Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૬ ઢો] શ્રેણિકને સમતિ, મેઘકુમાર, નંદીને દીક્ષા ઉણું રહ્યું અને વિશ નથી શેવા લાગ્યો. તેમ જ પાછલા ભાગમાં નીચે ને ગાત્રના ભાગમાં ઉંચો થયો. આ પ્રમાણે હાથીનાં સર્વ લક્ષણએ સંયુક્ત થયા અને અનુક્રમે તેના મુખ ઉપર મદ પણ ઝરવા લાગ્યો.
એક વખતે તે સેચનક નદીને તીરે પાણી પીવા ગયો, ત્યાં પેલો યૂથપતિ તેના જોવામાં આવ્યું. તેની સાથે યુદ્ધ કરીને તેણે (સેચનકે) તેને મારી નાખ્યો. અને પિતે બધા યૂથને પતિ થયો. પછી તેણે મનમાં વિચાર્યું કે, “જેમ મારી માતાએ મને કપટથી તાપસના આશ્રમમાં ગુપ્ત રાખે અને ત્યાં હું વૃદ્ધિ પામવાથી મારા પિતાને જેમ મેં મારી નાખ્યો તેમ એ આશ્રમમાં કઈ બીજે હસ્તી પણ વૃદ્ધિ પામીને તેવું કરી શકે, માટે એ આશ્રમોજ રહેવા જોઈએ નહીં. આવું વિચારી તેણે તટને નદી ભાંગી નાંખે તેમ તે બધા આશ્રમને તેનું ઠેકાણું પણ ન જણાય તેવી રીતે ભાંગી નાંખ્યાં. પછી “આ દુરાત્મા હસ્તી આપણને કઈ પણ આશ્રમમાં સુખે રહેવા દેશે નહીં. એમ ધારીને તે તાપસોએ જઈ શ્રેણિક રાજાને કહ્યું કે, “એક હાથી સર્વ લક્ષણેથી સંયુક્ત હોવાથી રાજાને યોગ્ય છે. આપ માણસે મોકલે તે બતાવીએ.” તત્કાળ શ્રેણિક રાજાએ માણસો સાથે જઈ તે હાથીને પકડીને બાંધી લીધા અને પિતાના દરબારમાં આર્યો. “રાજાઓ સેનાના અંગને વધારવાના કૌતુકી હોય છે.” આવા અસહ્ય બળવાળા હાથીને પણ રાજાએ બળાત્કારે બાંધી લીધો. “જળને અભેદ્ય ન હોવાની જેમ મનુષ્યને શું અસાધ્ય છે?” તે સેચનકના પગમાં સાંકળ નાખી નહોતી પણ તે ક્રોધથી જાણે ચિત્રસ્થ હોય તેમ સુંઢ, પુંછ અને કાન સ્થિર કરીને રહ્યો હતે. તેવામાં સારે ભાગે આપણું આશ્રમોનું કુશળ થયું.” એમ વિચારીને પ્રસન્ન થતા પેલા તાપસે ત્યાં આવીને તે બાંધેલા હાથીને તિરસ્કાર કરવા લાગ્યા કે-“અરે દુષ્ટ ! અમે તને લાલિત પાલિત કરી પિષણ આપી મેટ કર્યો ત્યારે તું ઉલટો અગ્નિની જેમ પિતાના જ સ્થાનનો ઘાત કરનાર થયે. અરે દુમતિ! અરે બળથી ઉન્મત્ત થયેલા! તેં જે અમારા આશ્રમ ભાંગ્યા તે કર્મનું જ તને આ બંધન રૂપે ફળ મળ્યું છે.” આવા તાપસના વચને સાંભળી હાથીએ વિચાર્યું કે, “જરૂર આ તપસ્વીઓએ જ કોઈ ઉપાયની રચના કરી મને આ દશાને પમાડયો છે.” પછી તત્કાળ તેણે ક્રોધથી કદલીના સ્તંભની જેમ આલાનસ્તંભને ભાંગી નાખ્યો અને કમળનાં બીસતંતુની જેમ તડતડાટ બંધનો તોડી નાંખ્યા, પછી છુટે થઈ ક્રોધથી નેત્ર અને મુખ રાતાં કરી ભ્રમરની જેમ પેલા તાપસને દૂર ફેંકી દીધા અને પોતે અરણ્ય તરફ દેડક્યો.
શ્રેણિક રાજા અશ્વારૂઢ થયેલા પુત્રોને લઈને તે હાથીની પછવાડે દેડક્યો, અને મૃગયામાં પ્રાપ્ત થયેલા મૃગની જેમ તેને ચારે તરફથી ઘેરી લીધું. તે મત્ત ગજેન્દ્ર જાણે વ્યંતરગ્રસ્ત થયો હોય, તેમ હાવતના પ્રલોભનને કે તિરસ્કારને જરા પણ ગણતે નહોતે, પરંતુ નંદીનું વચન સાંભળીને અને તેને જોઈને તે શાંત થઈ ગયો. તેજ વખતે તેણે અવધિજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org