________________
સગ ૭ મ] ચેલણને પ્રાસાદ, શ્રેણિકનું વિદ્યાગ્રહણ વિગેરે [ ૧૨૧ કરતા નહતા તે સમયે તે કર તુંબિકા પર રહેલા વિણાદંડ જે દેખાતો હતો. એવા સમયમાં સર્વ અતિશયે સંપૂર્ણ અને સુર અસુરેએ સેવાતા જ્ઞાતનંદન શ્રી વીરપ્રભુ ત્યાં સમવસર્યા. તે ખબર સાંભળી શ્રેણિક રાજા અપરાન્ડકાનેર ચેલ્લેણાદેવીની સાથે શ્રી વીરપ્રભુને વાંદવા આવ્યા. શ્રી વીરઅહંતને વાંદીને રાજદંપતી પાછા વળ્યા. માર્ગમાં કઈ જળાશયની પાસે એક પ્રતિભાધારી મુનિને જોયાં. ઉત્તરીયવસૂ૩ રહિત શીત પરિસહને સહન કરતા તે મુનિને તેઓએ તરત વાહન ઉપરથી નીચે ઉતરીને વાંદ્યા. પછી ધર્મ સંબંધી વાતો કરતો શ્રેણિકરાજા પત્ની સહિત તે મુનિને ભક્તિપૂર્વક વાંદીને પિતાના મહેલમાં આવ્યા.
સાયંકાળને યોગ્ય બધી ક્રિયાઓ કરીને રાજા અગરૂ કપૂરના ધૂપથી અંધકારિત એવા વાસગૃહમાં ગયે. ચેલણદેવીએ જેની ભુજલતાનું ઓશીકું કર્યું છે એવો તે તેની છાતી પર હાથ મૂકીને સુઈ ગયો. ચેલણાએ સ્તનને નીચા કરીને ગાઢ આલિંગન દેવાથી રાજાને નિદ્રા આવી ગઈ, તેમ જ રાજાના આલિંગનથી રાણીને પણ નિદ્રા આવી ગઈ. ગાઢ નિદ્રા આવતાં ચેલણને કર પલ્લવ આચ્છાદનમાંથી બહાર નીકળી ગયો. “ઘણું કરીને નિદ્રા આલિંગનને છોડાવી દે છે.” વીંછીના કાંટાની જેમ દુસહ શીતને તેના કરને સ્પર્શ થયે, તેની વેદનાથી ચેલણ તરત જાગ્રત થઈ ગઈ. ટાઢની પીડાથી સીત્કાર કરતી તેણીએ રાજાના હૃદયમાં મનની જેમ પોતાના હાથને આચ્છાદનની અંદર સ્થાપન કર્યો. તે વખતે પેલા ઉત્તરીય વસ્ત્ર રહિત પ્રતિમાધારી મુનિનું તેને સ્મરણ થયું, તેથી તે બોલી કે “અહો ! આવી ઠંડીમાં તેનું શું થયું હશે?' આમ બોલ્યા પછી પાછી ફરીવાર એ સરલ હૃદયવાળી ચેલાને નિદ્રા આવી ગઈ. “મહાન હૃદયવાળા માણસોને પ્રાયઃ નિદ્રા દાસીની જેમ વશ્ય હોય છે.” ચેલણાના સીત્કારથી અલ્પ નિદ્રાવાળો રાજા જાગી ગયું હતું, તે તેણીનું પૂર્વોક્ત વચન સાંભળી ચિત્તમાં વિચાર કરવા લાગ્યો કે, “જરૂર આના મનમાં કઈ બીજે પુરૂષ રમવાને ઇચ્છાયેલે છે કે જેને માટે આવી શીતની પીડાની સંભાવનાથી અત્યારે તે શેચ કરે છે. આવા વિચારથી ઈષ્યવડે વ્યાકુળ થયેલા શ્રેણિક રાજાએ બાકીની બધી રાત્રિ જાગ્રતપણે જ નિર્ગમન કરી. “ી ઉપર પ્રીતિ રાખનાર કોઈ પણ સચેતન પુરૂષ કદિ પણ ઈર્ષ્યા વગરને હેતો નથી.”
પ્રાત:કાળે ચેલણને અંતઃપુરમાં જવાની આજ્ઞા કરીને પ્રચંડ શાસનવાળા શ્રેણિકે અભયકુમારને બોલાવી આ પ્રમાણે કહ્યું કે, “હે વત્સ! મારૂં અંતઃપુર સઘળું દુરાચારથી કષિત થયેલું છે, માટે તું તે અંતઃપુરને બાળી નાખ. તેમાં તું જરા પણ માતાપરને મોહ રાખીશ નહીં.” આ પ્રમાણે અભયને આજ્ઞા આપી ને અદૂભૂત લક્ષમીવડે વિરાજમાન શ્રેણિક રાજા અહંત શ્રી વીરપ્રભુને વાંદવા ગયા. અભયકુમાર પિતાની આજ્ઞાથી ભય પામ્યો, ૧ જ્ઞાત એવું સિદ્ધાર્થ રાજાનું નામ છે તેમના પુત્ર તે જ્ઞાતનંદન. ૨ બપોરે. ૩ ઓઢવાનું વસ્ત્ર.
D - 16
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org