Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૭ મ ] ચહ્નણાને પ્રાસાદ, શ્રેણિકનું વિદ્યાગ્રહણ વિગેરે (
[ ૧૨૭ અત્યંત દુગધ છુટતો હતો. તે દુર્ગધને સહન નહિ કરી શકવાથી સાયંકાળે પ્રાણાયામ કરનારા ગાયત્રી મંત્રના જાપકોની જેમ સર્વેએ પોતપોતાની નાસિકાને બંધ કરી દીધી. શ્રેણિકે તેમ જોઈ પરિજનને પૂછ્યું કે, “શું છે?' એણે પરિજને જમ્યા પછી તરત જ છોડી દીધેલી તેં દુર્ગધાને જણાવી. રાજા શ્રેણિક હંમેશા અરિહંતના મુખથી બાર પ્રકારની ભાવનાને સાંભળનાર હતો, તેથી તેને કિંચિત્ પણ જુગુપ્સા આવી નહીં અને તરત જ તે બાળાને જોઈને પોતે આગળ ચાલ્યો. પછી સમવસરણમાં આવીને પ્રભુને વાંચીને યોગ્ય અવસરે તે દુર્ગધાની કથા પૂછી.
પ્રભુ બોલ્યા કે, “તમારી આસપાસના પ્રદેશમાં શાલી નામે ગામમાં ધનમિત્ર નામે એક શ્રેષ્ટિ રહેતો હતો. તેને ધનશ્રી નામે એક પુત્રી થઈ હતી. અન્યદા શ્રેષ્ટિએ તે ધનશ્રીને વિવાહમહોત્સવ પ્રારંભે હતો, તેવામાં ગ્રીષ્મ ઋતુમાં વિહાર કરતા કેઈ સાધુઓ ત્યાં આવી ચડયા; તેથી શ્રેષ્ટિએ તે સાધુઓને વહોરાવવા ધનશ્રીને આજ્ઞા કરી. સારા આચરણવાળી તે બાળા પિતાની આજ્ઞાથી તત્કાળ મુનિઓને પ્રતિલાભિત કરવાને પ્રવતી. તે વખતે પસીનાથી જેઓના અંગ અને વસ્ત્ર મલીન થયેલા હતા, એવા તે મુનિઓને વહોરાવતાં તેના મળનો દુર્ગધ ધનશ્રીને આવ્યો; તેથી સુગંધી અને નિર્મળ વસ્ત્રવાળી, વિવિધ અલંકારને ધારણ કરનારી, અંગરાગથી લિપ્ત થયેલી અને શૃંગારમાં મોહિત એવી તે બાળા ચિંતવવા લાગી કે, “અહંત પ્રભુએ જે ધર્મ કહ્યો છે, તે બધી રીતે નિર્દોષ છે, પણ જો તેમાં પ્રાસુક જળથી પણ સ્નાન કરવાની મુનિને આજ્ઞા હતી તે તેમાં શો દેશ હતો?” આ પ્રમાણે મુનિઓના મળની દુર્ગંધથી કરેલી જુગુપ્સાવડે બાંધેલા દુષ્કર્મને આલેચ્યા કે પ્રતિક્રમ્યા વગર અન્યદા મૃત્યુ પામીને હે રાજન્ ! તે કર્મથી તે બાળા રાજગૃહનગરમાં રહેનારી એક વેશ્યાના ગર્ભમાં આવી. ગર્ભમાં રહી છતી પણ તેની માતાને તે ઘણી અરતિ આપવા લાગી. તેથી તે વેશ્યાએ ગર્ભપાતના અનેક ઔષધે પીધા, તથાપિ એ ગર્ભ પડવો નહીં. “કમના બળ આગળ ઔષધ કેણુ માત્ર છે?” અનુક્રમે તે વેશ્યાએ એક પુત્રીને જન્મ આપ્યું. તે પૂર્વના કર્મથી જન્મથી જ અતિ દુગધા હતી, તેથી વેશ્યાએ પિતાના ઉદરથી ઉત્પન્ન થયેલી છતાં તેને વિષ્ટાની જેમ ત્યજી દીધી. હે રાજન્ ! તે દુર્ગધા તમારા જેવામાં આવી છે.”
શ્રેણિકે ફરીથી પૂછયું કે, “હે પ્રભુ! હવે પછી એ બાળા કેવા સુખ દુઃખનો અનુભવ કરશે?' પ્રભુ બોલ્યા કે, “ધનશ્રીએ સર્વ દુઃખ તે ભેળવી લીધું છે, હવે તે સુખી કેવી રીતે થશે તે સાંભળ. એ આઠ વર્ષની ઉમરમાં જ તારી પટ્ટરાણી થશે. તેની પ્રતીતિને માટે હું એક નિશાની આપું છું કે હે રાજન ! અંતઃપુરમાં ક્રીડા કરતાં તારા પૃષ્ટ ભાગ ઉપર ચડીને જે હંસની લીલા કરશે. તે આ દુગધા છે એમ તું જાણી લેજે.” પ્રભુની આવી વાણી સાંભળીને “અહો ! આ મોટું આશ્ચર્ય છે! એ બાળા મારી પત્ની શી રીતે થશે ?” આવી ચિંતા કરતો રાજા પ્રભુને નમીને પોતાને સ્થાનકે ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org