Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૧૪]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૫ ૧૦ મું હોય?' સ્ત્રીએ કહ્યું, “નાથ! આજે ચેલ્લારાણુના ઉદ્યાનમાં આમ્રવૃક્ષ પ્રકુલિત છે.” તે સાંભળી માતંગપતિ ચેલણાના ઉદ્યાનની સમીપે આવ્યા. ત્યાં આમ્રવૃક્ષો સદા ફળિત પણ ઘણા ઉંચા જોવામાં આવ્યા. પછી રાત્રે આવી નક્ષત્રોને જોષી જુએ તેમ તે ભૂમિપર રહી પાકેલા આમ્રફળે જેવા લાગ્યો. ક્ષણમાત્રમાં તે વિદ્યાસિદ્ધ ચાંડાળે અવનામિની વિદ્યાથી આમ્રશાખાને નમાવી અને સ્વેચ્છાથી આમ્રફળો તેડીને ગ્રહણ કર્યા. પ્રાતઃકાળે રાણી ચેલ
એ તોડેલાં આમ્રફળવાળી તે વાટિકા ભ્રષ્ટ ચિત્રોવાળી ચિત્રશાળાની જેમ અપ્રીતિ આપતી જોઈ. રાણીએ તે વાર્તા રાજાને કહી. રાજાએ અભયને બોલાવીને આજ્ઞા કરી કે, “જેના પગને સંચાર જોવામાં આવતો નથી એવા આ આમ્રફળના ચોરને શોધી લાવ. હે વત્સ! જે ચેરની આવી અતિશય અમાનુષી શક્તિ છે, તે કઈ વાર અંતઃપુરમાં પણ પ્રવેશ કરી શકે.” અભયકુમાર બો-“હે દેવ! હું ચેડા કાળમાં જેમ તેને બતાવવાનો જામીન હાઉં તેમ એ ચોરને પકડી લાવી તમને સેંપીશ.” આવી પ્રતિજ્ઞા કરીને અભયકુમાર તે દિવસથી તે ચોરને શોધવાની ઈચ્છાએ આખા નગરમાં રાત્રીદિવસ ભમવા લાગ્યો.
એક વખતે બુદ્ધિમાન અભયકુમાર નગરમાં ફરતો ફરતો કઈ ઠેકાણે નગરજને સંગીત (નાટક) કરાવતા હતા ત્યાં ગયો. નગરજનોએ આસન આપ્યું, તે પર બેસી અભયકુમાર બે -“હે નગરજન! જ્યાં સુધી સંગીત કરનારા નટે આવ્યા નથી, ત્યાં સુધીમાં એક કથા હું કહુ તે સાંભળો–વસંતપુર નગરમાં જીર્ણશ્રેષ્ઠી નામે એક અતિ નિર્ધન શેઠ રહેતો હતો. તેને એક કન્યા હતી, તે વરને લાયક મોટી ઉંમરની થઈ હતી. ઉત્તમ વર પામવાને માટે કામદેવની પૂજા કરવા સારૂં એ બાળા કોઈ ઉધાનમાંથી પ્રતિદિન ચોરી કરીને પુષે ચુંટી લાવતી હતી. એક વખતે “હું આ પુષ્પના ચેરને પકડું' એવું ધારી તે ઉદ્યાનપાળક શિકારીની જેમ સ્થિરપણે ત્યાં સંતાઈ રહ્યો. તે બાળા પૂર્વની જેમ વિશ્વાસથી છાની રીતે પુષ્પ ચુંટવા લાગી. તેને અતિ રૂપવંતી જેઈ ઉદ્યાનપાળક કામાતુર થઈ ગયા. તેથી તત્કાળ પ્રગટ થઈ તેને ધૃજતા ધૃજતા પકડી લીધી. સદ્ય પુષ્પની ચોરીને કપ ભૂલી જઈ તે બે કે, “હે ઉત્તમ વર્ણવાળી ! હું તારી સાથે રતિક્રીડાની ઈરછા કરું છું, માટે મારી સાથે કીડા કર. તે સિવાય હું તને છોડીશ નહીં. મેં તને પુષ્પથી જ ખરીદ કરેલી છે. તે બેલી“અરે માળી! મને તું કરથી સ્પર્શ કરીશ નહીં, હું કુમારી છું, તેથી અદ્યાપિ પુરૂષના સ્પશને યોગ્ય નથી.” આરામિક બોલ્યો કે, “તેમ છે તે હે બાળા! તું કબુલ કર કે, તારે પરણ્યા પછી આ શરીરને પ્રથમ મારા સંગનું પાત્ર કરવું” તેણીએ તેમ કરવાનું કબુલ કર્યું, એટલે ઉદ્યાનપાળે તેને છોડી મૂકી. તે પણ પિતાનું કૌમાર વય અક્ષત રાખીને પોતાને ઘેર આવી. અન્યદા કોઈ ઉત્તમ પતિની સાથે પરણી. પછી જ્યારે રાત્રે વાસગૃહમાં ગઈ ત્યારે તેણે પતિને કહ્યું કે, “હે આર્યપુત્ર! મેં એક માળીની પાસે પ્રતિજ્ઞા કરી છે કે, પરણ્યા પછી મારે પ્રથમ તેની સાથે સંગ કરે. હું તેની સાથે વચનથી બંધાઈ ગઈ છું, માટે મને આજ્ઞા આપે તે હું તેની પાસે જઈ આવું. એકવાર તેની પાસે ગયા પછી તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org