Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૭ મ] ચેલણાનો પ્રાસાદ, શ્રેણિકનું વિદ્યાગ્રહણ વિગેરે
[૧૩૭ શ્રેણિકરાજા ગજેદ્રના મોક્ષની અને તાપસેના પ્રતિબોધની હકીકત સાંભળી અભયકુમાર સહિત આમુનિ પાસે આવ્યો. ભક્તિથી વંદના કરતા રાજાને મુનિએ સર્વકલ્યાણકારિણી ધર્મલાભરૂપ આશીષથી આનંદિત કર્યો. પછી મુનિને શુદ્ધ ભૂમિતળ ઉપર નિરાબાદપણે બેઠેલા જોઈ રાજાએ પૂછયું કે, “હે ભગવન ! તમે કરેલા ગજેંદ્રમોક્ષથી મને આશ્ચર્ય થાય છે, એટલે મહર્ષિ બોલ્યા કે-“હે રાજેદ્ર! ગજેદ્રને મોક્ષ કરે તે મને દુષ્કર લાગતે નથી, પણ મને તો ત્રાકસૂત્રના પાશમાંથી મોક્ષ થવો તે દુષ્કર જણાય છે. રાજાએ પૂછયું કે, “તે શી રીતે?” એટલે મુનિએ ત્રાસૂત્ર સંબંધી બધી કથા કહી સંભળાવી, જે સાંભળી રાજા અને સર્વ લેકે વિસ્મય પામી ગયા.
પછી આદ્રકુમાર મુનિએ અભયકુમારને કહ્યું કે, “હે ભદ્ર! તમે મારા નિઃકરણ ઉપકારી ધર્મબંધુ છો. હે રાજપુત્ર! તમે મેકલેલી અહિતની પ્રતિમાના દર્શનથી મને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેથી જ હું આહત થયે. હે ભદ્ર! તમે મને શું શું નથી આપ્યું? અને શો શો ઉપકાર નથી કર્યો? કે જેણે મને ઉત્તમ ઉપાયની યોજના કરીને આહંત ધર્મમાં પ્રવર્તાવ્યો. હે મહોપકારી! તમે અનાર્ય પણ રૂપ મહા કાદવમાં નિમગ્ન થયેલા એવા મારો ઉદ્ધાર કર્યો, અને તમારી બુદ્ધિથી બોધ પામી હું આર્ય દેશમાં આવ્યા, તેમજ તમારાથીજ પ્રતિબોધ પામીને હું દીક્ષાને પ્રાપ્ત થયે છું. તેથી તે કુમાર! તમે ઘણા કલ્યાણવડે વૃદ્ધિ પામે છે.” રાજા શ્રેણિક, અભયકુમાર અને બીજા લેકે તે મુનિને વંદના કરીને પિતાપિતાને સ્થાનકે ગયા. આદ્રકમુનિએ રાજગૃહ નગરમાં સમવસરેલા શ્રી વીરભુને વંદના કરી અને તેમના ચરણકમળની સેવાથી કૃતાર્થ થઈ પ્રાંતે મોક્ષને પ્રાપ્ત થયા.
इत्याचार्य श्री हेमचंद्रसूरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महकाव्ये दशमपर्वणि चेलणायोग्यएकस्तंभप्रासादनिर्मापण-आम्रफलापहारेण श्रेणिकविद्याग्रहण-दुर्गधाकथा-आर्द्रकुमारकथा
વનો નામ સપ્તમઃ સ ા.
==Irride
D - 18
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org