Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૧૬]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૧૦ મું નથી પોતાનો પૂર્વ જન્મ જાણી લીધું. પછી નંદીષેણ તરતજ તેની પાસે આવી તેની કક્ષાનું આલંબન કરી દાંત ઉપર પગ દઈને તેના ઉપર આરૂઢ થયે અને તેના કુંભસ્થળ ઉપર ત્રણ મુષ્ટિ મારી. નંદીના વચનથી દંતઘાત વિગેરે ક્રિયા કરતો તે હાથી જાણે શિક્ષિત હોય તેમ બંધન સ્થાનકે આવ્યા. પછી શ્રેણિકે તે હાથીને પટ્ટો આપે અર્થાત પિતાનો પટ્ટહસ્તિ ઠરાવ્યું અને યુવરાજની જેમ તેને પિતાને પ્રીતિપાત્ર કર્યો. શ્રેણિક રાજાને કુલીન પત્નીએથી બીજા પણ કાળ વિગેરે ઘણું પરાક્રમી પુત્રો થયા.
શ્રી વીરપ્રભુ ભવ્ય પ્રાણીઓને બંધ કરવા માટે વિહાર કરતા સુર અસુરોના પરિવાર સાથે રાજગૃહ નગરે આવ્યા. ત્યાં ગુણશીલ ચૈત્યમાં દેવતાઓએ કરેલા ચૈત્યવૃક્ષથી શોભિત સમવસરણમાં પ્રભુએ પ્રવેશ કર્યો. વીરપ્રભુને સમવસર્યા સાંભળી શ્રેણિકરાજા પુત્ર સહિત મોટી સમૃદ્ધિથી વાંદવા આવ્યા. પ્રભુને પ્રદક્ષિણા કરી, નમી, એગ્ય સ્થાને બેસીને ભક્તિમાન શ્રેણિકરાજા આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા-“હે ત્રાતા ! જગતને જીતનારા તમારા બીજા ગુણો તે એક તરફ રહ્યા પણ માત્ર ઉદાત્તશાંત એવી તમારી મુદ્રાએ જ આ ત્રણ જગતને જીતી લીધા છે. તેથી મેરૂ તૃણ સમાન અને સમુદ્ર ખાબોચીઆ જેવો થઈ ગયો છે. સર્વ મોટાઓથી પણ મેટા એવા તમને જે પાપીઓએ છોડી દીધા છે, તેઓના હાથમાંથી ચિંતામણિ રત્ન પડી ગયું છે અને જે અજ્ઞાનીઓએ તમારા શાસનના સર્વસ્વને સ્વાધીન કર્યું નથી, તેઓએ અમૃતને પ્રાપ્ત કરીને વૃથા કર્યું છે. જે તમારી ઉપર પણ ગુચ્છાકાર (વાંકી) દષ્ટિ ધારણ કરે છે, તેને સાક્ષાત્ અગ્નિનું શરણ જ પ્રાપ્ત થાય છે. તે વિષે વધારે શું કહેવું? જેઓ બીજા શાસને સાથે તમારા શાસનની તુલના કરે છે, તે હતાત્માએ અમૃત અને વિષને સમાન ગણે છે. જેઓ તમારા ઉપર મત્સરભાવ ધરે છે, તેઓ બહેરા અને મુંગા થાય છે, કારણ કે પાપકર્મથી શુભ પરિણામની વિકળતાજ થાય છે. જેઓ તમારા શાસનરૂપ અમૃતરસથી હમેશાં પોતાના આત્માને સિંચન કરે છે, તેઓને મારી પ્રણામાંજલિ છે અને અમે તેમની ઉપાસના કરીએ છીએ. જેમના મસ્તક ઉપર તમારા ચરણનખના કિરણે ચિરકાળ ચુડામણિ થઈ રહે છે, તે ભૂમિને પણ નમસ્કાર છે, એથી બીજું શું કહીએ. હું ધન્ય છું, સફળ જન્મવાળો છું અને કૃતાર્થ થયો છું કે જે તમારા ગુણગ્રામની રમણીયતામાં લંપટ રહ્યો છું.”
આ પ્રમાણે સ્તુતિ કરીને શ્રેણિકરાજા વિરામ પામ્યા પછી શ્રી વિરપ્રભુએ અમૃતવૃષ્ટિ જેવી ધર્મદેશના આપી. પ્રભુની દેશના સાંભળી શ્રેણિક રાજાએ સમક્તિને આશ્રય કર્યો અને અભયકુમાર વગેરેએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. દેશનાને અંતે પ્રભુને પ્રણામ કરી તેમની વાણીથી પ્રસન્ન થયેલા પુત્રોની સાથે શ્રેણિક રાજા સ્વસ્થાનકે ગયા. ૧ અહીં જાતિસ્મરણ જ્ઞાનનો સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org