Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૧૮]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું વૃક્ષ વિગેરેનું ઉમૂલન કરીને ચૂથની રક્ષાને માટે તે નદીકીનારે ત્રણ થંડિલે કર્યા. અન્યદા પાછો દાવાનળ પ્રગટ થયેલો જોઈ તું પિલા સ્પંડિલ તરફ દેડક્યો, ત્યાં મૃગ વિગેરે જનાવરાએ આવીને પ્રથમથી બે સ્થડિલ તે પૂરી દીધા હતા, તેથી તું ત્રીજા સ્પંડિલમાં ગયો. ત્યાં રહ્યા છતા શરીરને ખુજલી કરવાને માટે તે એક પગ ઉંચે કર્યો, તેવામાં પરસ્પર પ્રાણીઓના સંમર્દથી સંકડાઈ ગયેલ એક સસલો તે પગવાળી જગાએ આવીને ઉભો રહ્યો. પગ પાછો મૂકતાં તેને જોઈ દયાપૂર્ણ હૃદયવાળો તું જેમ મદથી ઉભો રહે તેમ તે પગ ઉંચો રાખી ત્રણ પગે ઉભો રહ્યો. અઢી દિવસે દાવાનળ શાંત થાય તેથી તે સસલા વિગેરે પ્રાણીઓ પિતાપિતાને ઠેકાણે ચાલ્યા ગયા, એટલે, ક્ષુધા તૃષાથી પીડિત એવો તું પાણી માટે દેડવા ગયો, પરંતુ ઘણીવાર સુધી ત્રણ પગે રહેવાથી ચોથે પગ બંધાઈ જવાને લીધે તું ચાલી ન શકતાં પૃથ્વી પર પડી ગયા. સુધા અને તૃષાના દુઃખથી ત્રીજે દિવસે તું મૃત્યુ પામ્યો. પરંતુ સસલાપર કરેલી દયાના પુણ્યથી તું રાજપુત્ર થયો છું. તને માંડમાંડ મનુષ્યભવ પ્રાપ્ત થયો છે, તે તેને વૃથા શા માટે ગુમાવે છે? એક સસલાની રક્ષા કરવા માટે તે આટલું બધું કષ્ટ સહન કર્યું હતું તો અત્યારે સાધુઓના ચરણસંઘટ્ટના કષ્ટથી કેમ ખેદ પામે છે? એક જીવને અભય દાન આપવાથી તને આટલું ફળ પ્રાપ્ત થયું તે સર્વ જીવોને અભયદાન આપનાર મુનિપણને પ્રાપ્ત કરવાના ફળની તો વાત જ શી કરવી? માટે તે જે વ્રતને સ્વીકાર્યું છે તેનું સારી રીતે પાલન કર અને આ ભવસાગરને તરી જા, કારણ કે તેને ઉતારવાને સમર્થ એવું મનુષ્યપણું આ લેકમાં ફરીને પામવું દુર્લભ છે.”
આવી પ્રભુની વાણીથી મેઘકુમારમુનિ વ્રતમાં સ્થિર થયા. તેણે રાત્રિએ થયેલા માઠા વિચારનું મિથ્યાદુકૃત કર્યું અને વિવિધ તપ આચરવા માંડયું. એ પ્રમાણે સારી રીતે વ્રત પાળી મૃત્યુ પામીને તે વિજયવિમાનમાં દેવતા થયા. ત્યાંથી ચવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈને મોક્ષને પામશે.
એક દિવસ પ્રભુની દેશનાથી પ્રતિબધ પામેલા નંદીષેણે વ્રત લેવાની ઈચ્છાથી શ્રેણિક રાજાની રજા માગી. પિતાની સંમતિ મળવાથી તે વ્રત લેવાને ઘરથી બહાર નીકળે, ત્યાં કોઈ દેવતાએ અંતરિક્ષમાં રહીને કહ્યું કે, “વત્સ! તું વ્રત લેવાને ઉસુક કેમ થઈ જાય છે? હજુ તારે ચારિત્રને આવરણ કરનારૂં ભગફળ કર્મ બાકી છે. તે કર્મને ક્ષય થાય ત્યાં સુધી થોડોક કાળ ગૃહમાં રહે અને તે કર્મનો ક્ષય થાય એટલે દીક્ષા લેજે. મતલબ કે અકાળે કરેલી ક્રિયા ફળિભૂત થતી નથી.” તે સાંભળી નદીષેણે કહ્યું, “સાધુપણામાં નિમગ્ન થયેલા મને ચારિત્રમાં આવરણ કરનાર કર્મ શું કરી શકવાનું છે?” આ પ્રમાણે કહી તે પ્રભુની પાસે આવ્યો. પ્રભુએ પણ તેને વાર્યો, તથાપિ તેણે ઉતાવળ કરીને પ્રભુના ચરણકમળ પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપને આચરતા છતા નંદીષેણમુનિ પ્રભુની સાથે ગામ આકર અને પુર વિગેરેમાં વિહાર કરવા લાગ્યા. તે ગુરૂની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org