Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૨૬]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મુ ભગવી નહીં. છેવટે પિલ ચેર ત્યાં ઊભો હતો તે બોલ્યો કે- સર્વથી પિલા ચાર દુષ્કર કાર્ય કરનારા છે કે જેઓએ સુવર્ણથી ભરેલી તે બાળાને લુંટયા વગર છેડી દીધી.” પછી અભયકુમારે તેને ચાર જાણીને પકડી લીધું અને પૂછ્યું કે, “તેં આમ્રફળની ચોરી શી રીતે કરી ?” ચોરે કહ્યું કે “વિદ્યાના બળથી.” અભયકુમારે સર્વ વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યું અને ચોરને લાવીને સેં. શ્રેણિકે કહ્યું કે, “કોઈ બીજે ચાર હોય તે પણ તેની ઉપેક્ષા થતી નથી તે આ ચાર તો શક્તિમાન છે, માટે તેને તો નિઃસંદેહ નિગ્રહ કરવો.” અભયકુમારે નિષ્કપટપણે વિજ્ઞપ્તિ કરી કે “હે દેવ! આની પાસેથી વિદ્યા મેળવીને પછી જે યુક્ત હોય તે કરજો.” પછી મગધપતિ શ્રેણિક રાજાએ તે માતંગપતિને પિતાની સામે બેસાડી તેના મુખેથી વિદ્યા ભણવી શરૂ કરી, પરંતુ પોતે સિંહાસન પર બેસીને વિદ્યા ભણતા હોવાથી ગુરૂના અબહુમાનને લીધે ઉંચા સ્થળ પર જળની જેમ રાજાના હૃદયમાં વિદ્યા સ્થિર થઈ શકી નહીં. એટલે રાજગૃહપતિ શ્રેણિકે તે ચોરને તિરસ્કારપૂર્વક કહ્યું કે,
તારામાં કાંઈ પણ કુડ છે કે જેથી તારી કહેલી વિદ્યા મારા હૃદયમાં સંક્રમિત થતી નથી.” તે સમયે અભયકુમારે કહ્યું કે “હે દેવ ! અત્યારે એ તમારો વિદ્યાગુરૂ છે અને જેઓ ગુરૂનો વિનય કરે તેઓને જ વિદ્યા સંકુરે છે, અન્યથા કુરતી નથી, તેથી આ માતંગપતિને તમારા સિંહાસન પર બેસાડે અને તમે અંજળિ જોડીને તેની સામે પૃથ્વી પર બેસે, એટલે વિદ્યા આવડશે.' વિદ્યાના અથી રાજાએ તે પ્રમાણે કર્યું. કારણ કે “નીચથી પણ ઉત્તમ વિદ્યા ગ્રહણ કરવી” એ પ્રખ્યાત નીતિ છે. પછી રાજાએ તેના મુખથી ઉન્નાભિની અને અનામિની બે વિદ્યા સાંભળી, એટલે દર્પણમાં પ્રતિબિંબની જેમ તે તરતજ રાજાના હૃદયમાં વસી ગઈ. પછી અભયે અંજલિ જેડવા પૂર્વક રાજાને વિનવીને વિદ્યાગુરૂપણને પામેલા તે ચોરને છોડાવી મૂક્યો.
અન્યદા જ્ઞાતનંદન શ્રી વીરપ્રભુ રાજગૃહે સમવસર્યા. તે સાંભળી રાજા શ્રેણિક ભૂમિપર રહેલે ઈદ્ર હોય તેમ મોટા આડંબરથી વાંદવા ચાલ્યું. તે વખતે ગજેન્દ્રોના ઘટના ટંકારાથી તે દિશાઓને પૂરતો હતો, તેષા શબ્દથી પરસ્પર વાર્તા કરતા હોય તેવા અને વાહ્યાલી રૂપ રંગભૂમિમાં નટ જેવા અશ્વોથી ભૂમિળને રૂંધતો હતો. આકાશમાંથી ઉતરતા મેઘમંડળની શોભાને અનુસરતા મયુરરૂપી છેત્રેથી તેની સેના શોભતી હતી, વાહનના નૃત્ય કરતા અશ્વની સ્પર્ધાથી તેનું રત્નમય તાડંક નાચતું હતું તે જાણે તેના આસનની સાથેજ ઉપર્યું હોય તેમ દેખાતું હતું, માથે પૂર્ણિમાના ચંદ્ર જેવું વેત છત્ર ધર્યું હતું, ગંગા અને યમુના જેવા ચામરોને વારાંગનાઓ વીંજતી હતી અને સુવર્ણના અલંકારોને ધારણ કરનારા ભાટ ચારણે તેની સ્તુતિ કરી રહ્યા હતા.
એ સમયે માર્ગે ચાલ્યા જતાં જમ્યા પછી તરત જ છોડી દીધેલી એક બાળકો સૈનિકોના જોવામાં આવી, પરંતુ જાણે નરકને અંશ આવ્યું હોય તેમ તેના શરીરમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org