________________
૧૩૦].
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું મળવાથી આદ્રકકુમારે તે મંત્રીને કહ્યું કે, “તમારે મને પૂછળ્યા વગર જવું નહીં; કારણ કે અહીંથી ચાલતી વખતે અભયકુમાર સાથેના નેહરૂ૫ વૃક્ષના બીજ જેવું મારું વચન તમારે સાંભળવાનું છે.” કુમારનાં વચનથી મંત્રીએ તેમ કરવાને સ્વીકાર્યું પછી રાજાની રજા લઈને છડીદારે બતાવેલા માર્ગે મંત્રી તેના ઉતારામાં ગયે.
અન્યદા આટૂંકરાજાએ મેતી વિગેરેની ભેટ લઈને એક પિતાના પુરૂષ સાથે તે મંત્રીને વિદાયગીરી આપી. તે વખતે આદ્રકુમારે અભયકુમારને માટે તે મંત્રીના હાથમાં પરવાળા અને મુક્તાફળ વિગેરે આપ્યા. પછી મંત્રી આદ્રકરાજાના મનુષ્ય સહિત રાજગૃહપુરે આવ્યું અને તેમણે શ્રેણિકરાજાને અને અભયકુમારને ભેટ આપી. મંત્રીએ અભયકુમારને સંદેશે કહ્યો કે, “આકકુમાર તમારી સાથે મિત્રતા અને સૌશાત્ર કરવા ઈચ્છે છે. જિનશાસનમાં કુશળ અભયકુમારે ચિંતવ્યું કે, “જરૂર શ્રમણપણાની વિરાધના કરવાથી તે અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલ હશે; પણ તે મહાત્મા આદ્રકકુમાર આસનભવ્ય હોવો જોઈએ. કારણ કે અભવ્ય અને દુરભવ્યને મારી સાથે પ્રીતિ કરવાની ઈચ્છા થાય નહીં. “પ્રાયઃ સમાન પુણ્ય પાપવાળા પ્રાણીઓને જ પ્રીતિ થાય છે, તેઓનો સ્વભાવ એક સરખે હોય છે અને મૈત્રી એક સરખા સ્વભાવથીજ ઉત્પન્ન થાય છે.” હવે કઈ પણ ઉપાય કરીને તેને પાછે જેનધમી” કરી તેનો આપ્ત જન થાઉં, કેમકે જે ધર્મમાર્ગમાં અગ્રેસર થાય તે જ આ કહેવાય છે. તે આદ્રકકુમારને હું તીર્થકરનું બિંબ દર્શાવું, કે જેથી કદિ તેને ઉત્તમ જાતિસ્મરણ થાય. અહીંથી ભેટને વિષે મહાન આચાર્યે પ્રતિષ્ઠિત કરેલી એક રત્નમયી ઉત્તમ અહંન્દુ પ્રતિમા હું તેની ઉપર એકલાવું.' આ પ્રમાણે વિચારીને તેણે એક પેટીમાં શ્રી આદિનાથની અપ્રતિમ પ્રતિમા મૂકી, કે જે પ્રતિમા કલ્યાણ આપવામાં કામધેનુ જેવી હતી. પછી તે પ્રતિમાની આગળ ધૂપધાણું અને ઘંટા વિગેરે દેવપૂજાના બધા ઉપકરણો મૂક્યા. પછી તે પેટના દ્વારપર તાળું દઈ અભયકુમારે તેની ઉપર પોતાની મહોરછાપ કરી. મગધપતિ શ્રેણિકે પેલા આદ્નકરાજાના માણસને ઘણી ભેટ આપીને પ્રિય આલાપપૂર્વક વિદાય કર્યો. તે વખતે અભયકુમારે પણ તેના હાથમાં તે પેટી આપી અને અમૃત જેવી વાણીથી તેનો સત્કાર કરીને કહ્યું કે, “હે ભદ્ર! આ પિટી આદ્રકુમારને આપજે અને તે મારા બંને મારો આ સંદેશો કહે છે કે, આ પેટી એકાંતમાં જઈને તારે એકલાએજ ઉઘાડવી અને તેમાં જે વસ્તુ છે તે તારેજ જેવી, તે વસ્તુ કોઈ બીજાને બતાવવી નહીં.” આ પ્રમાણે તેનું કહેવું કબુલ કરી તે પુરૂષ પોતાને નગરે ગયે. સાથે લાવેલી ભેટ પિતાના સ્વામીને અને તેમના કુમારને આપી. તેમજ અભયકુમારનો સંદેશો આદ્રકકુમારને એકાંતમાં લઈ જઈને કહો. આદ્રકકુમારે એકાંતે તે પેટી ઉઘાડી, તે તેમાં અંધકારમાં પણ ઉદ્યોત કરતી જાણે તેજનીજ ઘડેલી હોય તેવી શ્રી આદિનાથની મનોહર પ્રતિમા તેના જેવામાં આવી. તે જોઈ આદ્રકકુમાર વિચારમાં પડયો કે, “આ શું હશે? આ કોઈ અંગનું ઉત્તમ આભૂષણ જણાય છે, પણ તે શું મસ્તકે, કઠે કે હૃદયે પહેરવાનું હશે ? પૂર્વે મેં કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org