Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૭ મા]
ચેલ્લણાના પ્રાસાદ, શ્રેણિકનું વિદ્યાગ્રહણ વિગેરે
[૧૨૩
હુ એકસ્ત’ભવાળો પ્રાસાદ કરાવું કે જેમાં રહીને વિમાનમાં રહેલી ખેચરીની જેમ તે સ્વછાએ ક્રીડા કરે.' આવા નિશ્ચય કરીને શ્રેણિકે અભયકુમારને આજ્ઞા કરી કે, ‘હે વત્સ ! ચેલણાદેવીને માટે એકસ્ત ́ભના પ્રાસાદ કરાવ.' અભયકુમારે તરતજ તેવા સ્તંભને ચાગ્ય કાષ્ટ લાવવાને સૂત્રધારને આજ્ઞા કરી, એટલે વકિ (સુથાર) તેવા કાને માટે અરણ્યમાં ગયા. અટવીમાં પ્રત્યેક વૃક્ષો જોતાં જોતાં સર્વાં લક્ષણવાળું એક વૃક્ષ તેના જોવામાં આવ્યું. તેણે વિચાર્યું” કે, ‘ ઘાડી છાયાવાળું, આકાશ સુધી ઉંચું, ઘણા પુષ્પ ફળવાળુ, માટી શાખાવાળું અને મોટા થડવાળું આ વૃક્ષ સામાન્ય જણાતું નથી. જેવુ' તેવુ. પણ સ્થાન દેવતા વગરનુ` હાતું નથી, તા આ વૃક્ષરાજ તેા તેની ઘેાલાવડે પ્રગટ દેવતવાળુ' માલમ પડે છે. માટે પ્રથમ આ વૃક્ષના અધિષ્ઠાયક દેવતાને તપસ્યાથી આરાધુ કે જેથી તેને છેદતાં મને કે મારા સ્વામીને વિશ્ન ન થાય.' પછી વદ્ધકિએ ભક્તિપૂર્વક ઉપવાસ કરી, ગંધ, ધૂપ, માલ્ય વિગેરે વસ્તુઓથી તે વૃક્ષને અધિવાસિત કર્યું. તે સમયે તે વૃક્ષને આશ્રિત થઈને રહેલા વ્યંતરે પેાતાના આશ્રયની રક્ષાને માટે અને તેમના અર્થની સિદ્ધિને માટે અભયકુમારની પાસે આવીને કહ્યું કે, ‘તું મારા આશ્રયરૂપ વૃક્ષને છેદાવીશ નહી, આ વદ્ધ કિન તે કામ કરતાં નિવાર, હુ એકસ્ત’ભવાળો પ્રાસાદ કરી આપીશ. વળી તેની ક્રૂરતું સવ" ઋતુએથી મડિત તથા સવ વનસ્પતિઓથી શૈાભિત નંદનવનની જેવું એક ઉદ્યાન પણ કરી આપીશ.' આ પ્રમાણે તે વ્યંતરના કહેવાથી અભયકુમારે પેલા વૃદ્ધ કિને વનમાંથી તરત ખેલાવી લીધા અને પેાતાનું વાંછિત સિદ્ધ થયુ...' એમ કહ્યું. પછી વ્યંતરે પાતાની કબુલાત પ્રમાણે એકસ્ત’ભવાળો મહેલ અને ઉદ્યાન કરી આપ્યું. “ વાણીથી બધાયેલા દેવતાઓ સેવકાથી પણ અધિક છે.” સર્વ ઋતુઓના વનથી મઢિત તે એકસ્તભી પ્રાસાદ અભયકુમારે શ્રેણિક રાજાને મતાન્યા. રાજાએ પ્રસન્ન થઈ ને કહ્યુ કે− વત્સ! મને માત્ર એક સ્તનવાળા મહેલની ઈચ્છા હતી, તેમાં આ સર્વ ઋતુવાળું વન થયું, તે તે દુધનું પાન કરતાં તેમાં સાકર પડવા જેવું થયું'.' પછી મગધપતિએ ચેક્ષણાને તે પ્રાસાદમાં રાખી, જેથી લક્ષ્મીદેવીવર્ડ પદ્મદની જેમ તે પ્રાસાદ તેનાથી અલંકૃત થઈ ગયા. ત્યાં રહી સતી ચેલૢણા સર્વ ઋતુના પુષ્પાની માળાએ પાતાને હાથે ગુ'થીને સર્વજ્ઞ પ્રભુની પૂજા કરવા લાગી. વળી તે સુગધી પુષ્પાથી ગુંથેલી માળાઆવડે સૈરશ્રીની જેમ પેાતાના પતિના કેશપાશને પશુ પૂરવા લાગી. આવી રીતે હુંમેશાં શ્રી વીતરાગ પ્રભુને માટે અને પતિને માટે પુષ્પાને ચુટતી એ રમણી તે વનના પુષ્પાને ધમ તથા કામમાં સફળ કરતી હતી. સદા પુષ્પવાળા અને સદા ફળવાળા તે ઉપવનમાં મૂત્તિ માન્ વનદેવીની જેમ ચેક્ષણા સદા પતિની સાથે ક્રીડા કરતી હતી.
તે નગરમાં એક વિદ્યાસિકૢ માત ંગપતિ રહેતા હતો. તેની પત્નીને એકદા આમ્રફળ ખાવાના દોહદ ઉત્પન્ન થયા; તેથી તેણીએ પતિને કહ્યું કે− હૈ નાથ ! મને આમ્રફળ લાવી આપીને મારા દોહદને પૂરા.' તે ખેલ્યા- અરે મૂઢ સ્ત્રી! આજે અકાળે આમ્રફળ કયાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org