અમને દીક્ષા આપવાને પ્રસન્ન થઈ અનુગ્રહ કરે.” પછી પ્રભુએ નિર્દોષ મનવાળા તે દંપતીને દીક્ષા આપી અને સમાચારી તથા આવશ્યકની વિધિ કહી સંભળાવી. “સર્વ સંપુરૂષે ઉપકારી હોય છે, તે પછી સર્વ કૃતજ્ઞ પુરૂમાં શિરોમણિ પ્રભુની તો વાત જ શી કરવી!” પછી પ્રભુએ ચંદના સાધ્વીને દેવાનંદા અને સ્થવિર સાધુઓને ઋષભદત્તને સેંપી દીધા. બંને પરમ આનંદથી વ્રતને પાળવા લાગ્યા. અનુક્રમે એકાદશાંગીનું અધ્યયન કરી, વિવિધ તપમાં તત્પર થઈ કેવળજ્ઞાન પામીને તેઓ મેક્ષને પ્રાપ્ત થયા.
ભગવંત શ્રી વિદ્ધમાન સ્વામી જગતના આનંદમાં વૃદ્ધિ કરતા છતા ગામ, આકર અને નગરથી આકુળ એવી પૃથવીપર વિહાર કરવા લાગ્યા. અનુક્રમે પ્રભુ ક્ષત્રીયકુંડ ગામે પધાર્યા. ત્યાં સમવસરણમાં બેસી દેશના આપી. પ્રભુને સમવસરેલા જાણી રાજા નંદિવર્દન મોટી સમૃદ્ધિ અને ભક્તિથી પ્રભુને વાંદવા આવ્યા. ત્રણ પ્રદક્ષિણા કરી જગદ્ગુરૂને વાંદી ભક્તિથી અંજળિ જોડીને તે યોગ્ય સ્થાને બેઠા. તે વખતે જમાળિ નામે પ્રભુને ભાણેજ અને જામાતા, પ્રભુની પુત્રી પ્રિયદર્શના સહિત પ્રભુને વાંદવા આવ્યો. ભગવંતની દેશના સાંભળીને પ્રતિબોધ પામેલા જમાળિએ માતા પિતાની રજા લઈ પાંચસો ક્ષત્રીઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. જમાળિની સ્ત્રી અને ભગવંતની પુત્રી પ્રિયદર્શનાએ પણ એક હજાર સ્ત્રીઓ સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. પછી પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. જમાળિમુનિ પણ ક્ષત્રિય મુનિઓ સહિત પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા. અનુક્રમે જમાળિએ અગ્યાર અંગનું અધ્યયન કર્યું, એટલે પ્રભુએ તેને સહસ્ત્ર ક્ષત્રિયમુનિઓના આચાર્ય કર્યા. તેમણે ચતુર્થ, છઠ્ઠ અને અઠ્ઠમ વિગેરે તપ કરવા માંડશે, તેમ જ ચંદનાને અનુસરતી પ્રિયદર્શનાએ પણ તપ કરવા માંડ્યું.
એક વખતે જમાળિએ પિતાના પરિવાર સહિત પ્રભુને નમીને કહ્યું, “સ્વામી! તમારી આજ્ઞા હોય તો અમે હવે અનિયત વિહાર કરીએ.” પ્રભુએ જ્ઞાનચક્ષુવડે તેમાં ભાવી અનર્થ જાર્યો હતો, તેથી જમાળિ મુનિએ વારંવાર પૂછયું તથાપિ કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં. એટલે “જેમાં નિષેધ ન હોય તેમાં આજ્ઞા સમજવી.” એવું વિચારી જમાળિમુનિ પરિવાર સહિત બીજે વિહાર કરવા પ્રભુ પાસેથી નીકળ્યા. અનુક્રમે વિહાર કરતાં કરતાં શ્રાવસ્તી નગરીએ ગયા. ત્યાં કેક નામના નગરની બહારના ઉદ્યાનમાં વિરસ, શીતળ, લુખા, તુચ્છ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org