Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૭ મ ] ચલણનો પ્રસાદ, શ્રેણિકનું વિદ્યાગ્રહણ વિગેરે [ ૧૨૫ હું કાયમને માટે તમારે આધીન જ રહીશ” તેનાં આવાં વચનો સાંભળીને “અહે! આ બાળા કેવી શુદ્ધ હૃદયવાળી અને પ્રતિજ્ઞા પાળનારી છે” એવા વિસ્મયથી તેના પતિએ તેને જવાની આજ્ઞા આપી; એટલે તે સદ્ય વાસગૃહમાંથી બહાર નીકળી.
વિચિત્ર રત્નાભરણોને ધારણ કરતી તે સત્યવચની બાળા માર્ગે ચાલી જતી હતી, તેવામાં કેટલાએક ધનને ઈચ્છનારા પાપી ચોરોએ તેને રોકી. તેઓની પાસે તેણે પિલા માળીની કથા કહી બતાવી અને બોલી કે-“હે ભાઈઓ ! હું જ્યારે પાછી વાળું ત્યારે તમે ખુશીથી મારા આભૂષણે લઈ લેજે.” તેણેના સ્વભાવ ઉપરથી તેને સત્ય પ્રતિજ્ઞાવાળી જાણી
આપણે પાછી વળતાં તેને લુંટીશું” એમ નિશ્ચય કરી તેઓએ છેડી મૂકી. આગળ જતાં સુધાથી કૃશ ઉદરવાળા અને મનુષ્ય રૂપ મૃગના વૈરી એવા એક રાક્ષસે તે મૃગાક્ષીને રૂંધી. તેણીએ પાછા વળતી વખત ભક્ષણ કરવા માગણી કરી. તેણુને સત્ય સ્વભાવ જાણું તે વિસ્મય પામી ગયે, અને “પાછી વળતાં તેનું ભક્ષણ કરીશ” એવી આશાથી તેને છેડી મૂકી. પછી તે યુવતિ પેલા ઉદ્યાનમાં આવી અને ઉદ્યાનપાળકને જગાડીને કહ્યું કે, “હું પેલી પુષ્પને ચારનારી કન્યા છું કે જે નવોઢા થઈને મારા વચન પ્રમાણે તમારી પાસે આવી છું.” તે સાંભળી “અહો ! આ ખરેખરી સત્ય પ્રતિજ્ઞાવાળી મહાસતી છે” એવું જાણી તેને માતાની જેમ નમીને માળીએ રજા આપી. ત્યાંથી પાછી ફરતાં જ્યાં રાક્ષસ હતો ત્યાં તે આવી અને માળી સાથે જે બન્યું હતું તે યથાર્થ રીતે રાક્ષસને કહી સંભળાવ્યું. તે સાંભળી “શું હું માળીથી પણું હીણું છું?” એમ વિચારી તેણે સ્વામિનીની જેમ પ્રણામ કરીને તેને છોડી દીધી. પછી પેલા ચોરની આગળ આવીને બોલી કે, “હે ભાઈઓ ! તમે મારું સર્વસ્વ લુંટી લે, હું હાજર થઈ છું.” પછી જેમ માળીએ અને રાક્ષસે તેને છેડી મૂકી તે બધું વૃત્તાંત કહ્યું, એટલે તેઓ બોલ્યા કે, “એ માળી અને રાક્ષસથી અમે કાંઈ હીણ નથી, માટે હે ભદ્રે ! તું ચાલી જા, તું તો અમારે વંદન કરવા યોગ્ય બહેન છું.' આ પ્રમાણે સૌએ છેડી મૂકવાથી તે નિર્વિદને ઘેર આવી. એ ઉત્તમ બાળાએ ચાર, રાક્ષસ અને માળીની કથા પોતાના પતિ આગળ યથાર્થ રીતે કહી આપી. તે સાંભળી હર્ષ પામેલા પતિએ તેની સાથે બધી રાત્રિ ભોગસુખમાં વ્યતિક્રમાવી અને પ્રાત:કાળે તેને પિતાના સર્વસ્વની સ્વામિની કરી. »
અભયકુમાર આ પ્રમાણે કથા કહીને બોલ્યો કે-“હે લેકે! વિચાર કરીને બેલે કે, આ સર્વેમાં દુષ્કર કાર્ય કરનાર કેણ છે? તેણીનો પતિ, ચેર, રાક્ષસ કે માળી? તે જણાવો.” પછી તે લેકમાં જે સ્ત્રીના ઈર્ષ્યાળુ હતા, તેઓ બોલી ઉઠયા કે, “સર્વમાં તેનો પતિ દુષ્કર કરનાર છે, કે જેણે પિતાની અનંગલગ્ન નવેઢાને બીજા પુરૂષને માટે મોકલી દીધી.” ક્ષુધાતુર લોકે બેલી ઉઠયા કે “સર્વથી દુષ્કર કાર્ય કરનાર તે રાક્ષસ છે કે જેણે ક્ષુધાતુર છતાં પ્રાપ્ત થયેલી તે બાળાને છેડી દીધી.” જારપુરૂષો બોલ્યા કેસર્વમાં માળી દુષ્કર કાર્ય કરનાર છે કે જેણે રાત્રે સ્વયમેવ આવેલી એવી યુવાન રમણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org