Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૨૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૧૦ મું અહિં પૂર્વ કર્મની નિર્જરા થવાથી દુર્ગંધાને ગંધ ચાલ્યો ગયો. એવામાં કોઈ એક વંધ્યા આભિરીએ તેને જોઈ, એટલે પુત્રી તરીકે માનીને તેને લઈ લીધી. અનુક્રમે તે આભિરીએ પિતાની ઉદર જાત પુત્રીની જેમ તેનું પોષણ કર્યું, તેથી તે રૂ૫ લાવયવડે ઘણી શોભતી યૌવનવતી થઈ
અન્યદા મનોહર કૌમુદી ઉત્સવ આબે, જે શૃંગાર રસના સર્વસ્વ નાટકના મુખ જેવો હતે, તે ઉત્સવ જેવાને માટે યુવાન પુરૂષોના લોચનરૂપ મૃગલાને પાશલારૂપ તે યુવતી પિતાની માતાની સાથે આવી. રાજા શ્રેણિક અને અભયકુમાર પણ પરણવા માટે જતા વરની જેમ સર્વ અંગ ઉપર વેત વસ્ત્ર પહેરીને તે ઉત્સવમાં આવ્યા. તે મેટા ઉત્સવના સંમર્દમાં શ્રેણિક રાજાને હાથ તે આમિરકુમારીની ઉંચા સ્તનવાળી છાતી ઉપર પડી ગયો. તેથી તત્કાળ તેના ઉપર રાગ ઉત્પન્ન થવાથી રાજાએ તેના વસ્ત્રના છેડા સાથે સંભોગની જામીનગીરી જેવી પોતાની મુદ્રિકા બાંધી દીધી. પછી શ્રેણિક અને અભયકુમારને કહ્યું કે, “મારૂં ચિત વ્યગ્ર થતાં મારી મુદ્રિકા કેઈએ હરી લીધી છે, માટે તેના ચોરને તું સત્વર શોધી કાઢ. તે સાંnળી બુદ્ધિમાન અભયકુમાર બધા રંગદ્વારો બંધ કરાવીને સોગઠાને ઘુતકારની જેમ એક એક માણસને બહાર કાઢવા લાગ્યો. બુદ્ધિના ભંડાર અભયે સર્વના વસ્ત્રો કેશપાશ અને મુખ શોધવા માંડયા. એમ કરતાં કરતાં પેલી અભિરકુમારી આવી, એટલે તેનાં વસ્ત્રો શોધતાં તેને છેડે બાંધેલી રાજાની નામાંકિત મુદ્રિકા જેવામાં આવી. અભયકુમારે તેને પૂછ્યું કે, “હે બાળે ! આ ઉમિકા તે શા માટે લીધી હતી ?' તે કાને હાથ મૂકીને બોલી કે “હું કાંઈ પણ જાણતી નથી.” તેને અતિ રૂપવતી જઈ ધીમાન અભયકુમારે વિચાર્યું કે, “જરૂર આ આમિરકુમારી ઉપર પિતા અનુરક્ત થયા હશે અને એને ગ્રહણ કરવા માટે રાગવશ થયેલા રાજાએ એંધાણી તરીકે પોતાની મુદ્રિકા તેના વસ્ત્રને છેડે બાંધી દીધી હશે.” આવું ચિંતવતો અભયકુમાર તેને રાજાની પાસે લઈ ગયો. રાજાએ પૂછયું કે, “કેમ મુદ્રિકાનો ચોર મળે? અભય બોલ્યા કે–દેવ! તે ચોરનારી આ બાળા છે. પણ હે પ્રભુ! તેણે મુદ્રિકા સાથે તમારા ચિત્તને પણ ચારી લીધું હોય તેમ લાગે છે.' રાજા હસીને બે -“એ કુમારીને હું પરણીશ. શું નથી સાંભળ્યું કે, દુષ્કુળમાંથી પણ સ્ત્રી રત્ન ગ્રહણ કરવું. પછી રાજા નિર્દોષ અંગવાળી તે આમિરકન્યાને પરણ્યા અને ઘણા રાગથી તેને પિતાની પટ્ટરાણ કરી.
એક વખતે રાજા રાણીઓ સાથે પાસે રમતે હતો, તેમાં એવું પણ કહ્યું કે, જે જીતે તે હારેલાના પૃષ્ઠ ભાગ ઉપર ચડે. એ પ્રમાણે પણ કરીને રમતાં બીજી કુળવાન રાણીઓ
જ્યારે રાજાને જીતતી ત્યારે તો તે પોતાનો જય જણાવવાને માટે માત્ર રાજાના પૂઠ ભાગ ઉપર પોતાનું વસ્ત્ર નાંખતી હતી પણ જ્યારે આ વેશ્યાપત્રીએ રાજાને જીત્યો ત્યારે તો તે કઠિન હૃદયની થઈ નિઃશંકપણે તેના પૃષ્ટ ઉપર ચડી ગઈ. રાજાને તે વખત પ્રભુનું ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org