________________
સર્ગ ૬ ઢો] શ્રેણિકને સમક્તિ, મઘકુમાર, નંદીને દીક્ષા
[૧૧૯ પાસે બેસી સૂત્ર અને સૂત્રના અર્થને નિત્ય વિચારતા હતા અને પરિસહ સહન કરતા હતા. ભેગ્યકર્મના ઉદયથી બળાત્કારે થતી ભોગની ઈરછાને નિરોધ કરવા તે તપસ્યાથી પોતાના શરીરને અધિક કૃશ કરતા હતા. ઇન્દ્રિયોના વિકારને પરાભવ કરવાને માટે પ્રતિદિન સ્મશાન વિગેરે ભૂમિમાં જઈ ઘેર આતાપના લેતા હતા. જ્યારે વિકારો બળાત્કારે ઉઠતા ત્યારે વ્રતભંગથી કાયર થઈને ઇન્દ્રિયોને શોષણ કરવા સ્વયમેવ તેને બંધ કરવામાં પ્રવર્તતા હતા. વતને લેતાં વારનાર દેવતા તેના બંધને છેદી નાખતે ત્યારે શરવડે મૃત્યુ પામવાની તજવીજ કરતા હતા, પરંતુ દેવતા તેના શસ્ત્રને કુંઠિત કરી નાખતા હતા. વળી મારવાની ઈચ્છાથી ઝેર ખાતાં તે વિષના વયને દેવતા હરી લેતા અને જો અગ્નિમાં પેસતા તો અગ્નિને શીતલ કરી નાખતા હતા. કોઈવાર પર્વત ઉપરથી ઝંપાપાત કરતા તો દેવતા તેને ઝીલી લઈને કહેતા કે “હે નંદીષેણ! મારું વચન કેમ સંભારતા નથી? અરે દુરાગ્રહી! તીર્થંકર પણ ભોગ્યફળ કર્મને ભોગવ્યા વિના તેને ટાળવાને સમર્થ નથી, તો તમે પ્રતિદિન વૃથા પ્રયત્ન શા માટે કરો છો ?' આ પ્રમાણે દેવતાએ તેને વારંવાર કહ્યું, તો પણ તેણે માન્યું નહીં.
અન્યદા એકાકી વિહાર કરનારા નંદણમુનિ છઠ્ઠનું પારણું કરવા ભિક્ષાને માટે નીકળ્યા. અનાભેગના દોષથી પ્રેરાઈને તે એક વેશ્યાના ઘરમાં પેઠા, ત્યાં જઈને તેમણે ધર્મલાભ દીધે. એટલે “મારે તો કેવળ અર્થને લાભ છે, ધર્મના લાભની મારે જરૂર નથી” એમ હાસ્ય કરતી છતી વિકારયુક્ત ચિત્તવાળી વેશ્યા બોલી. તે વખતે “આ વરાડી શું મને હસે છે ? એમ વિચારી મુનિએ એક તૃણ ખેંચીને લબ્ધિવડે રત્નનો ઢગલો કરી દીધું. પછી “આ લે અને લાભ” એમ કહી તેના ઘરમાંથી મુનિ બહાર નીકળ્યા. વેશ્યા સંઘમ સહિત તેમની પછવાડે દોડીને કહેવા લાગી કે, “હે પ્રાણનાથ ! આવું દુષ્કર વ્રત છોડી દ્યો, અને મારી સાથે ભોગ ભગ, અન્યથા હું મારા પ્રાણ છોડી દઈશ.” આ પ્રમાણે વારંવાર કરેલી વિનતિથી નંદીષણમુનિએ વ્રત તજવાના દેષને જાણતાં છતાં ભાગ્ય કમને વશ થઈને તેનું કથન સ્વીકાર્યું, પણ એવી પ્રતિજ્ઞા કરી કે “જે હું પ્રતિદિન દશ અથવા તેથી વધારે માણસોને બોધ ન કરૂં તે મારે ફરી દીક્ષા લેવી.”
પછી મુનિલિંગને છોડી દઈને નદીણ વેશ્યાને ઘેર રહ્યા અને પેલા દેવતાની તથા વીરપ્રભુની દીક્ષા અટકાવનારી વાણી વારંવાર સંભારવા લાગ્યા. ત્યાં રહ્યા છતા નિરંતર વેશ્યા સાથે ભોગ ભેગવવા લાગ્યા અને પ્રતિદિન દશ ભવ્યજનોને પ્રતિબોધ કરીને દીક્ષાને માટે પ્રભુની પાસે મોકલવા લાગ્યા. એક વખતે ભગફળકર્મ ક્ષીણ થવાથી નંદીષેણે નવ માણસને બંધ કર્યો પણ દશમો એક સોની હતી તે કઈ રીતે પ્રતિબંધ પામે નહીં. તેને બોધ કરવામાં બહુ વખત રોકાવાથી વેશ્યા રસેઈ કરીને વારંવાર બોલાવવા માટે માણસને મોકલવા લાગી. પણ પિતાને અભિગ્રહ પૂર્ણ ન થવાથી તે ભજન કરવાને ઉઠવા નહીં અને આદરથી વિવિધ વાણીની યુક્તિવડે તે સોનીને બંધ કરવા લાગ્યા. છેવટે વેશ્યાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org